પ્રિય મિત્ર,

રંગોના તહેવાર હોળીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. આપના જીવનમાં હોળીના રંગોની જેમ ખુશાલીઓ અને આનંદ-ઉલ્લાસના રંગો પથરાય તેવી શુભેચ્છા અમે વ્યક્ત કરીએ છીએ. આ પર્વ ઉપર આપ અબીલ-ગુલાલ સાથે વિવિધ શબ્દરંગોથી રંગાઓ અને ભાષાશબ્દરંગોત્સવ ઊજવો તેવી અભિલાષા કેમ કે હવે શબ્દરંગોથી રંગાવા માટે ગુજરાતીલેક્સિકનમાં લોગ ઇન કરવાની જરૂર નથી.

માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વકક્ષાએ દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરી ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે પણ સમગ્ર ગુજરાતમાં ઠેકઠેકાણે વિવિધ રીતે માતૃભાષા દિવસની ઉજવણી થઈ. ગુજરાતીલેક્સિકન દ્વારા વિશ્વ માતૃભાષા દિન ઉજવણી નિમિત્તે અમદાવાદની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતી ભાષાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આના અનુસંધાને અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજ, ગવર્ન્મેન્ટ પોલિટૅકનિકલ કૉલેજ, વિશ્વકર્મા ગવર્ન્મેન્ટ એન્જિનિયરિંગ કૉલેજમાં નિબંધસ્પર્ધા, વક્તૃત્વસ્પર્ધા વગેરે ભાષા-ઉત્સવના કાર્યક્રમો યોજાયા અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને આવકાર્યો.

ગુજરાતીલેક્સિકન દ્વારા તેના વપરાશકર્તાઓને અવનવી મોબાઇલ ઍપ્લિકેશન અને વેબસાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ચાલો, આવી જ કેટલીક વેબસાઇટ અને મોબાઇલ ઍપ્લિકેશનની માહિતી મેળવીએ.

Camera app

આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવા આપે ઍપ્લિકેશનમાં આપેલા કૅમેરાની મદદથી કોઈ પણ અંગ્રેજી લખાણનો ફોટો પાડી તેને સ્કેન કરવો જેથી આ ઍપ્લિકેશન તે શબ્દનો ગુજરાતી અર્થ આપને બતાવશે. વ્યવહારુ તથા વ્યાવસાયિક કાર્યોમાં ભાષાના કારણે ઊભી થતી મુશ્કેલી આ ઍપ્લિકેશન દ્વારા ટાળી શકાશે. ગુજરાતીલેક્સિકનનની વિશિષ્ટ મોબાઇલ ઍપ્લિકેશન ઘણી ઉપયોગી પૂરવાર થઈ રહી છે. આપ પણ આજે જ તેનો અનુભવ કરો. https://play.google.com/store/apps/details?id=com.arnion.glcamera

Let's Learn Gujarati

ગુજરાતી ભાષાનો પાયાથી પરિચય કરાવતી આ વેબસાઇટની મુલાકાત અચૂક લેજો. તેના ઉપર સ્વર, વ્યંજન, આંકડા વગેરે માહિતી સચિત્ર અને ઑડિયો સ્વરૂપે રજૂ કરવામાં આવી છે.
http://letslearngujarati.com/

ગુજરાતીલેક્સિકન આપને વધુ ને વધુ ઉપયોગી બને તથા આપ સૌ તેની સાથે જોડાયેલા રહો તે માટેનો અમારો નમ્ર પ્રયાસ છે.આપના ગુજરાતીલેક્સિકોન સંબંધિત પ્રતિભાવો, વિચારો, પ્રશ્નો, સમસ્યાઓ વગેરે બાબતે ગુજરાતીલેક્સિકોન ટીમને ગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેલ કરી સંપર્ક સાધી શકો છો અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.