પ્રિય મિત્ર,

તા 10 ઑક્ટોબર 2015, શનિવારના રોજ ગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર માતૃભાષાના ભેખધારી રતિલાલ ચંદરયાની સ્મૃતિમાં ‘ગુજરાતની અસ્મિતા’ કાર્યક્રમનું વિશ્વકોશ ભવન, ઉસ્માનપુરા, અમદાવાદ ખાતે સાંજે 4.30 થી 7.૦0 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી ભાષાના ખ્યાતનામ સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈ તથા સિતાંશુ યશશ્ચંદ્રના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયેલ છે.

આ કાર્યક્રમ અન્વયે ગુજરાતી ભાષામાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરતાં વિવિધ યુનિવર્સિટીઓના આઠ જેટલા વિદ્યાર્થીઓને
‘શ્રી રતિલાલ ચંદરયા ગુજરાતીલેક્સિકન સ્કોલરશિપ’ એનાયત કરવામાં આવશે.

આ ઉપરાંત ભારત બહાર રહી માતૃભાષાનો પ્રચાર – પ્રસાર કરનાર શ્રી વિપુલ કલ્યાણી દ્વારા સંચાલિત ડિજિટલ ઑપિનિયન મેગેઝિનનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે.

આપના આગમનની આગોતરી જાણ અમને info@gujaratilexicon ઉપર અથવા  079 - 400 49 325 અમારો સંપર્ક કરી શકો છો.

જય ગરવી ગુજરાત !