પ્રિય મિત્ર,

સાલ મુબારક.

વિક્રમ સંવત 2071 આપના અને આપના સમગ્ર કુટુંબ માટે ખુશીઓનો ભંડાર લાવે અને મંગળદાયી રહે તેવી અમારી હાર્દિક શુભ કામનાઓ છે. આવનારા નવા વર્ષમાં ગુજરાતીલેક્સિકન તેના પ્રિય વપરાશકારો માટે અવનવી સામગ્રીઓનો ખજાનો લાવવા કટિબદ્ધ છે. જેની શરૂઆત અમે શ્રી રતિલાલ ચંદરયા મેમોરિયલ ઍવૉર્ડ માટેની પ્રતિભાશોધ સ્પર્ધાથી કરી દીધી છે. આપ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. આ સ્પર્ધા બે વિભાગમાં છે – નિબંધલેખન અને નવલિકા – ટૂંકી વાર્તા – લેખન. સ્પર્ધામાં કૃતિ મોકલવાની આખરી તારીખ 30 નવેમ્બર, 2014 છે. સ્પર્ધા અંગેની વધુ વિગતો આપ અહીં આપેલી લિંક ઉપરથી મેળવી શકો છો : www.gujaratilexicon.com/contest

ગુજરાતીલેક્સિકન ઉપર પ્રેરણાદાયી સુવિચારોના વૉલપેપર પણ મૂકવામાં આવ્યા છે. આપ આ સુવિચારો આપના મિત્રો સાથે વહેંચી શકો છો તથા તેને પ્રિન્ટ કરી તમારા કાર્યસ્થાન પર લગાવી પણ શકો છો. સુવિચારના વૉલપેપર ડાઉનલોડ કરવા માટે અહીં આપેલી લિંક ઉપર ક્લિક કરો : www.gujaratilexicon.com/glwallpapers

આપ જો અવનવા સાહિત્યના વાંચનનો શોખ ધરાવતા હો તો આપના માટે પ્રસ્તુત છે જાણીતા લેખકો–કવિઓની અવનવી કૃતિઓ ઇ–બુક સ્વરૂપે. આપ અમારા ઇ–બુક વિભાગમાં જઈ ‘સન્ડે ઇમહેફિલ’ની વિવિધ ઇ–બુક વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકો છો. www.gujaratilexicon.com/ebooks

આપ અમારી નવા રૂપમાં તૈયાર થયેલી ગુજરાતીલેક્સિકોન વેબસાઇટ સાથે રજિસ્ટ્રેશન કરેલા નવા એકાઉન્ટ દ્વારા અથવા આપના ગૂગલ કે ફેસબુક એકાઉન્ટ દ્વારા જોડાઈને ગુજરાતીલેક્સિકનની ઉપયોગિતાઓને મન ભરીને માણતા હશો. રજિસ્ટ્રેશનમાં લાગતો માત્ર બે મિનિટનો આપનો સમય આપને ગુજરાતી ભાષા સાથે જોડાવાનો અદ્ભુત આનંદ અને અનુભવ કરાવશે.

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.