પ્રિય મિત્ર,

ગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર શ્રી રતિલાલ ચંદરયા(રતિકાકા)ની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનારા રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ – સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે. ગુજરાતી ભાષા પ્રેમીઓને જ્ઞાનનો ખજાનો આપનાર રતિકાકાની સ્મૃતિમાં ‘શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા’નું આયોજન કરવામાં આવ્યું. તેમના સ્મૃતિપર્વ નિમિત્તે ગુજરાતીલેક્સિકન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રચાર–પ્રસાર તથા ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી સર્જકોને બિરદાવવા માટે બે પ્રકારની પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 13 જાન્યુઆરી 2015, મંગળવારના રોજ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ મુકામે ગુજરાતીલેક્સિકન અને ચંદરયા પરિવાર દ્વારા ‘શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2006માં મુંબઈ મુકામે તા. 13 જાન્યુઆરીના જ દિવસે જાહેર લોકાર્પણ પામેલ ગુજરાતીલેક્સિકન તેની સ્થાપનાના 9 વર્ષ પૂર્ણ કરી દસમાં વર્ષમાં પ્રવેશ કરે છે.

  • પ્રતિભાશોધ સ્પર્ધા
  • નવલિકા (ટૂંકી વાર્તા)

આ સ્પર્ધામાં અમોને કુલ 138 કૃતિઓ મળેલ છે જે અંતર્ગત નિબંધ વિભાગમાં 59 અને ટૂંકી વાર્તા વિભાગમાં 79 કૃતિઓ મળેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ ગુજરાતીલેક્સિકન પરિવાર સહુ સ્પર્ધકોનો આભાર માને છે. આ સ્પર્ધાના પરિણામ નીચે મુજબ છે.

નિબંધલેખન સ્પર્ધા :

  • પ્રથમ પારિતોષિક વિજેતા: યશવંતભાઈ ઠક્કર (ચાલો ભાષાનું ગૌરવ વધારીએ)
  • દ્વિતીય પારિતોષિક વિજેતા: દર્શાબહેન કિકાણી (આપણી ભાષા આપણી સંસ્કૃતિ)

ટૂંકી વાર્તા સ્પર્ધા :

  • પ્રથમ પારિતોષિક વિજેતા: દશરથભાઈ પરમાર (ખરા બપોરનો ચોર)
  • દ્વિતીય પારિતોષિક વિજેતા: નીતાબહેન જોશી (ડચૂરો)

સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકોને પારિતોષિકથી નવાજીને તેમના લેખન સ્વરૂપે વ્યક્ત થયેલા સાહિત્યપ્રેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.

તા. 13 જાન્યુઆરીના દિવસે ગુજરાતીલેક્સિકનના દ્વારા રતિકાકાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે વિવિધ એન્ડ્રોઇડ મોબાઇલ ઍપ્લિકેશન, વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લેટ્સ લર્ન ગુજરાતી વેબસાઇટ (www.letslearngujarati.com ):

ગુજરાતી ભાષાનો પાયાથી પરિચય કરાવતી અને કોઈ પણ વ્યક્તિને ગુજરાતી ભાષા શીખવામાં મદદરૂપ અને ઉપયોગી વેબસાઇટ

જીએલ કમ્યુનિટી(www.gujaratilexicon.com/glcommunity ):

આપની અંદર રહેલા કવિ, લેખક, વાર્તાકારને પોતાની કૃતિ દુનિયા સમક્ષ રજૂ કરવાનું એક માધ્યમ પૂરું પાડતી રચના એટલે જીએલ કમ્યુનિટી. આપની પ્રકાશિત થયેલી અથવા પ્રકાશિત ન થયેલી કાવ્યરચનાઓ, વાર્તાઓ, રમૂજી ટૂચકાઓ, ગીતો-ગઝલો, લેખો, અન્ય કોઈ પણ માહિતીને અહીં પ્રકાશિત કરી આપના મિત્રવર્તુળ સાથે વહેંચી શકો છો.

જીએલ ગોષ્ઠિ એપ (https://play.google.com/store/apps/details?id=com.arnion.glgoshthi):

ખ્યાતનામ વ્યક્તિઓના પોતાની માતૃભાષા અંગેના વિચારો એક મુલાકાત સ્વરૂપે અને ઓફલાઇન મોબાઇલ ઍપ્લિકેશન સ્વરૂપે

જનરલ નોલેજ ક્વિઝ (સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની રમત) (https://play.google.com/store/apps/details?id=com.arnion.gk):

રમત રમતાં રમતાં વ્યક્તિનું સામાન્ય જ્ઞાન વધારતા પ્રશ્નોની એક રમત – ઓફલાઇન મોબાઇલ ઍપ્લિકેશન સ્વરૂપે

જૈન શબ્દકોશ (https://play.google.com/store/apps/details?id=com.arnion.jaindict):

જૈન ધર્મના શબ્દો અને તેના અર્થને રજૂ કરતો શબ્દકોશ – ઓફલાઇન મોબાઇલ ઍપ્લિકેશન સ્વરૂપે

ગુજરાતીલેક્સિકન અને તેને સંલગ્ન અન્ય વેબસાઇટ તથા વિવિધ મોબાઇલ ઍપ્લિકેશનની માહિતી આપ ગુજરાતીલેક્સિકનની વેબસાઇટ ઉપરથી મેળવી શકો છો.

ગુજરાતીલેક્સિકન અંગેની વધુ માહિતી આપ અમને info@gujaratilexicon.com ઉપર મેલ કરીને પણ જાણી શકો છો.