જય ગુજરાત,

શ્રાવણ માસના પ્રારંભ સાથે જ આપણી આજુબાજુનું વાતાવરણ ધાર્મિક બની જાય છે. નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળાસાતમ, ગોકળ અષ્ટમી, બળેવ, સ્વતંત્રતાદિવસ, પર્યુષણનો પ્રારંભ વિવિધ તહેવારોથી શોભતાં આ શ્રાવણ માસની રોનક કંઈક અનેરી જ છે. ગુજરાતીલેક્સિકન પરિવાર આપ સૌને શ્રાવણ માસની વધામણી પાઠવે છે અને સાથે સાથે 8મી ઑક્ટોબર 2016, શનિવારના રોજ યોજાનાર ‘શ્રી રતિલાલ ચંદરયા તૃતીય સ્મૃતિ’ સભામાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપે છે.

ડિજિટલ યુગમાં ગુજરાતીલેક્સિકોન.કોમ થકી ગુજરાતી ભાષાને આગવી ઓળખ પ્રસ્થાપિત કરીને રતિભાઈએ પોતાની દૂરંદેશીનો આગવો પરિચય આપ્યો છે. આજે ગુજરાતીલેક્સિકોનના માધ્યમ થકી આપ અંગ્રેજી – ગુજરાતી, ગુજરાતી – અંગ્રેજી, ગુજરાતી – ગુજરાતી, હિન્દી – ગુજરાતી, મરાઠી – ગુજરાતી વગેરે શબ્દકોશ આંગળીના ટેરવે મેળવી શકો છો.

વળી, ગ્લોબલ ગુજરાતીલેક્સિકોનના માધ્યમ થકી આપ ગુજરાતી – જાપાનીઝ, ગુજરાતી – ચાઇનીઝ, ગુજરાતી – ફ્રેન્ચ શબ્દકોશ મેળવી શકો છો જ્યારે સ્વાહિલીલેક્સિકોન દ્વારા સ્વાહિલી ભાષાનો પરિચય કેળવી શકો છો. ચાલો તો આજે આ બધાં વિધવિધ શબ્દકોશની મુલાકાત લઈએ અને આપણાં ભાષા જ્ઞાનને સમૃદ્ધ કરીએ.

સભા માટે આપના સભ્યપદની નોંધણી આપ info@gujaratilexicon.com ઉપર ઈમેલ કરી કરાવી શકો છો અથવા 079 - 400 49 325 અમારો સંપર્ક કરી શકો છો.

જય ગરવી ગુજરાત !