Kavita

Add Your Entry

જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું !
હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું !

હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી !
આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું !

આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે,
લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું !

કોઈ પણ મારા વિચારોમાંય ફરકે ના હવે,
એકલી છે ખૂબ મારી જાત, સાથે ચાલ તું !

– રિષભ મહેતા

 

Author: Hitendra Vasudev Read More...

અલગ રાખી મને મુજ પર
પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો
વાગી નથી શકતો,
રગ રગને રોમ રોમથી
તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે,
જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો
ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે,
હાંફી જવાય છે...

 

– ખલીલ ધનતેજવી

 

Author: Hitendra Vasudev Read More...

સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

– હરિશ્ચન્દ્ર જોશી

Author: Hitendra Vasudev Read More...

કેમ લાગે છે કે સફરમાં છું?
હું તો મારા જ ખુદના ઘરમા છું.

પાંદડે પાંદડે ઉદાસી છે,
મારા મનથી હું પાનખરમાં છું.

રાત જેવા તમામ દિવસો છે,
કોણ જાણે હું કયા પ્રહરમાં છું .

મારા હાથે હું તોડી રાજમહેલ,
સાવ ખંડેર જેવા ઘરમાં છું.

ખાર જેવાં બધાં જ પુષ્પો છે,
ભરવસંતે હું પાનખરમાં છું.

માર્ગ મંજિલ કે ના વિસામો છે,
એક એવી સફરમાં છું.

Author: Hitendra Vasudev Read More...

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે

તમે એકલા સાને રડો છો સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું સુઃખ છે આ સદા હસે છે

અરે આપ શું જાણો આ સ્મિતમાં કેટલા દુઃખ વસે છે

મંજીલ સુધી ના પ્હોંચ્યા તમે એ વાતથી દુઃખી છો

અર ચાલવા મળયો રસ્તો તમને એટલા તો સુખી છો

આપને છે ફરિયાદ કે કોઇને તમારા વિશે સુજ્યુ નથી

 અરે અમને તો "કેમ છો?" એટલુય કોઇ એ પુછયુ નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો

આ જીંદગી જીવવા માટે છે આમ રોજ રોજ શાને મરો છો

આ દુનિયામાં સંપુર્ણ સુખી તો કોઇ નથી

એક આંખતો બતાવો મને જે ક્યારેય રોઇ નથી

બસ એટલુંજ કહેવું છે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો

નસીબથી મળી છે જેંદગી તો એને જીવી જાણો...

Author: Hitendra Vasudev Read More...

જ્યારે મળીએ, જે દિ' મળીએ ત્યારે તે દિ' નવું વરસ 
મતલબ કે કો' મનથી મળવા ધારે તે દિ' નવું વરસ


ખાસ્સા ત્રણસો પાંસઠ દિ'નો વાર્ષિક ગાળો ધરા ઉપર
હું તો માનું : ક્ષણ જ્યારે પડકારે તે દિ' નવું વરસ 


ચહેરા પર રંગોળી, રોમેરોમે દીપક ઝળાહળા 
માણસ-માણસ રોશન બનશે જ્યારે તે દિ' નવું વરસ 


આળસ, જઈને પેસી ગઈ હોય સૂરજના પણ સ્વભાવમાં

એવી આળસ કવિતા સામે હારે તે દિ' નવું વરસ 

દરિયો કેવળ નિજમસ્તીનો જોખમકારક બની શકે
તરવૈયાઓ એકબીજાને તારે તે દિ' નવું વરસ 

ઈશ્વરનું આપેલું હૈયું ફળિયું શાને બને નહિં ?
આ જ પ્રશ્ન પર લોકો સ્હેજ વિચારે તે દિ' નવું વરસ
 

સૌમિષા

 
 
 
 
 

Author: Hitendra Vasudev Read More...

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?

કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી.

શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,
મારી હેલ્યુંની હેલ્યું દે ભાંગી;
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બ્હાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.

-વિવેક મનહર ટેલર

Author: Hitendra Vasudev Read More...

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો

કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો

થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું

નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો

શેખાદમ આબુવાલા

Author: Hitendra Vasudev Read More...

Most Viewed Kavita

Most Viewed Author