પ્રિય મિત્ર,

1 મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે 1થી 7 મે દરમિયાન અમદાવાદ ખાતે ભવ્ય રાષ્ટ્રિય પુસ્તકમેળાનું આયોજન થયું. તેમાં આપ ગુજરાતીલેક્સિકનના 150 નંબરના સ્ટોલ પર પધાર્યા. અમારી વિવિધ નૂતન પ્રસ્તુતિઓ વિશે માહિતી મેળવી અને તેના ઉપયોગ દ્વારા ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસારમાં મળેલા આપના યોગદાન બદલ ખૂબ ખૂબ આભાર. આપ ચોક્કસ તેનો વધુમાં વધુ ઉપયોગ કરશો અને મિત્રવર્તુળ તથા સગાં-સ્નેહીજનોમાં પણ તેનો પ્રચાર કરશો તેવા હેતુસર પુનઃ એક વાર વિવિધ રજૂઆતો વિશે જાણી લઈએ.

ઍક્સ્પ્લોર ગુજરાત - ગુજરાતને જાણો અને માણો

ગુજરાતીલેક્સિકન દ્વારા ‘ઍક્સ્પ્લોર ગુજરાત’ની સેવા શરૂ કરવામાં આવી છે. હાલમાં પ્રથમ તબક્કે આપ ગુજરાત વિશેની, ગુજરાતી પુસ્તકો વિશેની તથા ગુજરાતી ફિલ્મ અને નાટક વિશેની માહિતી મેળવી શકશો અને તે પણ ગુજરાતીમાં. સમયાંતરે આ બધી માહિતી અંગ્રેજી ભાષામાં પણ મેળવી શકાશે : : www.gujaratilexicon.com/explore-gujarat

ટાઇપિંગ માસ્ટર

ટાઇપિંગ માસ્ટર’ સેવા આપને ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ટાઇપિંગ ઝડપથી તથા ચોકસાઈપૂર્વક કરતાં શીખવશે. આની મદદથી આપ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં ટાઇપ કરતાં શીખી શકશો તથા તમારી ટાઇપની ઝડપ, ચોકસાઈ વગેરેની ચકાસણી કરી શકશો. આપના ટાઇપિંગ કૌશલ્યને ખીલવો – અમારી આ લિંકને અનુસરીને www.gujaratilexicon.com/typing

ગુજરાતી ભાષા પાયાથી શીખવતી મોબાઇલ ઍપ્લિકેશન – LLG

ગુજરાતી ભાષાનાં સ્વર, વ્યંજન, સંખ્યાઓ, શબ્દભંડોળ વગેરે પાયાગત બાબતોનો પરિચય કરાવતી અને શીખવતી મોબાઇલ ઍપ્લિકેશન Let's Learn Gujarati. અહીં રજૂઆત સચિત્ર, દૃશ્ય–શ્રાવ્ય અને વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવેલ છે. આજે જ ઍન્ડ્રોઇડ પ્લૅટફૉર્મ ઉપર કાર્યરત અમારી આ ઍપ્લિકેશન, સાથેનીં લિંક દ્વારા ડાઉનલોડ કરો અને સરળતાથી ગુજરાતી ભાષા શીખો
https://play.google.com/store/apps/details?id=com.arnion.letslearngujarati

શબ્દકોશ અને સુવિચારોની મોબાઇલ ઍપ્લિકેશન

વિન્ડોઝ શબ્દકોશ ઍપ્લિકેશનમાં આપ હવે અંગ્રેજી–ગુજરાતી શબ્દકોશ ઉપરાંત ગુજરાતી–અંગ્રેજી અને ગુજરાતી–ગુજરાતી શબ્દકોશ વિના મૂલ્યે મેળવી શકો છો :
http://www.windowsphone.com/en-in/store/app/shabdakosh-gujaratilexicon/73c2fdd2-936c-4726-ae3b-e6e53ef182be

ઉપરાંત પ્રેરણાદાયી સુવિચારોની એક નવી ઍપ્લિકેશન પણ આપ ડાઉનલોડ કરી શકો છો :
http://www.windowsphone.com/s?appid=e85b6d22-9505-4041-872d-34b7a5689ae5

લોકકોશનો નવો અવતાર

ભાષાપ્રેમી લોકોના સહયોગથી કાર્યરત થયેલો ડિજિટલ શબ્દકોશ એટલે લોકકોશ. લોકકોશના કલેવરમાં ફેરફાર કરી આજે લોકો સમક્ષ તેને રજૂ કરવામાં આવેલ છે :
lokkosh.gujaratilexicon.com

આપના અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.

જય જય ગરવી ગુજરાત !