પ્રિય મિત્ર,

ઉમંગ, ઉલ્લાસ, પ્રકાશ અને રંગોનો સમન્વય ધરાવતો સમગ્ર ગુજરાતમાં ભારે લોકપ્રિય તહેવાર એટલે દિવાળી. દિવાળી અથવા દીપાવલી એ હિંદુ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે. દીપાવલી એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ થાય છે દીવાઓની હાર. દીવાને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે. દિવાળીને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવારની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવે છે. આસો વદ બારશથી કારતક સુદ બીજ સુધી આ પર્વની ધામધૂમથી ઉજવણી થાય છે. વાઘબારશ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ એ આ તહેવારના મુખ્ય દિવસ છે. આપ સૌને ગુજરાતીલેક્સિકન પરિવાર વતી શુભ દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન.

તા. 10 ઑક્ટોબર 2015, શનિવારના રોજ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના પ્રાંગણમાં સાંજના 4.30 થી 7 દરમ્યાન ગુજરાતીલેક્સિકન અને ચંદરયા પરિવાર દ્વારા ગુજરાતીલેક્સિકનના સ્થાપક માતૃભાષાના ભેખધારી શ્રી રતિલાલ ચંદરયાની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાષા, કલા, સાહિત્ય અને સંસ્કૃતિના સંદર્ભમાં ‘ગુજરાતની અસ્મિતા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી સિતાંશુભાઈ અને અતિથિ વિશેષ શ્રી કુમારપાળભાઈ હતા. કાર્યક્રમના વિસ્તૃત અહેવાલ માટે આપેલી લિંક ઉપર ક્લિક કરો :
http://blog.gujaratilexicon.com/2015/10/14/rpc-memorial-event-overview/

શ્રી રતિલાલ ચંદરયા ગુજરાતીલેક્સિકન શિષ્યવૃત્તિ :

મનુકાકા અને ચંદરયા ફાઉન્ડેશન દ્વારા આ વર્ષથી મુખ્ય વિષય ગુજરાતી સાથે એમ.એ અથવા પી.એચ.ડી કરતાં તેજસ્વી અને જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરવામાં આવેલ છે. આ વર્ષે સ્કોલરશિપ મેળવેલ વિદ્યાર્થીઓની યાદી આ મુજબ છે.

Student Name University Course Amount
Kurmi Sanju Bababanprasad Gujarat University MA Part I 7000
Vaghela Dharmishta Hetubha Gujarat University MA Part II 7000
Montu A. Patel Sardar Patel University Phd 15000
Rinkuben H. Patel Sardar Patel University MA Part II 7000
Liya Mona Bakulesh Veer Narmad South Gujarat University Phd 15000
Kher Monica Chandrakantbhai Veer Narmad South Gujarat University MA Part I 7000
Kansara Grishma Yagneshkumar Veer Narmad South Gujarat MA Part II 7000
Beenaben G. Kabariya Saurashtra University MA Part I 7000
Total Amount   72000

ભગવદ્ગોમંડલ :

આ ઉપરાંત આ જ દિવસે ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક સીમા સ્તંભ સમાન ભગવદ્ગોમંડલને મોબાઇલ ઍપ્લિકેશન સ્વરૂપે પણ રજૂ કરવામાં આવ્યો. હવે ભાષા પ્રેમીઓ પોતાના મોબાઇલમાં ભગવદ્ગોમંડલ મેળવી શકે છે. ભગવદ્ગોમંડલની ઍપ્લિકેશન અહીં આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે.

https://play.google.com/store/apps/details?id=com.arnion.bhagvadgomandal

આપના અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલી શકો છો અથવા  079 - 400 49 325 અમારો સંપર્ક કરી શકો છો.

જય ગરવી ગુજરાત !