આપના ઘરમાં નાનાં બાળકો તો હશે જ !
હજી તો ઘરમાં પરીક્ષા પૂર્ણ થઈ હશે અને બાળકોના સવાલો શરૂ થઈ ગયા હશે કે વેકેશનમાં કરવું શું, ક્યાં જવું, શું નવું કરવું ? જો બાળકો માટે નવી નવી પ્રવૃત્તિ શોધવી હોય તો ગુજરાતીલેક્સિકન તમને મદદ રૂપ થઈ શકે છે. ગુજરાતીલેક્સિકનના ગેમ ઝોનમાં ક્વિક ક્વિઝ, ઉખાણાં, વર્ડમેચ, વર્ડ સર્ચ જેવી રસપ્રદ રમતો છે.

અમારો ગેમિંગ ઝોન:

http://www.gujaratilexicon.com/gl-games/

આજની આ સ્પર્ધાત્મક દુનિયામાં જનરલ નોલેજનું મહત્ત્વ વધારે છે, ત્યારે ગુજરાતીલેક્સિકનની GK Quiz ગેમ સામાન્ય જ્ઞાનમાં વધારો કરવા માટે ઉપયોગી છે જે અહીં આપેલી લિંક ઉપરથી રમી શકાશે.

http://www.gujaratilexicon.com/game/gk/

આ ઉપરાંત જો રમતાં રમતાં ગુજરાતી ભાષાના કોયડા જાણવા હોય તો ઉખાણાં તો રમવા જ પડે જેમકે, “એક સુગંધી છોડ, જેનાં ધોળાં એવાં ફૂલ, ચમેલીનો ભાઈ જેને કદી ના તું ભૂલ” આવા અનેક રસપ્રદ ઉખાણાં રમવા અહીં ક્લિક કરો : .

http://www.gujaratilexicon.com/game/ukhana/

આ વિવિધ રમતોથી બાળકોનું સામાન્ય જ્ઞાન વધશે, ભાષા સુધરશે અને સમયનો સદુપયોગ પણ થશે. એક વિચાર એવો પણ આવે કે જો બાળકો પોતાનાં મોટેરાઓ સાથે બેસીને વિવિધ રમતો રમે તો ? આજના વ્યસ્ત જીવનમાં મોટેરાંઓ ખૂબ જ વ્યસ્ત હોય છે, કામનું ભારણ પણ ઘણું હોય છે પણ જો વેકેશનમાં બાળકોની સાથે થોડો સમય આવી રીતે વિતાવીએ તો બે પેઢી વચ્ચેનું અંતર ચોક્કસથી ઓછું થશે. ચાલો ને થોડો સમય સાથે વિતાવીએ અનેસંબંધોની એક નવી શરૂઆત કરીએ.

આપના અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલી શકો છો અથવા 079 - 48 90 97 58 મારો સંપર્ક કરી શકો છો.

જય ગુજરાત.. જય ગુજરાતી...