પ્રિય મિત્ર,
2014ના ધમાકેદાર આગમન બાદ આજે એક માસ વીતી ચૂક્યો છે અને વસંતઋતુનું આગમન થઈ ચૂક્યું છે. ભાષાની દૃષ્ટિએ પણ ફેબ્રુઆરી માસ અગત્યનો છે કેમ કે આ માસની 21 તારીખ‘ વિશ્વ માતૃભાષા દિવસ ’ તરીકે ઉજવાય છે.

ગુજરાતીલેક્સિકોન દ્વારા છેલ્લાં આઠ વર્ષથી સતત માતૃભાષાના વૈશ્વિક વ્યાપ અને ભાષાસંવર્ધનના પ્રયાસો હાથ ધરાતા આવ્યા છે. આ પ્રયાસોના એક ભાગરૂપે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટ ઉપર તાજેતરમાં જ ‘ ઇબુક ’ વિભાગ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં હાલમાં ‘સન્ડે ઇ-મહેફિલ’ની અગિયાર ઇબુક્સ અને તેની અનુક્રમણિકા રજૂ કરવામાં આવી છે.

આજે જ આ લિંક http://gujaratilexicon.com/ebooks પરથી આ બધી ઇબુક ડાઉનલોડ કરો અને વાચનનો આનંદ માણો.

ભાષાને વૈશ્વિક સ્તરે વધુ લોકો સુધી પહોંચાડવા માટે મોબાઇલ પણ હવે એક હાથવગું સાધન બન્યું છે. મોબાઇલ ટૅક્નોલૉજીના સહારે ગુજરાતીલેક્સિકોને તેના એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત પોપ–અપ ડિક્શનરીનું નવું વર્ઝન રજૂ કર્યું છે જેમાં ગુજરાતી–અંગ્રેજી,ગુજરાતી–ગુજરાતી અને અંગ્રેજી–અંગ્રેજી શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.અને વળી આ એપ્લિકેશન ઑફલાઇન હોવાથી તમે ઇન્ટરનેટના ઉપયોગ વિના પણ તે વાપરી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં આપેલી લિંક ઉપર ક્લિક કરો :

https://play.google.com/store/apps/details?id=com.arnion.glpopup

ચાલો ત્યારે, આજે જ આ બધી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વિશ્વ માતૃભાષા દિવસની અમારી સાથે ઉજવણી કરો. વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે આપ આપના સંદેશા અમને મોકલાવી શકો છો. આ બધા જ સંદેશા ગુજરાતીલેક્સિકોનના બ્લૉગ ઉપર 21 ફેબ્રુઆરીના રોજ સંદેશા મોકલનારના નામ સાથે પ્રદર્શિત કરવામાં આવશે.

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.

જય જય ગરવી ગુજરાત !

Arnion Technologies aims to leverage the emerging and contemporary technology innovations with its creative insights and ingenuity to create world-class awe-inspiring digital solutions for the customers.

Download Gujaratilexicon's