જય ગુજરાત,

મે મહિનો દરેક ગુજરાતીઓ માટે અગત્યનો છે કેમકે 1 મે એ ગુજરાતનો સ્થાપના દિવસ છે. અસ્ખલિત અને નિરંતર વહેતાં ગુજરાતની સાચી ઓળખ તેની ખમીરવંતી પ્રજા છે જે પોતાને ગૌરવવંતા ગુજરાતી તરીકે ઓળખાવે છે. ગુજરાતીલેક્સિકોન પરિવાર આપ સૌને ગુજરાત દિવસના અભિનંદન પાઠવે છે.

ગુજરાતની આગવી ઓળખ એટલે તેની ભાષા અને સંસ્કૃતિ. ગુજરાતીલેક્સિકન સતત આ ભાષા-સંસ્કૃતિના સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે કાર્યરત રહે છે. આજે અમે આ અનોખા અવસરને વધાવતાં ભાષા પ્રેમીઓ માટે વિધવિધ પ્રકલ્પોની રજૂઆત કરીએ છીએ.

ગુજરાતી વર્ડ સર્ચ :

રમો અને રમાડો ગુજરાતી વર્ડ સર્ચ ગેમ હવે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટ ઉપર તેમજ આ ગેમ તમે તમારા સ્માર્ટફોનમાં પણ ડાઉનલોડ કરી રમી શકો છો. બહુ રમ્યા અંગ્રેજી વર્ડ સર્ચ, ચાલો એક વાર ગુજરાતી વર્ડ સર્ચ રમો અને આનંદો

Website : http://www.gujaratilexicon.com/gujarati-word-search
Android : https://play.google.com/store/apps/details?id=com.arnion.wordsearchgujarati
iOS : https://itunes.apple.com/in/app/word-search-gujarati/id1068172735?mt=8

ગુજરાતી રાઇટિંગ પેડ :

ગુજરાતી રાઇટિંગ પેડની મદદથી સરળતાથી ગુજરાતીમાં લખો અને તમારી રચનાને લોકો સાથે વહેંચો. આ ટૂલની મદદથી ગુજરાતીમાં ટાઇપ કરવા તમારે કોઈ કીબોર્ડ કે ફોન્ટ ડાઉનલોડ કરવાની જરૂર નથી. ગુજરાતી ભાષા પસંદ કરી તેમાં જ આપવામાં આવેલ ફોનેટિક કીબોર્ડની મદદથી ગુજરાતીમાં લખી શકશો. જેમકે ગ માટે ga, અનુસ્વાર માટે M, શ માટે sha વિગેરે વિગેરે...

Link : http://www.gujaratilexicon.com/gujarati-writing-pad

ગુજરાતી ઇબુક વિભાગ :

પુસ્તકોના વાચન રસિયાઓ માટે ખાસ, આજે જ અમારા નવા રૂપરંગથી મઢેલા ગુજરાતી ઇબુક વિભાગની મુલાકાત લો અને તમારા મનપસંદ સર્જકોની કૃતિઓ વાંચો, ડાઉનલોડ કરો અને અન્ય લોકો સાથે વહેંચો.

Link : http://www.gujaratilexicon.com/ebooks/

મિત્રો, આશા છે આપ સહુને અમારી નવી રજૂઆત પસંદ આવશે. આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને info@gujaratilexicon.com ઉપર ઈમેલ કરી શકો છો.

જય ગરવી ગુજરાત !