પ્રિય મિત્ર,

જુલાઈ 2014થી પ્રાયોગિક ધોરણે ગુજરાતીલેક્સિકન વેબસાઇટમાં લોગ ઇન સુવિધા દાખલ કરવામાં આવી હતી. ગુજરાતીલેક્સિકનમાં આવેલા આ મહત્ત્વના ફેરફારને આપે સ્વીકાર્યો અને અમને આપનો સાથ સહકાર આપ્યો તે બદલ અમે આપના આભારી છીએ.

ગુજરાતીલેક્સિકનના ચાહકો માટે એક આનંદના સમાચાર છે કે ગુજરાતીલેક્સિકન ઉપર કોઈ પણ શબ્દનો અર્થ શોધવા માટે હવે લોગ ઇન કરવું જરૂરી નથી. હવે આપ લોગ ઇન કર્યા વિના સરળતાથી શબ્દનો અર્થ શોધી શકશો. જ્યારે અન્ય કેટલાક વિભાગો માટે લોગ ઇન કરવું જરૂરી રહેશે.

આશા છે ગુજરાતીલેક્સિકનમાં અપાયેલી આ સુવિધા આપને ઉપયોગી સાબિત થશે.

તાજેતરમાં ૧૩ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતીલેક્સિકનની કેટલીક વિશેષ પ્રસ્તુતિઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણની માહિતી નીચે મુજબ છે :

Let's Learn Gujarati

ગુજરાતી ભાષાનો પાયાથી પરિચય કરાવતી આ વેબસાઇટ ઉપર સ્વર, વ્યંજન, આંકડા વગેરે માહિતી સચિત્ર અને ઓડિયો સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. ઉત્તરોઉત્તર અન્ય પાઠોનો પણ તેમાં સમાવેશ થતો રહેશે. http://www.letslearngujarati.com/

GL community

જો આપ આપની સ્વરચિત અથવા આપને ગમતી અન્યની કોઈ પણ રચના – વાર્તા, ટૂચકા, લેખ, કવિતા કે કોઈ પણ અન્ય માહિતી પ્રકાશિત કરવાની મહેચ્છા ધરાવતા હો તો ગુજરાતીલેક્સિકન આપના માટે રજૂ કરે છે એક અનોખું પ્લૅટફૉર્મ : http://www.gujaratilexicon.com/glcommunity

તા. 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવાતા વિશ્વ માતૃભાષા દિવસનો શુભેચ્છા–સંદેશ આપ આ પ્લૅટફૉર્મ ઉપર રજૂ કરી આપના મિત્રો સાથે વહેંચી શકો છો.

GK Quiz

ગુજરાતીલેક્સિકનની આ ઑફલાઇન એન્ડ્રોઇડ મોબાઇલ ઍપ્લિકેશન છે. જિજ્ઞાસા પ્રેરતી તથા સામાન્ય જ્ઞાન (જનરલ નૉલેજ) વધારતી રસપ્રદ રમત જે આપના જ્ઞાનમાં ગમ્મત દ્વારા વધારો કરે છે : https://play.google.com/store/apps/details?id=com.arnion.gk

ગુજરાતીલેક્સિકોન આપને વધુ ને વધુ ઉપયોગી બને તથા આપ સૌ તેની સાથે જોડાયેલાં રહો તે માટેનો અમારો આ નમ્ર પ્રયાસ છે. આપના ગુજરાતીલેક્સિકોન સંબંધિત પ્રતિભાવો, વિચારો, પ્રશ્નો, સમસ્યાઓ વગેરે બાબતે ગુજરાતીલેક્સિકોન ટીમને ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.