Kavita

Add Your Entry

મારી ને તમારી વચ્ચે અંતર માત્ર એક ક્ષણ નું છે.
ફરક માત્ર એટલો છે,
કે હું આ બાજુ છું, તમે પેલી બાજુ છો.
 

Author: Dhaval Amin Read More...

આસ્તિકોની દુનીયા મા એક દોસ્ત શોધું છુ જ્યા ક્યારેક ભગવાન પણ દગો દઈ જાય છે.

Author: Dhaval Amin Read More...

દાવ માંડી બેઠો છું જીંદગી ના ચાલ થોડી વિશ્વાસ ની રમત રમીએ
લાગણીના સોગઠાં ને સંબધની ચોપાટ
ના મને જીતવાની લ્હાય કે ના તને હરાવા ની  હાશ
ચાલ કઈક અમથુ અમથુ રમીએ
 
નથી કઈ દાવ પર મુકવું છતાં
બસ તને જીતવાની આશ,
ચોપાટના ખાના લાગણીઓથી ફરીએ
ચાલ કઈક અમથુ અમથુ રમીએ
 
તને ઓળંગવાનો આંચકો રડાવી જાય મને
થોડુંક સાથે સાથે રમીએ
મારા પાસા તારે આધીન હોય તેવી કઈક કરામત કરીએ
ચાલ કઈક અમથુ અમથુ રમીએ
 
‘વ્યથિત’ આધીન છે સતત લાગણીને
આડંબરથી પર કઈક મોકળું રમીએ
દાવ માંડી બેઠો છું જીંદગી ના
ચાલ થોડી વિશ્વાસ ની રમત રમીએ

 

Author: Dhaval Amin Read More...

Most Viewed Kavita

Most Viewed Author