પ્રિય મિત્ર,
શાલિવાહન શક વર્ષનું નવું વર્ષ એટલે ચૈત્ર સુદિ એકમ. આ દિવસ ગુડી પડવા તરીકે અને ચેટીચાંદ તરીકે પણ ઉજવવામાં આવે છે. આપ સૌને માટે આવનારું નૂતન વર્ષ મંગલદાયક રહે તેવી ‘ગુજરાતીલેક્સિકોન’ ટીમ તરફથી શુભકામનાઓ.

શકવર્ષની શરૂઆતનો સમયગાળો એટલે વિદ્યાર્થીઓ માટે આનંદ અને ઉલ્લાસનો સમયગાળો કેમ કે આ સમયગાળો શાળા-કૉલેજમાં વેકેશનનો સમયગાળો ગણાય છે. પ્રખ્યાત ગીતકાર શ્યામલ-સૌમિલ એ તેમના એક આલ્બમમાં બાળગીત દ્વારા વેકેશનની મજાનો આનંદ સૌને કરાવ્યો છે. ગુજરાતીલેક્સિકોન ટીમ પણ તેની ખૂબ જ સુંદર રમત ‘વર્ડ મેચ’દ્વારા તેના વપરાશકાર મિત્રોને મગજની કસરતરૂપી આ રમત દ્વારા રજાનો આનંદ બેવડાવવા માંગે છે. નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને ‘વર્ડ મેચ’રમતની મુલાકાત લઈ શકાશે.

http://gujaratilexicon.com/game/kids-corner/kidsgame/matchwords/

ઘણાં લોકો પોતાની નવરાશની પળોમાં અથવા રજાઓના સમયગાળામાં અવનવા સુવાક્યો એકત્રિત કરતાં હોય છે. ગુજરાતીલેક્સિકોન ટીમ દ્વારા એકસાથે અવનવા સુવાક્યો તેના વપરાશકર્તાને એક જ ક્લિકે ઉપલબ્ધ કરાવી આપે તેવી સુવાક્યોની મોબાઇલ અ‍ૅપ્લિકેશન રજૂ કરેલ છે. આપ પણ આપના એન્ડ્રોઇડ ફોનમાં આ ઍપ્લિકેશન નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.arnion.glquotes

ગુજરાતીલેક્સિકોનની આ પ્રસ્તુતિ આપ સૌને આનંદદાયી રહેશે તેવી અમને ખાતરી છે.

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.

જય જય ગરવી ગુજરાત !

Arnion Technologies aims to leverage the emerging and contemporary technology innovations with its creative insights and ingenuity to create world-class awe-inspiring digital solutions for the customers.

Download Gujaratilexicon's