પ્રિય મિત્રો,
ગુજરાતી ભાષાનો સ્રોત અખૂટ અને અમૂલ્ય છે. આ સ્રોતમાં સતત વધારો થતો જાય છે. ગુજરાતી ભાષામાં આપણે જ્યારે લેખનકાર્ય કરીએ છીએ ત્યારે શબ્દની જોડણીનું ખાસ મહત્ત્વ હોય છે. ગુજરાતી ભાષાની જોડણીના નિયમો અનુસાર જો લેખનકાર્ય કરવામાં આવે તો ગુજરાતી ભાષાદોષ દૂર થાય છે અને આપણી ગરવી ગુજરાતી ભાષા વધુ ચોખ્ખી બને છે.

આપણે કમ્પ્યૂટરમાં અંગ્રેજી ભાષાનું કોઈ લખાણ લખીએ ત્યારે અંગ્રેજી ભાષા માટેનું સ્પેલચેકર લખાણ સાથે જ ઉપલબ્ધ હોય છે. હવે તો આપણે પણ કમ્પ્યૂટરમાં ગુજરાતી ભાષાનું લખાણ લખતા થઈ ગયા છીએ ત્યારે ગુજરાતી ભાષાની શબ્દજોડણી ચકાસણીનું શું? આ મૂંઝવણના ઉકેલરૂપે માગુર્જરીના ચાહક–સેવક અને ‘ગુજરાતીલેક્સિકોન’ના રચયિતા આદરણીય શ્રી. રતિલાલ ચંદરયા એ, ગુજરાતી ભાષાને આપેલા યોગદાનમાં એક ‘ગુજરાતી શબ્દકોશ’ અને બીજું ‘ગુજરાતી સ્પેલચેકર’ પણ છે જ. બે દાયકાના સાતત્યપૂર્ણ પરિશ્રમના ફળસ્વરૂપે ‘સરસસ્પેલચેકર’ના નામે ગુજરાતી ભાષાની શબ્દજોડણી ચકાસણી માટેનું સ્પેલચેકર અસ્તિત્વમાં આવ્યું.

ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ પર ઑનલાઇન અને ઑફલાઇન (ડેસ્કટૉપ ઍપ્લિકેશન) ‘સરસ સ્પેલચેકર’નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની લિંક નીચે મુજબ છે.

ઑનલાઇન સ્પેલચેકર - http://www.gujaratilexicon.com/saras-spellchecker/

ઑફલાઇન સ્પેલચેકર - http://www.gujaratilexicon.com/downloads/

ઑનલાઇન સ્પેલચેકર કેવી રીતે કાર્ય કરશે તે નીચે આપેલી લિંક પરથી જોઈ શકશો.
http://www.youtube.com/watch?v=eQ0wWyC9uDU

સરસ સ્પેલચેકરની ડેસ્કટૉપ ઍપ્લિકેશન(ઑફલાઇન) કેવી રીતે ઇન્સ્ટૉલ કરવી અને ઍપ્લિકેશનની કાર્યપદ્ધતિ નીચે આપેલી લિંક પરથી જોઈ શકશો.

http://www.youtube.com/watch?v=IihC3tMoSjw

http://www.youtube.com/watch?v=4QGXRoLik7s

'ઍપ ફેસ્ટ 2013 'માં અર્નિઓન ટૅક્નૉલૉજીસ દ્વારા એન્ડ્રૉઇડ પ્લેટફોર્મ પર બનાવવામાં આવેલ અને દ્વિતીય પારિતોષિક મેળવનાર ગુજરાતીલેક્સિકોનની ''પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન' ભાષાપ્રેમીઓ માટે રજૂ કરવામાં આવી છે. આ એક ઑફલાઇન એપ્લિકેશન છે જે નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

https://play.google.com/store/apps/details?id=com.arnion.glpopup

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.

જય જય ગરવી ગુજરાત !

Arnion Technologies aims to leverage the emerging and contemporary technology innovations with its creative insights and ingenuity to create world-class awe-inspiring digital solutions for the customers.

Download Gujaratilexicon's