પ્રિય મિત્ર,

પવિત્ર શ્રાવણ માસ સમગ્ર હિંદુઓ માટે શ્રદ્ધા અને ભક્તિનું પર્વ ગણાય છે. શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાવાન હિંદુઓ વ્રત, તપ, જપ, ઉપવાસ વગેરે દ્વારા પોતપોતાના ઈષ્ટદેવની આરાધના કરે છે. શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધન, જન્માષ્ટમી વગેરે તહેવારો સૌ સાથે મળીને હર્ષોલ્લાસ સાથે ઊજવે છે. વર્ષાઋતુમાં ઊજવાતા આ સૌ તહેવારોની ઉજવણી વચ્ચે સૌનું સ્વાસ્થ્ય સારું રહે તેવી ગુજરાતીલેક્સિકોન તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

વિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.

નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ :

* વપરાશમાટે સરળ નવો લેઆઉટ :

ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.

* નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :

ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે.

* વિશિષ્ટ શબ્દકોશો :

ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા શીખવી સરળ બની જશે.

* નવી રૂપરેખાના ફાયદા :

ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.

આ ઉપરાંત, ગુજરાતીલેક્સિકોને પોતાની એક નવીન પ્રસ્તુતિ આપ સમક્ષ રજૂ કરેલ છે. જેનું નામ છે – GL ગોષ્ઠિ. જે અંતર્ગત વિવિધ ક્ષેત્રો જેવાં કે - ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, ફિલ્મજગત, રમતગમત, રાજકારણ વગેરે ક્ષેત્રમાં પ્રસિદ્ધિ પામેલ વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા દ્વારા કે વ્યક્તિગત મુલાકાત દ્વારા તેમનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરતા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે.

આ દરેક મહાનુભાવો પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા છે તથા અનેકગણી નામના અને પ્રસિદ્ધિ પામ્યા બાદ પણ પોતાની માતૃભાષાને ભૂલ્યા નથી. પોતાના વ્યાવસાયિક તથા કૌટુંબિક જીવનમાં ખૂબ જ વ્યસ્ત રહેવા છતાં ગુજરાતી ભાષા સાથેનું તેમનું જોડાણ સ્નેહસભર છે. તેમની ગુજરાતી ભાષા પ્રત્યેની લાગણી અને પ્રેમ અકબંધ છે; તે વાત આ મુલાકાત દ્વારા પ્રદર્શિત થઈ શકે છે તથા તેમના ચાહકો સુધી પહોંચાડી શકાશે. તો ચાલો તેમને મળીએ આપેલી લિંકને ફોલો કરીને.
www.gujaratilexicon.com/glgoshthi

ગુજરાતીલેક્સિકોનની ખૂબ જ જાણીતી બનેલી ગુજરાતી પોપ-અપ ડિક્શનરી હવે આપ આપના આઇફોનમાં પણ ડાઉનલોડ કરી શકો છો.આઇફોન ઍપ્લિકેશનનું નામ છે : અંગ્રેજી – ગુજરાતી લેક્સિકોન. તેની વિશેષતાઓ આ મુજબ છેઃ ગુજરાતી-અંગ્રેજી અને અંગ્રેજી-ગુજરાતી શબ્દોનો સમાવેશ. ઑફલાઇન ઍપ્લિકેશન, ઇનબિલ્ટ સર્ચ બૉક્સ, ગુજરાતી સપૉર્ટ, ઑટો સજેસ્ટ શબ્દોની સુવિધા, ઍપ્લિકેશનની બહાર નીકળ્યા વિના ગુજરાતી શબ્દનો અગ્રેજી અર્થ અને અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ જાણી શકાય છે.
https://itunes.apple.com/in/app/english-gujarati-lexicon/id892771958?mt=8

ગુજરાતીલેક્સિકોનનો નવો અવતાર એટલે કે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની નવા રૂપ-રંગ સાથેની રજૂઆત અને વધુ ઉપયોગિતાસભર પ્રસ્તુતિ આપને જરૂર ગમી હશે. કેટલીક નવી વિશેષતાઓ ઉમેરવા જતાં ક્યાંક કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો અમને જરૂર જણાવશો અમે ત્વરિત તેને સુધારી લઈશું. તેનો ઉપયોગ કરવામાં આપને જ્યાં પણ અડચણ કે તકલીફ જણાય તો અમારો તરત સંપર્ક કરશો. ગુજરાતીલેક્સિકોન વેબસાઇટ ઉપર વારંવાર પૂછાતા પ્રશ્નોની એક મદદ માર્ગદર્શિકા આપવામાં આવેલી છે. આપ તેની મદદ વડે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. મદદ માર્ગદર્શિકા ખોલવા માટે અહીં આપેલી લિંક ઉપર ક્લિક કરો.
www.gujaratilexicon.com/upload/helpfiles/GL_FAQs.pdf

આપની અસુવિધા દૂર કરવા માટે અમે ખડે પગે હાજર છીએ. ગુજરાતીલેક્સિકોન આપને વધુને વધુ ઉપયોગી બને તથા આપ સૌ તેની સાથે જોડાયેલા રહો તે માટેનો અમારો નમ્ર પ્રયાસ છે.

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.