પ્રિય મિત્રો,
આધુનિક સમયમાં મોબાઇલ ફોનનો વપરાશ ઘણો જ વધતો ગયો છે. શરૂઆતના સમયમાં મોબાઇલ ફોનનો ઉપયોગ ફક્ત સંદેશાઓની આપ-લે કરવા માટે થતો હતો. બદલાતી જતી ટૅક્નૉલૉજીની સાથે આજે મોબાઇલ ફોનમાં પણ બદલાવ આવ્યા છે. આજે મોબાઇલ ફોન ફક્ત એક ફોનની સંજ્ઞામાંથી બહાર નીકળીને એક સ્માર્ટફોન રૂપે પ્રસ્થાપિત થયો છે. આ સ્માર્ટફોનમાં ઇન્ટરનેટની સુવિધા સુગમ બની છે. નાનાં બાળકોથી માંડીને મોટેરાઓ પણ મોબાઇલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને અગણિત ઑનલાઇન અને ઑફલાઇન ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને વિવિધ માહિતી એક જ ક્લિકે મેળવી શકે છે. આજે ફક્ત અંગ્રેજી જ નહીં; પરંતુ અન્ય ભાષાઓની વિવિધ મોબાઇલ એપ્લિકેશન પણ હવે ઉપલબ્ધ બની છે. જેમ કે, આપણી ગરવી ગુજરાતી ભાષાને સંબંધિત અને ગુજરાતીપ્રેમીઓને ઉપયોગી જ્ઞાનસભર વિવિધ મોબાઇલ ઍપ્લિકેશન ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ કરવામાં આવી છે.

પોપ અપ ડિકશનરી – એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત આ ઍપ્લિકેશનની મદદથી કોઈ પણ લેખ કે જાહેરાત મોબાઇલમાં વાંચતી વખતે તેમાં આવતા અંગ્રેજી કે ગુજરાતી શબ્દોને પસંદ કરી ત્યાં ને ત્યાં જ તેનો અર્થ જાણી શકો છો અને વળી આ એક ઑફલાઇન એપ્લિકેશન છે જે સોનામાં સુગંધ ભળવા જેવી વાત છે.

આ ઍપ્લિકેશન ઇનબિલ્ટ સર્ચ બોક્સ, ગુજરાતી સપોર્ટ, ઑટો સજેસ્ટ શબ્દોની સુવિધા તેમ જ ઍપ્લિકેશનની બહાર નીકળ્યા વગર ગુજરાતી શબ્દનો અંગ્રેજી અર્થ અને અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ જાણી શકાય તેવી વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે. આ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
https://play.google.com/store/apps/details?id=com.arnion.glpopup&hl=en

કહેવાય છે કે સારા વિચારોનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. આવા, ગુજરાતી સુવિચારો કે સદ્વિચારોની મોબાઇલ ઍપ્લિકેશન આપણાં મોબાઇલમાં પણ હોય તો કેવું સારું ! એના જવાબમાં ગુજરાતીલેક્સિકોને ઍન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત એક ઑફલાઇન મોબાઇલ ઍપ્લિકેશન
GL Quotes” આપ સૌ સમક્ષ રજૂ કરી છે. આ ઍપ્લિકેશનમાં જીવન, ઈશ્વર, જ્ઞાન, કાર્ય, સફળતા જેવા વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ તમે રોજનો એક ગુજરાતી સુવિચાર તમારા મિત્રો અને સંબંધીઓને મૅસેન્જર, મૅસેજ, વ્હોટ્સ્અપ, ઇમેઇલ કે બ્રાઉઝર દ્વારા મોકલી શકો છો.

તો ચાલો, આજે જ ગુજરાતી સુવિચારોની મોબાઇલ ઍપ્લિકેશન, નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરીએ.

https://play.google.com/store/apps/details?id=com.arnion.glquotes&hl=en

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.

જય જય ગરવી ગુજરાત !

Arnion Technologies aims to leverage the emerging and contemporary technology innovations with its creative insights and ingenuity to create world-class awe-inspiring digital solutions for the customers.

Download Gujaratilexicon's