પ્રિય મિત્રો,
જ આધુનિક યુગમાં કોઈ પણ વ્યક્તિ ‘ગુગલમેપ’ ના સહારે વિશ્વના કોઈ પણ સ્થળ વિશેની માહિતી ત્વરિત મેળવી શકે છે. એ રીતે 'વર્ડમેપ'ની મદદથી ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર ‘વિશ્વના કયા દેશમાંથી કઈ ભાષાનો કયો શબ્દ શોધવામાં આવ્યો છે તેની માહિતી મળી શકે છે. આ માહિતી અલગ અલગ રંગોના વિવિધ બલૂનના માધ્યમથી ગુજરાતીલેક્સિકોનના વર્ડમેપ પૃષ્ઠ ઉપર જોઈ શકાય છે. બલૂન ઉપર ક્લિક કરીને તમે આ માહિતી મેળવી શકો છો. આ સુવિધાની માહિતી આપતી લિંક નીચે મુજબ છે :

www.gujaratilexicon.com/wordmap

અલગ અલગ શબ્દકોશ માટે અલગ અલગ રંગના બલૂન આઇકોન આપવામાં આવ્યા છે. જેમ કે,

• અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશમાટે EG

• ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ માટે GE

• હિન્દી – ગુજરાતી શબ્દકોશ માટે HG

• ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ માટે GG

ચાલો ત્યારે, આપણે આ સુવિધાનો ઉપયોગ કરીએ અને જાણીએ કે દુનિયાભરમાંથી કયા કયા શબ્દો શોધવામાં આવે છે.

ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટની મદદથી અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ અને ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ સરળતાથી જાણી શકાય છે. હવે હિન્દી શબ્દોના ગુજરાતી અર્થ પણ સરળતાથી ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની મદદથી જાણી શકાય છે. આ માટે આજે જ સાઇટ ઉપર આપવામાં આવેલા હિન્દી – ગુજરાતી શબ્દકોશ વિભાગની મુલાકાત લો :

www.gujaratilexicon.com/dictionary/HG

આઇફોન ધારકો હવે ગુજરાતીલેક્સિકોનની વિવિધ મોબાઇલ એપ્લિકેશન નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકે છે :

iPhone:  https://itunes.apple.com/us/app/gujaratilexicon-dictionary/id663856148?mt=8

ગુજરાતીલેક્સિકોનની મોબાઇલ ઍપ્લિકેશન લોકાર્પણની છબીઓ નિહાળવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.

જય જય ગરવી ગુજરાત !

Arnion Team awarded with 1st Runner Up Prize in AppFest 2013 - Hackathon held at IIM, Ahmedabad during 27,28 July 2013. Arnion Team developed Pop-Up English to Gujarati & Gujarati to English Dictionary within 24 hours only. Click Here To know More

Download Gujaratilexicon's