પ્રિય મિત્ર,

સાહિત્ય સમાજનું દર્પણ છે. પ્રત્યેક દેશની પોતાની એક આગવી ભાષા હોય છે. જેટલી ભાષા સમૃદ્ધ તેટલું તેનું સાહિત્ય સમૃદ્ધ. ભારત જેવા વિશાળ દેશમાં સદીઓથી અંગ્રેજોની ગુલામીના કારણે સાહિત્યમાં ઘણો મોટો ચઢાવ - ઉતાર જોવા મળતો હતો. દેશ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જવાથી દરેક ટુકડાઓની ભાષા અલગ અલગ થવા પામી. દેશની આઝાદી અપાવવાની તૈયારી વખતે એક સર્વમાન્ય ભાષાની જરૂર પડતાં ગાંધીજીએ સર્વસંમતિથી હિન્દી ભાષાને સંપર્ક ભાષા તરીકેનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવ દરેકે સ્વીકારતાં હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષાનું બિરૂદ આપવામાં આવ્યું; ત્યારથી તે આજ દિન સુધી ૧૪ મી સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે.

ભારત દેશની રાષ્ટ્રભાષા હિંદી સૌ ભારતવાસીઓ માટે ગૌરવવંતી અને આદરણીય છે. આજના ઐતિહાસિક દિને સૌ દેશવાસીઓ નિશ્ચય કરીએ કે રાષ્ટ્રભાષા હિંદીનું માન-સન્માન અને ગૌરવ વધે તેવા પ્રયાસો કરીશું.

જમ્બલ ફમ્બલઃ:

આપણે જાણીએ છીએ કે, રૂઢિપ્રયોગો અને કહેવતો એ ભાષાની સમૃદ્ધિ છે. કોઈ બાબતને આપણે લાંબા વાર્તાલાપ કે ઘણી સમજાવટ બાદ પણ ન સમજાવી શકીએ તે વાત ભાષાનો આ વિશિષ્ટ શબ્દપ્રયોગ માત્ર એકાદ વાક્ય કે બે-ત્રણ શબ્દસમૂહથી સમજાવી દે છે. સરળ અને સુગમ ભાષાવ્યવહારમાં તેમનો મોટો ફાળો છે. ગુજરાતીલેક્સિકોનમા કહેવત વિભાગમાં તે આપેલા છે અને આપ તેનો લાંબા સમયથી ઉપયોગ કરો છો. આપની રસ-રુચિ અને આનંદને ધ્યાનમાં લઈને અમે કહેવતો આધારિત એક સુંદર રમત જમ્બલ-ફમ્બલ તૈયાર કરેલ છે. જે ડેસ્કટોપ ઍપ્લિકેશનમાં આપ રમો છો. હવે આ જ રમત આપને મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા આપના મોબાઇલ ફોનમાં રમી શકાશે.

https://play.google.com/store/apps/details?id=com.arnion.cooldraganddrop&hl=en

આ રમતમાં આપ જાણો છો તેમ અંગ્રેજી અથવા ગુજરાતી ભાષા પસંદ કરવાની છે. તે પ્રમાણે આપને આપના પ્લેબૉર્ડ પર એક જમ્બલ –ફમ્બલ એટલે તે આડ-અવળા થઈ ગયેલા શબ્દોવાળી કહેવત દેખાશે. આ કહેવતના શબ્દોને તમારે ડ્રેગ અને ડ્રોપ દ્વારા બે મિનિટમાં યોગ્ય રીતે ગોઠવી દેવાના છે. આ કહેવત અને તેના કેટલાક શબ્દોનો અર્થ પણ તમે અહીંથી જાણી શકો છો અને સોશિયલ મીડિયા દ્વારા તમારા મિત્રો સાથે વહેંચી શકો છો. આ મોબાઇલ ઍપ્લિકેશનને અહીં આપેલ લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાશે.

આપ નવી તૈયાર થયેલ ગુજરાતીલેક્સિકોન વેબસાઇટ સાથે રજિસ્ટ્રેશન કરેલ નવા એકાઉન્ટ દ્વારા અથવા આપના ગૂગલ કે ફેસબુક એકાઉન્ટ દ્વારા જોડાઈને ગુજરાતીલેક્સિકોનની ઉપયોગિતાઓને મનભરીને માણતા હશો. આપનો રજિસ્ટ્રેશનમાં લાગતો માત્ર બે મિનિટનો સમય આપને ગુજરાતી ભાષા સાથે જોડાવાનો અદ્ભુત આનંદ અને અનુભવ કરાવશે.

ગુજરાતીલેક્સિકોન આપને વધુને વધુ ઉપયોગી બને તથા આપ સૌ તેની સાથે જોડાયેલા રહો તે માટેનો અમારો નમ્ર પ્રયાસ છે.

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.