પ્રિય મિત્ર,
૧લી મે એટલે ગુજરાત રાજ્ય સ્થાપના દિન. દરેક ગુજરાતી માટે ગૌરવશાળી દિવસ. આપણે સૌ ગુજરાતવાસીઓ ‘૧લી મે’ના દિવસને ‘ગુજરાત ગૌરવ દિન’ તરીકે ઊજવીએ છીએ. આપણું ‘ગુજરાત રાજ્ય’ સમગ્ર ભારત દેશમાં સૌથી વધુ પ્રગતિશીલ રાજ્ય ગણાય છે. દર વર્ષે ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યોનો શુભારંભ ‘૧લી મે’ના શુભ દિને થાય છે.

ગુજરાતી ભાષાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ‘ગુજરાતીલેક્સિકન’ વેબસાઇટ આજે વિશ્વભરમાં લોકપ્રિય બની છે. 3.૫ કરોડથી વધુ ચાહકો દ્વારા થયેલી તેની મુલાકાત આ સફળતાને સાબિત કરી આપે છે.

વિશેષ આનંદના સમાચાર એ છે કે તારીખ ‘૧લી મે’થી ‘૭મી મે’ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ભવ્ય રાષ્ટ્રિય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળા દ્વારા આપ ‘ગુજરાતીલેક્સિકન’ ટીમની મુલાકાત લઈ શકો છો. ગુજરાતીલેક્સિકનની વિવિધ પ્રવૃત્તિઓ અને લાક્ષણિકતાઓ વિશે આપને જણાવતાં અમને આનંદ થશે.

વિશેષત: ૧ લી મે, ૨૦૧૪ના ગુજરાત સ્થાપના દિનને વધાવતા ગુજરાતી શબ્દોની શબ્દરમત જે ગુજરાતીલેક્સિકન વેબસાઇટ ઉપર ‘વર્ડ મેચ’ના નામે પ્રચલિત છે તેની એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર આધારિત મોબાઇલ ઍપ્લિકેશન આપ સૌ ભાષાપ્રેમીઓ માટે રજૂ કરતાં અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ.

આ રમતમાં ચાર પેટાવિભાગો જેવા કે Same Words (સરખા શબ્દ), Opposites (વિરુદ્ધાર્થી) Guj-Eng (ગુજરાતી-અંગ્રેજી),Synonyms (સમાનાર્થી) નો સમાવેશ થાય છે. આ રમત રમવા માટે 20 બૉક્સમાં શબ્દો આપેલા હશે, એક શબ્દને બીજા શબ્દ સાથે સરખાવવા અનુમાન લગાવીને વિવિધ બૉક્સ પર ક્લિક કરવાની રહેશે. જેટલી ક્લિક સાથે તમારી રમત પૂર્ણ થશે તેટલી ક્લિક ‘તમારા પ્રયત્નો’ રૂપે દર્શાવવામાં આવશે.

આમ, ‘વર્ડ મેચ’ રમત રમતાં તમારે કયો શબ્દ કયા બૉક્સમાં છે તે પણ યાદ રાખવાનું છે, તો આ રમત દ્વારા આપ સૌનું શબ્દભંડોળ તો વધવાનું જ છે; પણ સાથે સાથે તમારી મગજશક્તિ (mind power) પણ મજબૂત થશે. ચાલો ત્યારે, સૌ પ્રથમ ઓનલાઇન ગુજરાતી ‘વર્ડ મેચ’ રમત તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો :

Link :https://play.google.com/store/apps/details?id=com.arnion.wordmatch

આપના અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલી શકો છો અથવા 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.

જય જય માતૃભાષા ગુજરાતી ! જય જય ગરવી ગુજરાત !
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત

Download Gujaratilexicon's