પ્રિય મિત્રો,
આજે 'ગુજરાતીલેક્સિકોન' તેના વાચકો માટે એક આનંદના સમાચાર લાવી રહ્યું છે.
જો તમે ગુગલ ક્રોમ વેબ બ્રાઉઝર વાપરતાં હોવ તો હવે કોઈ પણ અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ કે ગુજરાતી શબ્દનો અંગ્રેજી અર્થ જાણવો તમારા માટે સરળ બની ગયું છે.
હવે તમારે તમારા વાચનને અટકાવવાની જરૂર નથી ફકત ગુજરાતીલેક્સિકોનનું ક્રોમ એક્સટેન્શન ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો અને તમને મૂંઝવતા શબ્દ પર માઉસની ડબલ ક્લિક કરો અને તમારા પ્રશ્નનો ઉત્તર ત્યાં જ મેળવો.
આ એક્સટેન્શન શ્રી અપૂર્વભાઈ પાનેરિયાએ તૈયાર કરી આપ્યું છે જે માટે ગુજરાતીલેક્સિકોન ટીમ તેમની આભારી છે.
આ એક્સટેન્શન નીચે આપેલી લિંક પરથી તમે ડાઉનલોડ કરી શકશો .
https://chrome.google.com/webstore/detail/bhmafcbmjdeopomnencnfogfdpdpnnnj
એક્સટેન્શન ડાઉનલોડ કરવામાં કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે કોઈપણ મૂંઝવણ હોય તો તેની વિગતવાર માહિતી નીચેની લિંક ઉપરથી મળી શકશે.
http://blog.gujaratilexicon.com/2012/09/11/google-chrome-extension-of-gujaratilexicon/
તો ચાલો ફટાફટ આ ક્રોમ એક્સટેન્શન ડાઉનલોડ કરો અને વિના વિધ્ન તમારું વાચન ચાલુ રાખો.
મિત્રો, અત્યાર સુધી આપ ગુગલ મેપ નામથી સુપેરે પરિચિત હશો. ગુગલમેપના તે જ સંદર્ભને ધ્યાનમાં લઈને ગુજરાતીલેક્સિકોન એક નવીન સુવિધા નામે વર્ડમેપ રજૂ કરી રહ્યું છે. આ સુવિધા નીચે જણાવેલી લિંક ઉપરથી જોઈ શકાય છે.
http://www.gujaratilexicon.com/wordmap/

Gujaratilexicon

Bhagvatgomandal

 • - ગુજરાતીભાષાની સાંસ્કૃતિક સીમાચિહ્ન રૂપ અમૂલ્ય ધરોહર ફકત એક જ ક્લિકે ઉપલબ્ધ
 • - ભગવતસિંહજી મહારાજની 26 વર્ષની અથાગ મહેનતનું પરિણામ
 • - 2.81 લાખ શબ્દો, 9.22 લાખ અર્થ
 • - યુ. એસ. કૉન્ગ્રેસ લાયબ્રેરીમાં જેને સ્થાન
 • - ફક્ત 11 માસમાં પૂર્ણ થયેલ વિરાટકાર્ય
 • - સંપૂર્ણ રીતે યુનિકોડમાં ઉપલબ્ધ

Gujaratilexicon

 • - લોકોનો, લોકો માટે અને લોકો દ્વારા ચાલતો શબ્દકોશ
 • - નવા 920 શબ્દોનો ગુજરાતી ભાષામાં સમાવેશ
 • - પ્રચલિત અને અપવાદરૂપ ગુજરાતી શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ
 • - એકબીજાન શબ્દભંડોળની પારસ્પરિક વહેંચણી
 • - નવા શબ્દોનું નિરીક્ષણ, ચકાસણી અને સમાવેશ
 • - સ્વામી આનંદના જૂની મૂડીના શબ્દોનો પણ સમાવેશ

Bhagvatgomandal

 • - ઉખાણાં, સામાન્ય જ્ઞાનનાં પ્રશ્નો અને અવનવી રમતોનો રસથાળ
 • - સૌ પ્રથમ ગુજરાતી હેન્ગમંકી
 • - ગુજરાતી શબ્દભંડોળ વધારવા માટે ઉપયોગી
 • - વિવિધ વિષયોને આવરી લેતા સામાન્ય જ્ઞાનનાં પ્રશ્નો
 • - દરેક વયજૂથના બાળકો માટે ઉપયોગી
 • - રમો અને મિત્રમંડળને પણ રમાડો

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079- 40049325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો

Arnion Technologies aims to leverage the emerging and contemporary technology innovations with its creative insights and ingenuity to create world-class awe-inspiring digital solutions for the customers.