પ્રિય મિત્ર,

આજકાલ પર્યાવરણનો કંઈ અલગ મિજાજ જોવા મળે છે. ક્યારેક ઠંડી, ક્યારેક ગરમી અને ક્યારેક બિનમૌસમ બારિસ. ઋતુ ચાહે કોઈ પણ હોય પણ એક ઋતુ ક્યારેય બદલાતી નથી અને તે છે ભણવાની ઋતુ. હાલમાં પરીક્ષાનો પણ સમયગાળો ચાલી રહ્યો છે તો આ સમયે આપણે સમજી શકીએ છીએ કે વિદ્યાર્થીઓના માનસપટ ઉપર કંઈ કેટલા પ્રશ્નો કે સવાલોનો મારો હશે, પુનરાવર્તન કરવાનું હશે.

ધો. 10 કે 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને જ્યારે આપણે ‘બેસ્ટ લક’ કહેવા જઈએ છીએ ત્યારે શુભેચ્છા સ્વરૂપે મીઠાઈ, ફળ કે ચોકલેટ લઈ જઈ છે પણ જો તમારે એમને ખરેખર કંઈક ઉપયોગી વસ્તુ આપવી હોય તો તેમના મોબાઇલમાં ગુજરાતીલેક્સિકન દ્વારા રજૂ થયેલ વિવિધ ડિક્શનરી મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરી આપો. આ ઍપ્લિકેશન તેમને અને આપ સૌને એકદમ હાથવગી બનશે અને સરળતાથી આપ શબ્દ અને તેનો અર્થ જાણી શકશો.

ગુજરાતીલેક્સિકનની મોબાઇલ ઍપ્લિકેશન એન્ડ્રોઇડ, આઇફોન અને વિન્ડોઝ આ બધા પ્લૅટફૉર્મ ઉપર કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકનની વિવિધ મોબાઇલ ઍપ્લિકેશનની માહિતી તમને નીચે આપેલી લિંક ઉપરથી મળશે.
http://www.gujaratilexicon.com/mobile/

તો મિત્રો આજે જ આ ઍપ્લિકેશન ડાઉનલોડ કરો અને સરળતાથી મૂંઝવતા શબ્દોની માહિતી મેળવો.

આપના અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલી શકો છો અથવા 079 - 400 49 325 અમારો સંપર્ક કરી શકો છો.

જય ગરવી ગુજરાત !