Kavita

Add Your Entry

એવું ઘણું હોય છે,

જે લખી નથી શકાતું

એવું પણ ઘણું હોય છે,

જે લખી શકીએ એમ હોઈએ છતાં,

લખતા હોતા નથી..

એવું ઘણું હોય છે,

જે વાંચી નથી શકાતું

એવું પણ ઘણું હોય છે,

જે વાંચવા માંગીએ છતાં,

વાંચી શકતા નથી..

પણ, એવું કંઈ પણ હોતું નથી..

જે આપણા ભીતરમાં લખાતું, કે વંચાતું ના હોય..

‘અંતરમાં વસતો અંતર્યામી આ બધું જ

ના વાંચેલું, ના લખેલું, ના જોયેલું

જાણતો હોય છે..!’

-     મીરા જોશી. 

Author: Meera Joshi Read More...

Most Viewed Kavita

Most Viewed Author