Kavita

Add Your Entry

શીતળ ઠંડી ગઈને હવે તો આવ્યો ઉનાળે તાપ

હોળી હવે તો રંગે રમીશું ધૂળેટી ને સાથ

મનમાં થાય ઉંમગ કે હવે ભણીશું વારં વાર

દુર્ગુણોને બળી દઈએ હવે તો થઈશું અમે ગુણવાન

કાન-ગોપી નાચે સાથેસાથ શું રંગ એનો આજ

ફાગણમાં આવી હોળી ને આવી પૂનમની રાત

તારલાની તોલી સાથે લાવી અબીલ ગુલાલ

શબ્દરૂપી રંગો વડે રંગીન થાય આકાશ

કલ્પિત વાદળ ઘેરો રંગ એ પર્વમાં સમાય

Author: Hitendra Vasudev Read More...

જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું !
હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું !

હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી !
આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું !

આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે,
લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું !

કોઈ પણ મારા વિચારોમાંય ફરકે ના હવે,
એકલી છે ખૂબ મારી જાત, સાથે ચાલ તું !

– રિષભ મહેતા

 

Author: Hitendra Vasudev Read More...

અલગ રાખી મને મુજ પર
પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો
વાગી નથી શકતો,
રગ રગને રોમ રોમથી
તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે,
જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો
ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે,
હાંફી જવાય છે...

 

– ખલીલ ધનતેજવી

 

Author: Hitendra Vasudev Read More...

ઇશ તણી બુક ની કહાની અમો ને તમો,
આ જીંદગી ની નીશાની, અમો ને તમો.

 

ઇ તો એક જ છે ઉપર, નામે ફાંટા પાડ્યા
કરનાર બધી છેડખાની, અમો ને તમો

 

વજીર ભલે ગમે તેમ ચાલતો, ચેસ માં
ગોઠવી દેશુ એક રાણી, અમો ને તમો

 

ત્યાં સુધી પહોંચવાની વાર સે ખાલી,
વાદળે નીચોવી લેશુ પાણી, અમો ને તમો

 

જાહેર માં પડઘાતી ચીસો સાંભળી લેશુ,
પછી વાતો કરીશુ છાની, અમો ને તમો

.
nirav

 

Author: Nirav Vyas Read More...

એક ઉઘાડો ઇતીહાસ આપો,
વર્તમાનને થોડો શ્વાસ આપો.

વાદળ પર ગઝલ લખવી છે,
થોડા ભીના ભીના પ્રાસ આપો.

જઇને સીધો મારી માં ને આપીશ,
અંકલ, મુઠ્ઠી ભરી પ્રકાશ આપો.

ઉડીશ નહીં, બસ? ખાલી જોઇશ,
નજર ને થોડુ આકાશ આપો.

વિસ્તરવા માંગે છે કેન્દ્રમાં થી,

આ નીરવ ને હવે વ્યાસ આપો.

--nirav

 

Author: Nirav Vyas Read More...

એજ સાચી સમજદારી કહેવાશે,
જ્યારે જીંદગી આ મારી કહેવાશે.

મોટાપણુ ત્યારે સાવ નાનુ લાગશે,
દરવાજાને જ્યારે બારી કહેવાશે.

ફાયદો એ દુનીયા ની કારીગરી,
નુક્શાન મારી જવાબદારી કહૅવાશે.

એ હદ સુધી દોસ્તો સાથ આપશે કે,
દુશ્મનીને દોસ્તી કરતા સારી કહેવાશે.

હવે તો આરપાર લડવુ એજ રસ્તો છે,
જો જોઇ રહ્યો તો મારી લાચારી કહેવાશે.

--nirav

 

Author: Nirav Vyas Read More...

સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

– હરિશ્ચન્દ્ર જોશી

Author: Hitendra Vasudev Read More...

કેમ લાગે છે કે સફરમાં છું?
હું તો મારા જ ખુદના ઘરમા છું.

પાંદડે પાંદડે ઉદાસી છે,
મારા મનથી હું પાનખરમાં છું.

રાત જેવા તમામ દિવસો છે,
કોણ જાણે હું કયા પ્રહરમાં છું .

મારા હાથે હું તોડી રાજમહેલ,
સાવ ખંડેર જેવા ઘરમાં છું.

ખાર જેવાં બધાં જ પુષ્પો છે,
ભરવસંતે હું પાનખરમાં છું.

માર્ગ મંજિલ કે ના વિસામો છે,
એક એવી સફરમાં છું.

Author: Hitendra Vasudev Read More...

Most Viewed Kavita

Most Viewed Author