પ્રિય મિત્રો,
સમયચક્રના પરિવર્તનની સાથે સાથે દરેક ક્ષેત્ર અને ટૅક્નૉલૉજીમાં પણ પરિવર્તન અનિવાર્ય છે. આથી જ રોજબરોજ હજારો નવાં નવાં ઉપકરણો બજારમાં આવતાં રહે છે. આ બદલાવની સાથે સાથે ટૅક્નૉલૉજીનું ક્ષેત્ર સતત નવાં શિખરો સર કરતું રહે છે. આ પરિવર્તન સાથે દરેક ક્ષેત્રમાં કદમ મિલાવીને ચાલવું જરૂરી બને છે. સાથે એટલું જ જરૂરી છે આપણાં સનાતન મૂલ્યો અને આપણી ભાષા ગુજરાતીને સાથે લઈને ચાલવાનું. આથી જ આજના મોબાઇલ ટૅક્નૉલૉજીના યુગમાં નવીન ટૅક્નૉલૉજી સાથે કદમ મેળવીને ગુજરાતીલેક્સિકોન તેની પાંચ વિવિધ મોબાઇલ ઍપ્લિકેશન રજૂ કરે છે.

ગુજરાતીલેક્સિકોનનો એક જ ઉદ્દેશ છે : ‘અદ્યતન ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને આપણી ગુજરાતી ભાષાને સૌ ભાષાપ્રેમીઓ સુધી પહોંચાડવાનો.’ 2006થી શરૂ થયેલી આ સફરમાં અત્યાર સુધી 2 કરોડથી પણ વધુ મુલાકાતીઓએ ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટની મુલાકાત લીધી છે. હજુ વધુને વધુ લોકો માટે વેબસાઇટ અને મોબાઇલની સુવિધા ઉપલબ્ધ બનાવવાના પ્રયાસરૂપે તેની એન્ડ્રોઇડ, ઍપલ આઇઓએસ અને બ્લૅકબેરી પ્લેટફૉર્મ માટેની વિવિધ પાંચ મોબાઇલ ઍપ્લિકેશન રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આશા છે સૌ ભાષાપ્રેમીઓ માટે આ સુવિધા ઉપયોગી સાબિત થશે.

ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ થતી પાંચ ઍપ્લિકેશનની માહિતી નીચે પ્રમાણે છે :

ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટની જેમ જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ઍપ્લિકેશન કાર્ય કરે છે. વપરાશકર્તા કોઈપણ અંગ્રેજી શબ્દ લખી તેનો ગુજરાતી અર્થ અને અન્ય માહિતી મેળવી શકશે. ગુજરાતીમાં શબ્દ ટાઇપ કરવા માટે ઑનલાઇન કીબોર્ડની સુવિધા આપવામાં આવી છે.

ઉપરાંત ક્વિક ક્વિઝ અને ક્રૉસવર્ડની ઍપ્લિકેશન પણ મોબાઇલમાં ઉપલબ્ધ છે. આ તમામ ઍપ્લિકેશન દરેક પ્રકારના સ્માર્ટફોન જેમ કે આઇફોન, દરેક પ્રકારના એન્ડ્રોઇડ ડિવાઇસ, બ્લૅકબેરી, આઇપેડ, ગેલેક્સી ટેબ્લેટ વગેરેમાં કાર્ય કરશે. દરેક ઍપ્લિકેશનમાં મદદ-માર્ગદર્શિકા આપેલ છે.

ગુજરાતીલેક્સિકોનની મોબાઇલ ઍપ્લિકેશન તમારા મોબાઇલ વગેરે ઉપકરણમાં આવતા તે એક હાલતું-ચાલતું (હાથવગું) ગુજરાતી ભાષા જાણવાનું સરળ સાધન બની રહેશે. ચાલો ત્યારે, મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.

જય જય ગરવી ગુજરાત !

Arnion Technologies aims to leverage the emerging and contemporary technology innovations with its creative insights and ingenuity to create world-class awe-inspiring digital solutions for the customers.

Download Gujaratilexicon's