પ્રિય મિત્રો,
ઈ.સ. 2013નું વર્ષ વિદાય લઈ ચૂક્યું છે અને 2014નું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે. હજી ચારેબાજુ નવા વર્ષના વધામણાં–સંદેશાનો ઘંટારવ સંભળાઈ રહ્યો છે. નવા વર્ષના આગમન સાથે, ચાલો આજે એક નજર પસાર થઈ ગયેલા 2013 પર કરીએ અને 2014માં ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ અને ઉચ્ચ સ્તર પર લઈ જવાનો સૌ સાથે મળી પ્રયત્ન કરીએ.

2013નું વર્ષ ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિકાકાની ચીર વિદાયને કારણે ભાષાપ્રેમીઓ માટે વસમું બન્યું. તેમણે માતૃભાષાના સંવર્ધન માટે કરેલાં કાર્યો થકી ગુજરાતીલેક્સિકોનનો જન્મ થયો અને આ માધ્યમથી તેઓ સદાય ભાષાપ્રેમીઓના મનમાં જીવંત રહેશે.

2013ના વર્ષની ઝાંખી :

ગુજરાતીલેક્સિકોનને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવામાં અમે આપના સાથ અને સહકારની અપેક્ષા રાખીએ છીએ. સાથે માતૃભાષા માટે કાર્ય કરવા ઇચ્છુક વ્યક્તિઓ માટે એક સોનેરી તકની અમે રજૂઆત કરી રહ્યા છીએ. રસ દાખવતી વ્યક્તિઓ નીચે દર્શાવેલા હોદ્દાઓ માટે યોગ્યતાના ધોરણે info@gujaratilexicon.com અથવા info@arniontechnologies.com પર અરજી કરી શકે છે.

વિગતવાર માહિતી માટે ગુજરાતીલેક્સિકોનના કેરિયર વિભાગની મુલાકાત લેવા નમ્ર વિનંતી.

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો, અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.

Download Gujaratilexicon's