Kavita

Add Your Entry

મારા નીર્ધાર નો આધાર તું, 
મારા વિચાર નો આહાર તું.   
 
મારા કર્મ નો સહકાર તું, 
મારા મર્મ નો સહભાગ તું.  
 
મારી આઁખોંનું દ્રિશ્ય તું,
મારી પાંખો નું વેગ તું   
 
મારા સ્પર્શનું સંવેદ તું,  
મારા સાદ નો નાદ તું.   
 
મારા અક્ષ નું પ્રત્યક્ષ તું, 
મારા  લક્ષ્ય નું સત્યક્ષ તું.  
 
 
મારા ધૈર્યની સંયમતા તું,
મારી ધૂન ની સરગમતા તું.   
 
મારા જીવનની મહેતલ છે તું,
આ જીગર ની હેતલ છે તું.   
 
 

Author: Jigar Ganatra Read More...

 
છમ છમ કરતી આવી ગુળિયા ,રંગ અનેરા લાવી ગુળિયા,
સ્પર્શ કરી મારી દુનિયા ને હર્ષ-પ્રેમ જગાવે ગુળિયા,
 
હેતલના હેત ઉભરાયા, જીગર ના વાત્સલ્યમાં ,
પ્રખર તેજમાં છાંય બની ને અંતર ના ઉર લાવી ગુળિયા,   
 
જનની માતની ઇસ્ટભક્તિએ એવો અલખ જગાવ્યો કે,
દેવી સમી મારી કુલધાત્રિ, પ્રકટ ફળી, સુખ લાવી ગુળિયા, 
 
કાવ્યા -  કેયા ને સાથ પુરાવવા,ધૈર્ય - કવિશ ના લાડ લડાવવા,
વીર પસલી ને નવરાત્રી, લુણગેરી બનવાની ગુળિયા। 
  
જીવન પર્વના મધુર ગીતની સ્વરમાળા તૈયાર થઇ ને,   
મનમંદિર ના દેવ સંમુખ તું,કિલકારી ધૂન આવી ગુળિયા

Author: Jigar Ganatra Read More...

Most Viewed Kavita

Most Viewed Author