Kavita

Add Your Entry

અરમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.

વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.

તારું હસવું મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રચી જાય છે.

Author: Hitendra Vasudev Read More...

એક સવારે આવી,
મુજને કોણ ગયું ઝબકાવી ?

વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,

પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ?

કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,

સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ?

- સુન્દરમ્

Author: Hitendra Vasudev Read More...

શ્રદ્ધા ફળે જો એને તારું નામ દઉં,
ખુદા મળે જો એને તારું નામ દઉં.

કોરા-કટ કાગળમાં સૂકાભઠ શબ્દો,
લાગણી સળવળે જો એને તારું નામ દઉં.


દિલને થીજવતી આ ઠંડી શૂન્યતા,
બરફ ઓગળે જો એને તારું નામ દઉં.

હવે આ આગમાં કશુંયે ના હોમશો,
ભડકે બળે જો એને તારું નામ દઉં.

Author: Hitendra Vasudev Read More...

ચોતરફ અજવાળું ઊઠી ગયું છે,
કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે.
મેં ચણાવી એક દીવાલ ભીતર,
કોક આ દીવાલ કૂદી ગયું છે.
તું ઊછળતી એક એવી નદી છે,
મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે.
કેમ તારામાંથી હું બ્હાર આવું,
દોરડું વચ્ચેથી તૂટી ગયું છે !
ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે.
ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે.

- અનિલ ચાવડા

Author: Hitendra Vasudev Read More...

ચાલ ઘડી બે ઘડી
વાત કરી લઉ કે...
આજ મન બહુ ઉદાસ છે,
જન્મી ને પણ જાણી ન શક્યા 
જન્મ નો હેતુ,
મેળવીને બધુ, 
આજ પણ અધુરા હોવાનો અહેસાસ છે,
ચાલ પ્રભુ ,
આજ તુઁ જ અમને સમજાવી દે...
ક્યાઁક એવુ તો નથી ને... કે...
આથમતિ સઁધ્યાના રઁગમા કે પછી,
વરસતા વરસાદના છાઁટામા જ...
પુર્ણતા નો આધાર છે...?

Author: Hitendra Vasudev Read More...

માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે,
ડૂબી જાય તો નસીબ નો વાંક કાઢે છે,
સંભાળીને તો પોતે નથી ચાલતા,
અને પડી જાય તો પથ્થરનો વાંક કાઢે છે….

Author: Hitendra Vasudev Read More...

એકને  હો   ઈમાન  જોખમમાં,
તો બીજાનો છે જાન જોખમમાં !

કોણ   કોને   વધારે   પ્રેમ   કરે,
બેઉ  જણ  છે સમાન જોખમમાં !

જ્યાં ઊભો હોઉં ત્યાં બરાબર છું,
મૂકવું  ક્યાં  સ્વમાન  જોખમમાં !

કંઈ નથી  એને કંઈ  નથી  ચિંતા,
હોય  નહીં આસમાન જોખમમાં !

હું   હજી   મૌન  છું   તે  નોંધી  લે,
તું    કરે   છે   બયાન  જોખમમાં !

- ભરત વિંઝુડા

Author: Hitendra Vasudev Read More...

એક વાદળી પૂછે આભ ને હું મન મૂકીને વરસું ?
પણ આભ કહે આ નીચે રહેલાઓનું શું કરશું ?

એને મન તો વાદળી એક અલ્લડ તરુણી ને
આભ એક સુંદર પણ જુવાન ભોળો શો.

બંનેના મિલન વિશે લોકો રાખે ધારણાઓ,
આવા તે મિલન મા હશે છાનુંછપનું શું ?

આભ કહે સારા માણસોનું તો શું કહેવું પણ…
પણ વાદળી કહે અદેખાની આંખ મા ખટકશું.

નિર્ણય તો બંને એ લીધો એવો છેલ્લે કે
ધારવું હોય એ ધારે એમાં આપણે છે શું ?

આપણે તો મન મૂકી એવા વરસશું
કે બધાને આપણા હર્ષાશ્રુમાં ભીંજવશું..

 – આશિષ ઉપાધ્યાય

Author: Hitendra Vasudev Read More...

Most Viewed Kavita

Most Viewed Author