પ્રિય મિત્ર,

માતૃભાષા ગુજરાતીના અનન્ય ચાહક અને ગુજરાતીલેક્સિકનના વિવિધ અને વિશાળ શબ્દકોશના પ્રણેતા શ્રી રતિલાલ ચંદરયાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમે ‘ગુજરાતની અસ્મિતા’નામના કાર્યક્રમનું આયોજન કર્યું છે. પ્રત્યેક ગુજરાતી ભાષી વ્યક્તિઓ સુધી તેમની માતૃભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને વારસાને પહોંચાડવા માટે શ્રી રતિભાઈ ચંદરયા એ અથાગ પ્રયત્ન કર્યો અને એમનો હેતુ આપણા આ સમગ્ર સાહિત્ય વારસાને આવતી પેઢીને આપવાનો હતો. તે સંદર્ભમાં યોજેલ કાર્યક્રમની વિગતો આ પ્રમાણે છે :

માતૃભાષાના ભેખધારી રતિલાલ ચંદરયાની સ્મૃતિમાં આયોજિત ‘ગુજરાતની અસ્મિતા’ કાર્યક્રમ

તારીખ : 10 ઑક્ટોબર 2015, શનિવાર
સમય : સાંજે 5.00 વાગ્યે
સ્થળ : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશ પાર્કની બાજુમાં, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા,અમદાવાદ

મુખ્ય વક્તા : શ્રી સિતાંશુભાઈ યશશ્ચન્દ્ર

(કવિ, નાટ્યકાર, વિવેચક, ફાબર્સ ગુજરાતી સભા સામાયિકના સંપાદક, કાવ્યસંગ્રહ ‘જટાયુ’ માટે કેન્દ્રિય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મેળવનાર અને ગુજરાતી સાહિત્યમાં ચહુદિશ ગુંજતું બહુમુખી પ્રતિભાવાન વ્યક્તિત્વ એટલે સિતાંશુભાઈ. સિતાંશુભાઈને બોલતાં સાંભળવા એ એક અવસર જેવું છે અને આ અવસરને માણવા અમે આપને આમંત્રણ આપીએ છીએ)

ગઅતિથિ વિશેષ : શ્રી કુમારપાળ દેસાઈ

(સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં ક્ષેત્રોમાં બહુમૂલ્ય પ્રદાન, ઉપરાંત ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી જાણીતી કોલમ ઈંટ અને ઇમારત વગેરેના લેખક, ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ, વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કુમારપાળ દેસાઈ શ્રી રતિલાલ ચંદરયાના વ્યક્તિત્વ અને ભાષાપ્રેમ વિશે વક્તવ્ય આપશે)

ગુજરાતની અસ્મિતા – ભાષા, સાહિત્ય, કલા, સંસ્કૃતિને આવતી પેઢી સુધી પહોંચાડવાની શ્રી રતિલાલ ચંદરયાની ભાવનાને સાર્થક કરવનો આ એક નાનકડો પ્રયાસ છે. આ કાર્યક્રમ માણવા દરેક ભાષાપ્રેમીને અમારું સ્નેહભર્યું આમંત્રણ છે.

સવિશેષ નોંધ :

તા. 24 ઓગષ્ટ, કવિ નર્મદનો જન્મ દિવસ છે અને તેમની યાદમાં આ દિવસ ‘ગુજરાતી વિશ્વ ભાષા દિવસ’ તરીકે ઉજવાય છે. આ દિવસે ગુજરાતીલેક્સિકન તરફથી ગુજરાતી ભાષા પ્રેમીઓ માટે બે નવીન મોબાઇલ ઍપ્લિકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું જેની વિગતો નીચે મુજબ છે.

(1) વર્ડ સર્ચ ગુજરાતી :
ઍન્ડ્રોઇડ પ્લેટફૉર્મ ઉપર કાર્યરત ગુજરાતી ભાષાની સર્વ પ્રથમ શબ્દ રમત એટલે વર્ડ સર્ચ ગુજરાતી. આ ઍપ્લિકેશનની મદદથી તમે ગુજરાતી ભાષાના શબ્દો રમત રમતાં રમતાં શીખી શકો છો અંગ્રેજી વર્ડ સર્ચ રમત જેવી મજા હવે તમે ગુજરાતી વર્ડ સર્ચ રમતમાં મેળવી શકો છો. રમત નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
https://play.google.com/store/apps/details?id=com.arnion.wordsearchgujarati

(2) ગુજરાતી ફોન્ટ રીડર :
જો તમારો ફોન તમારી માતૃભાષા ગુજરાતી સપોર્ટ ના ધરાવતો હોય અને તમને આવાતાં ગુજરાતી સંદેશા તમે ના વાંચી શકતા હોવ તો હવે આનંદો... કેમકે ગુજરાતી ફોન્ટ રીડર ઍપ્લિકેશનની મદદથી તમે તમારા ફોનમાં આવતાં ગુજરાતી સંદેશા વાંચી શકો છો એ પણ ઍપ્લિકેશનની બહાર નીકળ્યા વગર. આજે જ આ ઍપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ વાતની ખાતરી કરો
https://play.google.com/store/apps/details?id=com.arnion.gujaratisupport

આપના આગમનની આગોતરી જાણકારી અમને info@gujaratilexicon.comઉપર અથવા 079-4004 9325ઉપર કરવા નમ્ર વિનંતી.

અમને આશા છે ભાષા સેવાના આ કાર્યમાં આપ અમને આપનો સંપૂર્ણ સાથ-સહકાર આપશો. આ અંગે આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ
079-4004 9325 સંપર્ક કરી શકો છો.