પ્રિય મિત્રો,
ભાષાને કોઈ જ સીમા કે સરહદ કે એલઓસી (લાઇન ઑફ કન્ટ્રોલ) નથી. ભાષાને કોઈ જ બંધનમાં બાંધી શકાય નહીં. આજે વૈશ્વિક સ્તરે “2 કરોડથી વધુ" વખત ભાષા પ્રેમીઓએ 'ગુજરાતીલેક્સિકોન' સાઇટની મુલાકાત લીધી છે, તે બાબત સૌ ભાષા પ્રેમીઓ માટે આનંદની વાત છે. ગુજરાતીલેક્સિકોનની મુલાકાત લેવા માટે અહીં ક્લિક કરો.


ગુજરાતી ભાષાના સંવર્ધન અને વિસ્તૃતીકરણ સાથે અન્ય ભાષાના શબ્દોનો સ્વીકાર એ ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા તરફનું પગથિયું છે. આજે વૈશ્વિક વ્યાપારીકરણના આ માહોલમાં જ્યારે જાપાન અને ચીન જેવા એશિયાઈ દેશોમાંથી વેપારની અજોડ તકો લઈને ગુજરાત આવતાં ત્યાંના રહેવાસીઓ જોડે આપણે ક્ષિતિજ વિસ્તારવી હશે તો તેમની ભાષા - સંસ્કૃતિ જાણવી અને સમજવી પણ પડશે. આ તાતી જરૂરિયાતને સમજીને શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમે 5000 જેટલા શબ્દો ધરાવતો ગુજરાતી-જાપાનીઝ અને ગુજરાતી-ચાઇનીઝ શબ્દનો શબ્દકોશ "ગ્લોબલ-ગુજરાતીલેક્સિકોન" આપ સૌ સમક્ષ રજૂ કરેલ છે.

સાઇટ ઉપર તમને ગુજરાતી શબ્દોનો અંગ્રેજી અર્થ ઉપરાંત તેનો જાપાનીઝ અર્થ રોમાજીમાં અને તેનું ગુજરાતી ઉચ્ચારણ તેવી જ રીતે ચાઇનીઝ અર્થ ફિનિનમાં અને તેનું ગુજરાતી ઉચ્ચારણ મળશે. ગુજરાતી કીબોર્ડની સુવિધા ઉપરાંત તેના સર્ચ વિભાગમાં આખો શબ્દ નહીં પરંતુ ફક્ત કોઈ એક જ અક્ષર પણ લખશો તો તે અક્ષરથી શરૂ થતાં શબ્દોની યાદી તમને ત્યાં જ જોવા મળી જશે. વધુમાં રોજિંદા વપરાશમાં ઉપયોગી એવા વાક્યો પણ ગુજરાતી-અંગ્રેજી-જાપાનીઝ અને ચાઇનીઝ ભાષામાં આપવામાં આવ્યા છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે ગુજરાતીમાં એમ કહીએ કે તમારું સ્વાગત છે. આ જ વાત અંગ્રેજીમાં કહેવી હોય તો કહેવાય કે..
You are welcome.
પણ આ જ વાક્ય જાપાનીઝમાં "દો ઇતાશીમાશ્તે" અને ચાઇનીઝમાં "પી એખ છી !" એમ કહેવાય.

અમને આશા છે કે આ વેબસાઇટ સૌ ભાષા પ્રેમીઓને ઉપયોગી સાબિત થશે. ચાલો ત્યારે, જાપાનીઝ-ચાઇનીઝના અવનવા શબ્દો અને વાક્યો જોવા માટે અહીં ક્લિક કરો.


ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.


જય જય ગરવી ગુજરાત !

Download Gujaratilexicon's