પ્રિય મિત્રો,
હાલમાં જ આઇઆઇએમ–અમદાવાદ ખાતે આયોજિત ‘ઍપ ફેસ્ટ 2013’માં અર્નિઓન ટૅક્નૉલૉજીસ દ્વારા ગુજરાતીલેક્સિકોનની બનાવવામાં આવેલી ‘પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન’ને દ્વિતીય પારિતોષિક મળ્યું હતું. જૂન માસમાં જ રજૂ થયેલી ગુજરાતીલેક્સિકોનની આ વિવિધ પાંચ મોબાઇલ ઍપ્લિકેશનને માટે અમને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ તમામ ઍપ્લિકેશન, ઑનલાઇન ઍપ્લિકેશન છે. આથી અમે ગુજરાતીલેક્સિકોનની એક ઑફલાઇન ઍપ્લિકેશન બનાવવાનું વિચારી જ રહ્યા હતા. તેની તક અમને આ દરમ્યાન સાંપડી. એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત આ ઑફલાઇન ઍપ્લિકેશન ભાષાપ્રેમીઓ માટે રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આ એપ્લિકેશન નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

https://play.google.com/store/apps/details?id=com.arnion.glpopup

મહત્ત્વની વાત એ છે કે આ ઍપ્લિકેશનની મદદથી અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ અને ગુજરાતી શબ્દનો અંગ્રેજી અર્થ જાણી શકાય છે અને એ પણ કાર્યરત ઍપ્લિકેશનની બહાર નીકળ્યા વગર! આ ઉપરાંત આ એપ્લિકેશનમાં ગુજરાતી સપોર્ટ આપવામાં આવેલ છે તેથી જો તમારા ડિવાઇસમાં ગુજરાતી સપોર્ટ નહીં હોય તો પણ આ એપ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકશો.

આ ઍપ્લિકેશન ઇનસ્ટોલ કર્યા પછી તે કેવી રીતે કાર્ય કરે છે તે જોઈએ:

કાર્યપ્રણાલી 1 -

આ એપ્લિકેશનનામાં ઇનબિલ્ટ સર્ચ બોક્સ આપવામાં આવેલ છે, આથી સર્ચબોક્સની અંદર જ કોઈ પણ શબ્દ લખી તેનો અર્થ ત્યાં જ મેળવો અને તે પણ ઓટો સજેસ્ટ સુવિધાની સાથે.

કાર્યપ્રણાલી 2

તમારા ડિવાઇસના કોઈપણ મેસેન્જર, મેસેજ, વ્હોટ્સઅપ, ઇમેલ કે બ્રાઉઝર ખોલો

 

આવેલા વિવિધ સંદેશા કે સાઇટ ઉપરની વિગતોમાંથી કોઈપણ શબ્દ અંગ્રેજી/ગુજરાતી પસંદ કરો એટલે કે સિલેક્ટ કરો

 

ત્યારબાદ એ શબ્દને કૉપી કરવા માટે દર્શાવાતા આઇકોનમાં કૉપી કરો

 

ત્યારબાદ એ શબ્દને કૉપી કરવા માટે દર્શાવાતા આઇકોનમાં કૉપી કરો

 

કૉપી કર્યા બાદ તરત જ તે પસંદ કરેલા શબ્દનો અંગ્રેજી કે ગુજરાતી અર્થ ત્યાં જ જોઈ શકાશે

 

કોઈપણ ચિત્ર કે ઇમેજમાં આ ઍપ્લિકેશન કાર્યરત નહીં થઈ શકે

 

આ એક ઑફલાઇન ઍપ્લિકેશન છે તેથી ઇન્ટરનેટના ઉપયોગ વગર પણ આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે

ગુજરાતીલેક્સિકોનની અત્યારસુધી રજૂ થયેલી વિવિધ મોબાઇલ એપ્લિકેશન અહીં આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે.

તો હવે આજે જ આ ઍપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા અનુભવો તથા પ્રતિભાવો info@gujaratilexicon.com ઉપર અમને જણાવો.

જય જય ગરવી ગુજરાત !

Arnion Technologies aims to leverage the emerging and contemporary technology innovations with its creative insights and ingenuity to create world-class awe-inspiring digital solutions for the customers.

Download Gujaratilexicon's