પ્રિય મિત્ર,

ગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનાર રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ – સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે. તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાતીલેક્સિકન પરિવાર તથા સૌ ભાષાપ્રેમીઓ ખૂબ જ આદર, સન્માન અને અહોભાવની ભાવના વહાવે છે. તેમના સ્મૃતિપર્વ નિમિત્તે ગુજરાતીલેક્સિકન કેટલીક પ્રસ્તુતિઓ આપની સમક્ષ રજૂ કરે છે :

સ્વાહિલીલેક્સિકનની રજૂઆત

સ્વાહિલી ભાષા આફ્રિકાના દક્ષિણ-પૂર્વીય ભાગના દેશો કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા, રવાન્ડા, બરુન્ડી, મોઝામ્બિક વગેરે દેશોમાં બોલાતી ભાષા છે. કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા અને કોંગો - આફ્રિકાસંઘના આ ચાર દેશોની અધિકૃત માન્ય ભાષા ગણાય છે. શરૂઆતનાં વર્ષોમાં આ ભાષા અમુક મર્યાદિત પ્રદેશમાં જ બોલાતી હતી પણ વૈશ્વિક ફેલાવાની સાથે સાથે ભાષાનો વ્યાપ પણ વધવા લાગ્યો છે.

જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશમાં બોલાતી ભાષા તે દેશની વ્યક્તિ માટે અનિવાર્ય ભાષા હોય છે. આજે સેંકડો વર્ષોથી ગુજરાતી પ્રજાનો પૂર્વ આફ્રિકાની ધરતી સાથે ઘનિષ્ટ સંબંધ છે. ધંધા-ઉદ્યોગ, નોકરી કે અન્ય કારણોસર સ્વાહિલી ભાષા બોલાતા પ્રદેશોમાં ઘણા ગુજરાતી લોકો વસ્યા છે અને તેમાંના ઘણા સ્વાહિલી ભાષા જાણે છે

સ્વાહિલી-ગુજરાતી, ગુજરાતી-સ્વાહિલી મુજબ ભાષાવ્યવહારમાં વપરાતા અગત્યના શબ્દો તથા વાક્યોની વેબસાઇટ અને મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા અહીં રજૂઆત કરવામાં આવી છે. આજે જ અહીં આપવામાં આવેલી લિંક વડે આ વેબસાઇટની મુલાકાત લો તથા તમારા એન્ડ્રોઇડ ફોનમાં આ ઍપ્લિકેશન ડાઉનલોડ કરો અને સ્વાહિલી ભાષાનો પરિચય કેળવવા માટે તૈયાર થઈ જાઓ.

વેબસાઇટ : http://www.swahililexicon.com/

મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક : https://play.google.com/store/apps/details?id=com.arnion.swahilidict

ગુજરાતીલેક્સિકન દ્વારા બે નવીન મોબાઇલ ઍપ્લિકેશનની રજૂઆત

સાર્થ જોડણીકોશ

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત સાર્થ જોડણીકોશ ગુજરાતી ભાષાનો સૌથી પ્રમાણભૂત જોડણીકોશ ગણાય છે. ગુજરાતી શબ્દોની સાચી જોડણી જોવા માટેનો આ પ્રમાણિત કોશ છે. 68467 શબ્દો ધરાવતો આ શબ્દકોશ ઘણો જ સમૃદ્ધ તથા ઉપયોગી છે. ગુજરાત વિદ્યાપીઠના સૌજન્યથી ગુજરાતીલેક્સિકન દ્વારા એન્ડ્રોઇડ પ્લૅટફૉર્મ પર કાર્યરત તેની મોબાઇલ ઍપ્લિકેશનની રજૂઆત આપની સમક્ષ થઈ રહી છે. ગુજરાતી ભાષાના અભ્યાસ, સંશોધન અને લેખન વગેરે સંદર્ભે મોબાઇલના માધ્યમથી આ ઍપ્લિકેશન આપને ખૂબ ઉપયોગી બનશે.

મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક : https://play.google.com/store/apps/details?id=com.arnion.sarthdict

કૅમેરા ઍપ્લિકેશન:

ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા શીખવી સરળ બની જશે.

મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક : https://play.google.com/store/apps/details?id=com.arnion.glcamera

સુવિચાર વૉલપેપર :

ગુજરાતીલેક્સિકન વેબસાઇટ પર હવે તમે વિવિધ પ્રેરણાદાયી વિષયો અને મહાનુભાવોના પ્રેરક જીવનમાંથી ‘વીણેલાં મોતી’ જેવા સુવિચારોના આકર્ષક વૉલપેપર મેળવી શકો છો. આ વૉલપેપર તમે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને વિવિધ સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો.

મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક : http://www.gujaratilexicon.com/glwallpapers

આ ઉપરાંત, ગુજરાતીલેક્સિકોને પોતાની એક નવીન પ્રસ્તુતિ આપ સમક્ષ રજૂ કરેલ છે. જેનું નામ છે – GL ગોષ્ઠિ. જે અંતર્ગત વિવિધ ક્ષેત્રો જેવાં કે - ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, ફિલ્મજગત, રમતગમત, રાજકારણ વગેરે ક્ષેત્રમાં પ્રસિદ્ધિ પામેલ વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા દ્વારા કે વ્યક્તિગત મુલાકાત દ્વારા તેમનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરતા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે.

આ દરેક મહાનુભાવો પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા છે તથા અનેકગણી નામના અને પ્રસિદ્ધિ પામ્યા બાદ પણ પોતાની માતૃભાષાને ભૂલ્યા નથી. પોતાના વ્યાવસાયિક તથા કૌટુંબિક જીવનમાં ખૂબ જ વ્યસ્ત રહેવા છતાં ગુજરાતી ભાષા સાથેનું તેમનું જોડાણ સ્નેહસભર છે. તેમની ગુજરાતી ભાષા પ્રત્યેની લાગણી અને પ્રેમ અકબંધ છે; તે વાત આ મુલાકાત દ્વારા પ્રદર્શિત થઈ શકે છે તથા તેમના ચાહકો સુધી પહોંચાડી શકાશે. તો ચાલો તેમને મળીએ આપેલી લિંકને ફોલો કરીને.
www.gujaratilexicon.com/glgoshthi

ગુજરાતીલેક્સિકોનની ખૂબ જ જાણીતી બનેલી ગુજરાતી પોપ-અપ ડિક્શનરી હવે આપ આપના આઇફોનમાં પણ ડાઉનલોડ કરી શકો છો.આઇફોન ઍપ્લિકેશનનું નામ છે : અંગ્રેજી – ગુજરાતી લેક્સિકોન. તેની વિશેષતાઓ આ મુજબ છેઃ ગુજરાતી-અંગ્રેજી અને અંગ્રેજી-ગુજરાતી શબ્દોનો સમાવેશ. ઑફલાઇન ઍપ્લિકેશન, ઇનબિલ્ટ સર્ચ બૉક્સ, ગુજરાતી સપૉર્ટ, ઑટો સજેસ્ટ શબ્દોની સુવિધા, ઍપ્લિકેશનની બહાર નીકળ્યા વિના ગુજરાતી શબ્દનો અગ્રેજી અર્થ અને અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ જાણી શકાય છે.
https://itunes.apple.com/in/app/english-gujarati-lexicon/id892771958?mt=8

ગુજરાતીલેક્સિકોનનો નવો અવતાર એટલે કે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની નવા રૂપ-રંગ સાથેની રજૂઆત અને વધુ ઉપયોગિતાસભર પ્રસ્તુતિ આપને જરૂર ગમી હશે. કેટલીક નવી વિશેષતાઓ ઉમેરવા જતાં ક્યાંક કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો અમને જરૂર જણાવશો અમે ત્વરિત તેને સુધારી લઈશું. તેનો ઉપયોગ કરવામાં આપને જ્યાં પણ અડચણ કે તકલીફ જણાય તો અમારો તરત સંપર્ક કરશો. ગુજરાતીલેક્સિકોન વેબસાઇટ ઉપર વારંવાર પૂછાતા પ્રશ્નોની એક મદદ માર્ગદર્શિકા આપવામાં આવેલી છે. આપ તેની મદદ વડે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. મદદ માર્ગદર્શિકા ખોલવા માટે અહીં આપેલી લિંક ઉપર ક્લિક કરો.
www.gujaratilexicon.com/upload/helpfiles/GL_FAQs.pdf

આશા છે આપ સૌને અમારી દિવાળીની આ ધમાકેદાર રજૂઆત પસંદ આવશે.

ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.