પ્રિય મિત્ર,

હિંદુ કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની શરૂઆત કારતક માસથી થાય છે જે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઑક્ટોબર કે નવેમ્બર માસ ગણાય. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બર વર્ષનો આખરી માસ ગણાય છે અને જાન્યુ આરીમાં નવા વર્ષની જોરશોરથી દુનિયાભરમાં ઉજવણી થાય છે. આમ ભારતમાં ઑક્ટોબરથી ડિસેમ્બર સુધી એક ઉત્સવનું વાતાવરણ જોવા મળે છે. ગુજરાતીલેક્સિકન પરિવાર સૌ મિત્રોને આ ઉત્સવની ઉજવણીના અભિનંદન પાઠવે છે.

મિત્રો, વિશ્વ ગુજરાતી ભાષા દિવસે ગુજરાતીલેક્સિકન દ્વારા રજૂ કરાયેલ ગુજરાતી ફોન્ટ રીડર નામની ઍપ્લિકેશન તેની રજૂઆતના ત્રણ માસની અંદર 4000 કરતાં વધુ ડાઉનલોડ મેળવેલ છે જે માટે અમે સૌ ભાષા પ્રેમીઓના આભારી છીએ.
https://play.google.com/store/apps/details?id=com.arnion.gujaratisupport

ગુજરાતીલેક્સિકન ઉપર પ્રેરણાદાયી સુવિચારોના વૉલપેપર પણ મૂકવામાં આવ્યા છે. આ સુવિચારોના વૉલપેપર ડાઉનલોડ કરવા માટે અહીં આપેલી લિંક ઉપર ક્લિક કરો
www.gujaratilexicon.com/glwallpapers

આપ જો અવનવા સાહિત્યના વાંચનનો શોખ ધરાવતા હો તો આપના માટે પ્રસ્તુત છે જાણીતા લેખકો–કવિઓની અવનવી કૃતિઓ ઇ–બુક સ્વરૂપે. આપ અમારા ઇ–બુક વિભાગમાં જઈ ‘સન્ડે ઇમહેફિલ’ની વિવિધ ઇ–બુક વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકો છો.
www.gujaratilexicon.com/ebooks

આપના અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલી શકો છો અથવા 079 - 400 49 325 અમારો સંપર્ક કરી શકો છો.

જય ગરવી ગુજરાત !