પ્રિય મિત્રો,
આઝાદી પછી ગુજરાત રાજ્ય, બૃહદ મુંબઈ રાજ્યનો જ એક ભાગ હતો. 1લી મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલાતા વિસ્તારો અલગ પાડીને ‘ગુજરાત રાજ્ય’ની સ્થાપના કરવામાં આવી. તેથી આપણે સૌ ગુજરાતીઓ 1 મેના દિવસને ‘ગુજરાત ગૌરવ દિવસ’ તરીકે ઊજવીએ છીએ. 

ભારત દેશમાં ‘આપણું ગુજરાત’ સૌથી વધુ પ્રગતિશીલ રાજ્ય છે. તેથી દર વર્ષે ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં વિવિધ વિકાસશીલ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત(લોકાર્પણની વિધિ) 1લી મેના શુભ દિવસે થાય છે. આપણી વહાલી ગુજરાતી ભાષા માટેની વેબસાઇટ ‘ગુજરાતીલેક્સિકોન’ નેટ જગતમાં સૌથી લોકપ્રિય છે. આજે પહેલી મે, ૨૦૧૩ના આ શુભ દિવસે ગુજરાતીલેક્સિકોન આપ સૌ સમક્ષ ગુજરાતી શબ્દોની ‘Whats My Spell’ રમત રજૂ કરે છે.

આ રમતમાં દરેક પૃષ્ઠ પર સાચી અને ખોટી જોડણીવાળા આઠઆઠ શબ્દો, બે કૉલમમાં સામસામે આપેલા હશે. તેમાંથી તમારે સાચી જોડણીવાળા શબ્દો પર ક્લિક કરીને તમારા જવાબની પસંદગી કરવાની રહેશે. આપેલા બધા જવાબની પસંદગી થઈ ગયા પછી તેનું પરિણામ જાણવા માટે ‘સબમિટ’ બટન પર ક્લિક કરવી. તમારી જોડણી કેવી છે તે જાણી તમને આનંદ થશે. કાચી હશે તો સુધરશે.

Play More’ બટન પર ક્લિક કરતાં જ નવા શબ્દો ખુલશે અને જો તમે સૌથી વધુ વખત સાચા જવાબો આપશો તો તમારું નામ ‘
Top 5 players’માં આવશે.

ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતા સૌને આ રમત દ્વારા ગુજરાતી શબ્દોની સાચી જોડણીનું જ્ઞાન થશે અને સાચી જોડણીથી ગુજરાતી લખવાનું શક્ય બનશે. ચાલો ત્યારે, આપણી ગરવી ગુજરાતી ભાષાના સંવર્ધન માટે સૌ પ્રથમ ગુજરાતી ‘Whats My Spell’ રમત અહીં ક્લિક કરીને રમીએ :

આ રમત નાનાં ભૂલકાંઓ સહિત મોટા વડીલોને પણ રમવાની બહુ જ મજા આવશે.

‘Whats My Spell’ રમત રમતાં જો આપ અટકો કે કશી ગૂંચવણ ઊભી થાય તો તેનો હેલ્પ વીડિયો અને તેની મદદ માર્ગદર્શિકા
અહીં ક્લિક કરીને મેળવી શકો છો.

ગુજરાતીલેક્સિકોનની સાઇટ પર આવી જ્ઞાનવર્ધક ઘણી રમતો જેવી કે ‘શબ્દ સરખાવો’, ‘હેન્ગ મંકી’, ‘ક્રોસવર્ડ પઝલ’, ‘ક્વિક ક્વિઝ’ રજૂ કરેલી છે. તે રમતો રમવા અહીં ક્લિક કરો :

આપનાં અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલાવી શકો છો અથવા 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.

જય જય ગરવી ગુજરાત !

Download Gujaratilexicon's