પ્રિય મિત્રો,
સતત છ વર્ષથી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે સતત કાર્યરત ‘ગુજરાતીલેક્સિકોન’ આજે ઘરઘરમાં જાણીતું નામ બની ચૂક્યું છે. આજે એક ક્લિક કરીને કોઈ પણ વ્યક્તિ વિના મૂલ્યે ગુજરાતીલેક્સિકોનનો સમગ્ર સ્રોત જેમાં ‘ભગવદ્ગોમંડલ’નો પણ સમાવેશ થઈ જાય છે તેને ડાઉનલોડ કરી શકે છે.

ગુજરાતીલેક્સિકોન વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખે અને આપણી ગરવી ગુજરાતી ભાષાનું સંવર્ધન થાય તે માટે સતત પ્રયત્નશીલ છે, ત્યારે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો માતૃભાષાના સંવર્ધનના આ પ્રયાસમાં આપ સૌ પણ સહભાગી થાવ એવી મહેચ્છા દાખવીએ છીએ. આ સંદર્ભે આપે ફક્ત આપના બ્લૉગ કે સાઇટ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન અને ભગવદ્ગોમંડલ વેબસાઇટની લિંક મૂકવાની રહેશે જે નીચે મુજબ છે.

ગુજરાતીલેક્સિકોન : http://www.gujaratilexicon.com
ભગવદ્ગોમંડલ : http://www.bhagwadgomandal.com

તો ચાલો સાથે મળીને આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ.

ગુજરાતીલેક્સિકોન વેબસાઇટના બધા વિભાગો અને પેટા વિભાગોની વિગતવાર માહિતી દર્શાવતા વિવિધ વીડિયો ગુજરાતીલેક્સિકોનના યુટ્યુબ વિભાગમાં મૂકવામાં આવ્યા છે તો આજે જ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિવિધ વીડિયોની મુલાકાત લો.
http://tinyurl.com/olt43a5

ગુજરાતીલેક્સિકોનના નવા અપલોડ વીડિયોની માહિતી મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.

જય જય ગરવી ગુજરાત !

  • 932 શબ્દોનો લોકકોશમાં સમાવેશ
  • લોકોથી, લોકો વડે અને લોકો માટે બનેલો શબ્દકોશ
  • શબ્દમિત્ર બનો અને શબ્દફાળો આપો
  • શબ્દમિત્રના નામ સાથે શબ્દની રજૂઆત
  • સ્વામી આનંદના જૂની મૂડીના શબ્દોનો સમાવેશ

Download Gujaratilexicon's