પ્રિય મિત્ર,

ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાના જીવનનું સર્વોત્કૃષ્ટ ધ્યેય માનનાર હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાનો પુણ્યતિથિ દિવસ એટલે 13 ઑક્ટોબર. આ દિને ચિરવિદાય લેનારા ભાષાવીર રતિકાકા ગુજરાતીલેક્સિકન દ્વારા ભાષાપ્રેમીઓના અંતરમાં ચિરંજીવી રહેશે. તેમની દ્વિતીય પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાતીલેક્સિકન પરિવાર તથા સમગ્ર ભાષાપ્રેમી જનતા ખૂબ જ આદર, સન્માન અને અહોભાવની લાગણી પ્રગટાવે છે. તેમનાં અમૂલ્ય સેવાકાર્યોનાં ગુણગાન ગવાય તેટલાં ઓછાં છે. તેમની ભાષાસેવાને ભાવાંજલિરૂપે દ્વિતીય સ્મૃતિસભાનું આયોજન ઑક્ટોબર માસમાં યોજવામાં આવ્યું છે. (કાર્યક્રમ સંબંધિત અન્ય વિગતો ટૂંક સમયમાં આપ સૌને જણાવવામાં આવશે.) આપ સૌને અમારા આ કાર્યક્રમમાં જોડાવાનું હૃદયપૂર્વકનું આમંત્રણ છે.

ગુજરાતીલેક્સિકન મોબાઇલ ઍપ્લિકેશન

ગુજરાતીલેક્સિકન સ્રોત વેબસાઇટ ઉપરાંત ઍન્ડ્રોઇડ, આઇફોન, બ્લેકબેરી, વિન્ડોઝ પ્લેટફોર્મ પર 20 જેટલી વિવિધ ઍપ્લિકેશનના માધ્યમ દ્વારા ઉપલબ્ધ છે. આઇફોન પ્લેટફોર્મ ઉપર કાર્યરત વિવિધ મોબાઇલ ઍપ્લિકેશનમાંથી ડિક્શનરીની ઍપ્લિકેશન ઓનલાઇન અને ઑફલાઇન એમ બન્ને સ્વરૂપે મેળવી શકાય છે. જેમાં અંગ્રેજી – ગુજરાતી, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશો ઑફલાઇન ઍપ્લિકેશન દ્વારા મેળવી શકાય છે. જો આપ આઇફોન વાપરતા હો તો આજે જ આ ઉપયોગી ઍપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારી આ નિઃશુલ્ક સેવાનો લાભ લો તથા આપના અભિપ્રાયો અમને જણાવો.

ઓનલાઇન ઍપ્લિકેશન લિંક :

https://itunes.apple.com/us/app/gujaratilexicon-dictionary/id663856148?mt=8

ઑફલાઇન ઍપ્લિકેશન લિંક :

https://itunes.apple.com/us/app/english-gujarati-lexicon/id892771958?mt=8

ગુજરાતીલેક્સિકન સાથે વિવિધ સોશિયલ મીડિયા દ્વારા જોડાઓ

ગુજરાતીલેક્સિકન વિવિધ સોશિયલ મીડિયા ફેસબુક, ગૂગલ પ્લસ, ટ્વિટર, લિંક્ડ ઇન, યૂ-ટ્યૂબ વગેરે સાથે સંકળાયેલ છે. આપ ગુજરાતીલેક્સિકનની વિવિધ રજૂઆતો, આગામી પ્રકલ્પો, અપડેટ વગેરે માહિતી આ સોશિયલ મીડિયા દ્વારા મેળવી શકો છો અને અમારા રોજ-બરોજના કાર્ય વિશે માહિતગાર રહી શકો છો. આ ઉપરાંત આપ આપના મિત્રો તથા સંબંધિત વ્યક્તિઓ સાથે તે વહેંચી શકો છો. જેનાથી તેઓ ગુજરાતીલેક્સિકનની વિવિધ પ્રસ્તુતિઓથી માહિતગાર રહીને તેનો સવિશેષ ઉપયોગ કરી શકે છે. ચાલો, આજે જ ગુજરાતીલેક્સિકન સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઓ.

ફેસબુક : https://www.facebook.com/gujaratilexicon

ટ્વિટર : https://twitter.com/gujaratilexicon

લિંક્ડ ઇન : https://www.linkedin.com/profile/view?id=244110699&trk=nav_responsive_tab_profile

ગૂગલ પ્લસ : https://plus.google.com/+GujaratiLexiconWeb/posts

યૂ-ટ્યૂબ : યૂ-ટ્યૂબ : https://www.youtube.com/c/GujaratiLexiconWeb

આપના અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon ઉપર મોકલી શકો છો અથવા 079 - 400 49 325 ઉપર અમારો સંપર્ક કરી શકો છો.

જય ગરવી ગુજરાત !