નવેમ્બર 2016થી ભારતમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે અને અમે પણ અમારા સરનામાનું પરિવર્તન કર્યું છે. તો સૌ વાચક મિત્રોને અમારું નવું સરનામું નોંધી લેવા વિનંતી.

ગુજરાતીલેક્સિકન

410 – શિરોમણી કોમ્પ્લેક્સ, ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે
બિકાનેર હાઉસની નજીકમાં, આંબાવાડી, અમદાવાદ – 380 015
ફોન : 079 - 48 90 97 58

મિત્રો, ફ્રેબુઆરી મહિનો સાહિત્યિક રહ્યો. 21 ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે એટલે તે દિવસની અસર ફેસબુક અને વોટ્સઅપ પર જોવા મળી. એક દિવસ માટે તમામ ભાષાપ્રેમીઓને પોતાની માતૃભાષા યાદ આવી ગઈ અને ખાસ કરીને ગુજરાતીઓને ગુજરાતી ભાષા યાદ આવી ગઈ, અલબત્ત કેટલાંક ભાષાપ્રેમીઓ એવા પણ છે કે જેઓ ગુજરાતી ભાષાને કદી ભૂલ્યા જ નથી એટલે તેમના માટે 365 દિવસ એ માતૃભાષા દિવસ જ છે છતાં વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આપણી ભાષા ભૂલાતી જાય છે તે વાત નકારી શકાય તેમ નથી. આ વિસરાતી-ભૂલાતી માતૃભાષાને સાચવવાનો એક પ્રયત્ન ગાંધીજીની પ્રેરણાથી તૈયાર કરવામાં આવેલા સાર્થ જોડણીકોશની છઠ્ઠી આવૃત્તિનું વિમોચન દ્વારા ગૂજરાત વિદ્યાપીઠે કર્યો.

મિત્રો, 1996થી આ શબ્દકોશષમાં નવા શબ્દો ઉમેરવાનું કામ ચાલી રહ્યું હતું અને 2005માં 5000 શબ્દો સાથેની પુરવણી વિદ્યાપીઠે બહાર પાડી ત્યારબાદની આ નવી છઠ્ઠી આવૃત્તિમાં 4700થી વધારે શબ્દો ઉમેરવામાં આવ્યા છે. જેના કારણે આ શબ્દકોશમાં શબ્દોની સંખ્યા 73,૦૦૦+ થઈ છે. ગુજરાતીલેક્સિકનની વેબસાઇટ ઉપર આ સાર્થની ડિજિટાઇઝ આવૃત્તિ જોઈ શકો છો તથા તેની મોબાઇલ ઍપ્લિકેશન આપ ડાઉનલોડ કરી શકો છો. હાલમાં આ નવા ઉમેરાયેલા શબ્દો ઉમેરવાનું કાર્ય ચાલુ છે. થોડા દિવસોમાં આ નવા શબ્દો આપ વેબસાઇટ અને મોબાઇલ ઍપ્લિકેશનમાં મેળવી શકશો.

આ સાથે જ આપને યાદ કરાવવાનું કે 22મી ફેબ્રુઆરીએ ખ્યાતનામ ગઝલકાર મરીઝની 100મી જન્મજયંતિ હતી. જેને અનુલક્ષીને રાખીને ગુજરાતીલેક્સિકન અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે ગઝલસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. રઈશ મણિયાર, હર્ષ બ્રહ્મભટ્ટ, ભાવેશ ભટ્ટ અને અનિલ ચાવડાએ મરીઝની ગઝલનું રસપાન કરાવ્યું હતું. 350થી વધારે સાહિત્ય રસિકોએ આ કાર્યક્રમનો આસ્વાદ માણ્યો હતો. આ મુશાયરાની વધુ વિગતો આપ નીચે આપેલી અમારી બ્લોગ તથા યુટ્યુબ લિંક દ્વારા મેળવી શકો છો.

બ્લોગ લિંક : http://blog.gujaratilexicon.com/2017/02/24/mariz-shatabdi-vandana/

યુટ્યુબ લિંક : https://www.youtube.com/playlist?list=PLIjHkh9O5_8f31ejmzD_OWmK3FsAkkDuB

ફોટો ગેલરી : http://www.gujaratilexicon.com/gallery/view/25

આપ જો આવા સાહિત્ય કાર્યક્રમમાં રસ ધરાવતા હોવ અને તેનો ભાગ બનવા ઇચ્છતા હોવ તો આપ અમને info@gujaratilexicon.com
ઉપર ઈમેલ કરી આપનું નામ નોંધાવી શકો છો અથવા 079 - 48 90 97 58 અમારો સંપર્ક કરી શકો છો.

જય ગુજરાત.. જય ગુજરાતી...