પ્રિય મિત્ર,
તારીખ 13 જાન્યુઆરીના દિવસે ‘ગુજરાતીલેક્સિકોન’ તેની યાત્રાનાં આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. આ આઠ વર્ષની સફર દરમ્યાન ભાષાપ્રેમીઓનો સાથ અને સહકાર અમને સતત મળતો રહ્યો છે તે માટે અમે સૌ ભાષાપ્રેમીઓના આભારી છીએ. આપ સૌની મદદથી જ આજે રતિકાકાના સ્વપ્ન સમાન ગુજરાતીલેક્સિકોનનું નામ ઘર ઘરમાં જાણીતું બન્યું છે. હૃદયસ્થ રતિકાકાને શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરવાના ઉદ્દેશથી એક અલાયદું પૃષ્ઠ ગુજરાતીલેક્સિકોનની સાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે. જેની લિંક આ મુજબ છે :  http://gujaratilexicon.com/rpc/

ગત વર્ષે 13 જાન્યુયારીના જ દિને રજૂ કરેલ ‘ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન’ની કલગીમાં અમે આજેફ્રેન્ચ શબ્દકોશનું એક નવું છોગું ઉમેરી રહ્યા છીએ. હવે આપગુજરાતી–જાપાનીઝ, ગુજરાતી–ચાઇનીઝ શબ્દકોશની સાથે ગુજરાતી–ફ્રેન્ચ શબ્દકોશ પણ કમ્પ્યૂટરની એક ક્લિકે મેળવી શકશો.

અનુમાન કરીએ કે આપણે ઊગતા સૂર્યના દેશ જાપાનમાં છીએ અને ત્યાંના કોઈ રહેવાસીને તેનું નામ તેમની ભાષામાં પૂછવાની ઇચ્છા થઈ તો શું પૂછીશું ? તેનો જવાબ છે – ‘આનાતા નો નામાય વા નાન દેસ કા ?’ (અર્થાત્ Anata no namae wa nan desu ka – What is your name?) તે જ રીતે જો ચાઇનીઝમાં પૂછવું હોય તો કહેવું પડે કે નીન ગ્ક્વે શીન્ગ્ક (અર્થાત Nín guì xìng ? (formal) – What is your name?) આજ પ્રશ્ન ફેન્ચ ભાષામાં આ રીતે પૂછાશે   કોમોં વુ વુ ઝાપલે?(અર્થાત Comment vous vous appellez? – What is your name?)

આવા નિતનવીન શબ્દો – વાક્યો આપણે global.gujaratilexicon.com પર માણી શકીશું.

આ ઉપરાંત દરેક એન્ડ્રોઇડ ફોનધારકો માટે ઉપયોગી અને ખાસ તો અપનાવવા જેવી ગુજરાતીલેક્સિકોનની ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન – “પોપ અપ ડિક્શનરી’નું નવું વર્ઝન જેમાં હવે અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ ઉપરાંત અંગ્રેજી – અંગ્રેજી, ગુજરાતી – અંગ્રેજી, ગુજરાતી –ગુજરાતી શબ્દકોશનો સમાવેશ કરવામાં આવ્યો છે તે હવે ડાઉનલોડ કરવા માટે સુલભ અને ઉપલબ્ધ છે. આ સિવાય તમે જે ભાષાનો ડેટાબેઝ ડાઉનલોડ કરવા ઇચ્છતા હો તે જ ડાઉનલોડ કરવાની સુવિધા પણ આ નવા વર્ઝનમાં આપવામાં આવી છે. આ નવું વર્ઝન નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

Android App Store Link : https://play.google.com/store/apps/details?id=com.arnion.glpopup

પ્રજાસત્તાકદિન ૨૬ જાન્યુઆરી, ૨૦૧૪થી ગુજરાતીલેક્સિકોનની સાઇટ ઉપર  ‘ઈ–બુક્સ’ પણ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં ગુજરાતીલેક્સિકોનની સાઇટ નવા રૂપરંગ સાથે અને સ્વાહિલી શબ્દકોશ, મરાઠી શબ્દકોશ, ઉર્દૂ શબ્દકોશ વગેરે જેવા નવા નવા શબ્દકોશ સાથે રજૂ થશે.

'આજે જ આ નવા વિભાગોની મુલાકાત લો અને તમારા અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com પર મોકલો.

આભાર સહ,
ગુજરાતીલેક્સિકોન ટીમ

Arnion Technologies aims to leverage the emerging and contemporary technology innovations with its creative insights and ingenuity to create world-class awe-inspiring digital solutions for the customers.

Download Gujaratilexicon's