પ્રિય મિત્ર,
ભારતીય જનભારતીય જનતા પાર્ટીએ મેળવેલ સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક જીત બદલ ગુજરાતીલેક્સિકોન પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ભારતની ભાગ્યશાળી ભૂમિ જેને માનનીય નરેન્દ્રભાઈ જેવા દેશપ્રેમી, દીર્ઘદૃષ્ટા અને દિશાસૂચક સુકાની મળ્યા. માતૃભૂમિની સેવાની મશાલ પ્રગટાવી દેશને ઉજાગર કરવાની ખેવના સાથે દિલ્હીની ગાદી પર બિરાજમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર છે. તેઓ મહાન રાજનીતિજ્ઞ ચાણક્ય સમાન કુશાગ્ર અને કુનેહપૂર્વકની બુદ્ધિપ્રતિભાથી ભારતમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો સુવર્ણયુગ લાવશે તેમાં કોઈ શંકા નથી.

બાળવયથી પોતાની માતૃભૂમિ માટે કંઈક કરી છૂટવાની અદમ્ય ભાવના મોદીજીના મનમાં રહી છે તે જ રીતે ‘ગુજરાતીલેક્સિકોન’ના સ્થાપક હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાના મનમાં હંમેશાં માતૃભાષા માટે કંઈક કરી છૂટવાની તમન્ના રહી હતી. તેમની તે ઇચ્છાના ફળસ્વરૂપે સને ૨૦૦૬માં ગુજરાતી લેક્સિકોનનું લોકાર્પણ થયું અને ત્યારબાદ સને ૨૦૦૯માં ‘ભગવદ્ગોમંડલ’નું ડિજિટાઇઝેશન અને ત્યારબાદ ઉત્તરોત્તર લોકકોશ, ગ્લોબલ ગુજરાતીલેક્સિકોન અને વિવિધ મોબાઇલ ઍપ્લિકેશન્સ દ્વારા માતૃભાષાની અનેક સેવા કરી છે અને અનહદ લોકચાહના મેળવી છે. ચાલો, ગુજરાતીલેક્સિકોનના કેટલાક વિભાગોની વિશેષતા જાણીએ.

ગુજરાતીલેક્સિકોનનો એક અગત્યનો વિભાગઃ Literature

આ વિભાગ ગુજરાતી ભાષાપ્રેમી લોકોને ગુજરાતી ભાષાની વિવિધ રસપ્રદ વાચન સામગ્રી પૂરી પાડે છે. જે અંતર્ગત વિવિધ સામયિકો, સમાચારપત્રો તથા જાણીતા ગુજરાતી બ્લોગના માધ્યમથી ગુજરાતી ભાષાના વિશાળ વાંચનનો આનંદ પ્રાપ્ત થાય છે. અહીં ઓપિનિયન, સન્ડે ઈ-મહેફિલ, માતૃભાષા, બિયૉન્ડ ધ બિટન ટ્રૅક, મમતા મૅગેઝિન ખાસ વાચન સાહિત્ય છે. જેમાં ગુજરાતી ભાષાનો વ્યાપ, મહિમા અને ગૌરવ વધારનારું અણમોલ સાહિત્ય પીરસવામાં આવ્યું છે. Literature વિભાગના વાંચનથી ગુજરાતી ભાષાનું ગૌરવ સમજાય છે; તેના પ્રત્યે પ્રેમ જાગે છે તથા ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથે એક સ્નેહ-સંબંધ બંધાય છે. તો રાહ કોની જુઓ છો ? ચાલો, તેનો લાભ લઈએ આ લિંકને અનુસરીને...http://www.gujaratilexicon.com/literature/

ગુજરાતીલેક્સિકોનનો બીજો ખાસ વિભાગઃ GL Special

જે અંતર્ગત મહાભારત, રામાયણ વગેરે કાળનાં અગત્યનાં પૌરાણિક પાત્રો, વિવિધ પક્ષીઓ, ગુજરાતી ભાષાના છંદ તથા જુદીજુદી વનસ્પતિ વિશેની સચોટ માહિતી ટુંકમાં પ્રાપ્ત થાય છે. આ વિષયો પર લેખન, સંશોધન કરનાર જિજ્ઞાસુ લોકો માટે આ માહિતી ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેવી છે. (સાર્થ જોડણીકોશના પાછળના વિભાગમાં આ માહિતી આપેલ છે. જેને અહીં ડિજિટાઇઝ કરવામાં આવી છે.) આ વિભાગની લિંક આ મુજબ છેઃ http://www.gujaratilexicon.com/gl-special/

GL Specialની મોબાઇલ ઍપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.

Android: https://play.google.com/store/apps/details?id=com.arnion.glspecial

Blackberry: http://appworld.blackberry.com/webstore/content/29971900

iPhone: https://itunes.apple.com/in/app/gujaratilexicon-special/id664580607

ચાલો સૌ સાથે મળીને આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આ માટે આપે ફક્ત આપના બ્લૉગ કે સાઇટ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન અને ભગવદ્ગોમંડલ વેબસાઇટની લિંક મૂકવાની રહેશે જે નીચે મુજબ છે.

ગુજરાતીલેક્સિકોન : http://www.gujaratilexicon.com

ભગવદ્ગોમંડલ : http://www.bhagwadgomandal.com

આપના અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલી શકો છો અથવા 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.

વંદે માતરમ્ ! જય હિંદ ! જય જય ગરવી ગુજરાત !

Arnion Technologies aims to leverage the emerging and contemporary technology innovations with its creative insights and ingenuity to create world-class awe-inspiring digital solutions for the customers.

Download Gujaratilexicon's