પ્રિય મિત્રો,
આજે ઇન્ટરનેટ પર વેબસાઇટ, બ્લોગ ઉપરાંત ઘણી બધી સોશ્યલ મીડિયાની વેબસાઇટો જોવા મળે છે. તેમાં ફેસબુક, ટ્વિટર, લિંક્ડિન વગેરે ખૂબ જ ઉપયોગી અને લોકોમાં સારી એવી ચાહના પામેલી વેબસાઇટો છે. આ સોશ્યલ મીડિયાના માધ્યમથી આજે સમગ્ર વિશ્વ કમ્પ્યૂટરની એક જ ક્લિકમાં સમાઈ ગયું છે. આ ઍપ્લિકેશનના માધ્યમથી દેશપરદેશમાં વસતા લોકો એકબીજાના સંપર્કમાં તો રહે જ છે; પણ ઘણી બધી જ્ઞાનસભર વાતોથી પણ સમગ્ર વિશ્વને માહિતગાર કરે છે. આ ઉપરાંત એના ઉપર ઉપલબ્ધ વિવિધ રમતો એટલે કે ગેમ રમીને મનોરંજન મેળવે છે. આ બધી ઍપ્લિકેશનમાંથી 'ફેસબુક અને તેની રમતો' જગતભરમાં પ્રખ્યાત છે. જો આપ સૌને ફેસબુક પર જ્ઞાનસભર ગુજરાતી રમતો રમવા મળી જાય તો કેવું સારું?

આ જ ઉદ્દેશને અનુસરીને ગુજરાતીલેક્સિકોન સૌ ભાષાપ્રેમીઓ માટે ‘ક્વિક-ક્વિઝ’ અને ‘ક્રોસવર્ડ’ની ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની પ્રચલિત રમતો વેબસાઇટ અને મોબાઇલ ઉપરાંત ફેસબુક પર પણ રજૂ કરે છે. તે ઉપરાંત ગુજરાતીલેક્સિકોનની રમતો ‘હેન્ગમંકી’ અને ‘વર્ડમેચ’ પણ ફેસબુક પર રમી શકો છો. જેની લિંક નીચે મુજબ છે.

FB QuickQuiz

:

http://apps.facebook.com/glquickquiz/

FB Crossword

:

http://apps.facebook.com/glcrossword/

FB Word Match

:

http://apps.facebook.com/glwordmatch/

FB Hangmonkey

:

http://apps.facebook.com/glhangmonkey

ચાલો, આજે જ આ રમતો રમો અને મિત્રોને રમાડો.

શું આપ સૌ કોઈએ ગુજરાતીલેક્સિકોનની વિવિધ પાંચ મોબાઇલ ઍપ્લિકેશન ‘એન્ડ્રૉઇડ’ અને ‘બ્લૅકબેરી’ ધરાવતા વિવિધ ડિવાઇસમાં ડાઉનલોડ કરી ? જો ના કરી હોય તો આજે જ ડાઉનલોડ કરો.
http://www.gujaratilexicon.com/gl-mobile-applications

ગુજરાતીલેક્સિકોનની મોબાઇલ ઍપ્લિકેશન લોકાર્પણ સંબંધિત સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.

જય જય ગરવી ગુજરાત !

  • ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક સીમાસ્તંભ
  • જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો
  • વારંવાર પૂછાતા પ્રશ્નોનો સમાવેશ
  • સંપૂર્ણ રીતે યુનિકોડમાં ઉપલબ્ધ
  • એક જ ક્લિકે 2.81 લાખ શબ્દો, 8.22 લાખ અર્થો પ્રાપ્યં

Arnion Technologies aims to leverage the emerging and contemporary technology innovations with its creative insights and ingenuity to create world-class awe-inspiring digital solutions for the customers.

Download Gujaratilexicon's