Kavita

Add Your Entry

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,
આવી જજો ન આપ ફરી દરમિયાનમાં…

એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા,
જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં…

કોઈ સહાય દેશે એ શ્રધ્ધા નથી મને,
શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં…

એમાંથી જો ઉખડે આભાર ઓ હરીફ,
સંતોષ ખુદ મનેય નથી મારા સ્થાનમાં…

એનો હિસાબ થશે કયામતના દિવસે,
ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં…

હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં…

– ‘મરીઝ’

Author: Hitendra Vasudev Read More...

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે

પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે

આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે

પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે

ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું

ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

- રઈશ મનીયાર

Author: Hitendra Vasudev Read More...

હે દીવા! તને પ્રણામ...            
અંધારામાં કરતો તું તો  સૂર્ય-ચંન્દ્રનું કામ
હે દીવા! તને પ્રણામ...            

તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ!
પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં - આગળ ધપ,
ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ.
હે દીવા! તને પ્રણામ...            

જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત,
હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત!
તું બુઝાય તે સાથ બુઝાઈ જાતી ચીજ તમામ
હે દીવા! તને પ્રણામ...            

-રમેશ પારેખ

Author: Hitendra Vasudev Read More...

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

નરસિંહ મહેતા

 

 

Author: Hitendra Vasudev Read More...

ભાવ બદલ્યો, અભાવ બદલ્યો છે,
દોસ્ત, મેં પણ સ્વભાવ બદલ્યો છે.

ના પવન, ના દિશાઓ બદલાણી,
મેં જ મારો પડાવ બદલ્યો છે.

નાવ છે એ જ, નાખુદા પણ એ જ,
પણ નદીએ બહાવ બદલ્યો છે.

જે હતું એ જ છે જગત આખું,
માણસોએ લગાવ બદલ્યો છે.

મોત સીધું, સરળ, રહ્યું કાયમ,
જિંદગીએ જ દાવ બદલ્યો છે.

– પરાજિત ડાભી

Author: Hitendra Vasudev Read More...

પાનખરની ડાળી હાથમાં ઝાલીને 

વસંતની કવિતા લખતાં આવડે

તો કદાચ કવિ થવાય

 ફૂલ છલકતી ડાળી હાથમાં ઝાલીને

પાનખરની ચીસને નરી આંખે વાંચતા

આવડે તો કદાચ કવિ થવાય

આંખ સામે હોય વસંતનું વન

પાનખરનું મન ને બે  મોસમમાં સમાઈ ન શકે

એવું જીવન હોય તો કદાચ कवि થવાય 

સુરેશ દલાલ

Author: Hitendra Vasudev Read More...

કરામત ગજબની કરી જાય મિત્રો,

બની હસ્તરેખા ફળી જાય મિત્રો,

'કરીશું ઘણું' એવું કહેતા ફરે સૌ;

કહે ના કશું, બસ કરી જાય મિત્રો,

ન શબ્દો, ન ચેરા ઉપર ભાવ કોઈ;

છાતાં મનની વાતો કળી જાય મિત્રો,

તરસ માત્ર ખોબો ભરી પ્રેમની છે:

નર્યા વ્હાલથી મન ભરી જાય મિત્રો,

સતત ક્યાં જરૂરી છે પ્રત્યક્ષ હોવું?

સહજ શ્વાસ સાથે ભળી જાય મિત્ર્રો...

Author: Hitendra Vasudev Read More...

ઘણાં વખતથી મળ્યું નથી, મૌત મારુ કેવું હશે… ઘડીક નીરાંતે સુતુ હશે, કે જીવતર મારુ લેવું હશે… અંધારા મા છુપું હશે, કે છડેચોક આવતું હશે… કરતું કોઇનું કતલ હશે, કે શ્વાસ મારા ગણતું હશે… 

 

 

 

 

 

 

-“શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

Author: Hitendra Vasudev Read More...

Most Viewed Kavita

Most Viewed Author