Other

Add Your Entry

અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી.

અક્કરમીનો પડિયો કાણો. (જેનાં નસીબ વાંકા હોય તેના હાથમાં સાધન પણ એવાં જ આવે છે બિચારાનુ કોઈ કામ થાય જ નહી.)

અધુરો ઘડો છલકાય ઘણો.

અપના હાથ જગન્નાથ.

અંતે ધર્મો જય, પાપો ક્ષય.

અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.

અન્ન એવો ઓડકાર.

અતિની ગતિ નહીં.

અક્કલ ઉધાર ન મળે

અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર

અચ્છોવાના કરવાં

અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ

અજાણ્યો અને આંધળો બેઉ સરખા

અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડાં ન ભરાય

અતિ ચીકણો બહુ ખરડાય

અતિ લોભ તે પાપનું મૂળ

અધૂરો ઘડો છલકાય

અણીનો ચૂક્યો સો વરસ જીવે

અન્ન અને દાંતને વેર

અન્ન તેવો ઓડકાર

અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?

અવસર ચૂક્યો મેહુલો શું કામનો ?

અવળા હાથની અડબોથ

અવળે અસ્ત્રે મુંડી નાખવો

અંગૂઠો બતાવવો

અંજળ પાણી ખૂટવા

અંધારામાં પણ ગોળ તો ગળ્યો જ લાગે

અંધારામાં તીર ચલાવવું

અંધેરી નગરી ગંડુ રાજા

Author: Gurjar Upendra Read More...

ફરાળી મુઠીયા બનાવવા માટેની સામગ્રી:

૧ કપ બાફીને છીણેલો બટાકો
૧/૨ કપ શેકેલા શીંગ દાણા નો ભૂકો

૧/૨ કપ રાજેગરા નો લોટ
૧/૨ કપ દહીં
૧/૨ કપ પલાળેલા સાબુદાણા

સ્વાદ પ્રમાણે સિંધવ
૧ ટી સ્પૂન લીલા મરચા (ક્રશ કરેલા)

૧/૪ ટી.સ્પૂન આદુ(ક્રશ કરેલું)

૧ ટી.સ્પૂન લાલ મરચું પાવડર

૧ ટેબ.સ્પૂન ખાંડ

વઘાર માટે:

૧ ટેબ.સ્પૂન તેલ
૧/૪ ટી.સ્પૂન જીરું
૧/૨ ટી.સ્પૂન તલ

ગાર્નીશિંગ માટે :

ઝીણી સમારેલી કોથમીર

ફરાળી મુઠીયા બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ બટાકા ને બાફીને છીણી લો.ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા,રાજેગરા નો લોટ
દહીં અને શીંગ નો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી લો.

હવે તેમાં સિંધવ,આદુ અને મરચા નાખી હલાવી મુઠીયા નો શેપ આપી ગ્રીસ કરેલી કાણા વાળી ડીશ માં  મૂકી ૧૦ -૧૨ મિનીટ  માટે વરાળે બાફી લો.

તૈયાર મુઠીયા ઠંડા થાય એટલે કટ કરી લો.

વઘરિયા માં તેલ મૂકી જીરું નો વઘાર કરી તલ નાખી મુઠીયા પર રેડી દો.

કોથમીર વડે ગાર્નીશ કરી ગરમ – ગરમ સર્વ કરો.

 

Author: Gurjar Upendra Read More...

શું તમે એવું સુકું સરોવર જોયું છે જેમાં રહેલા ભારેભરખમ પથ્થર જાતે જ એની જગ્યાએથી સરકે છે અને એક ખૂણેથી બીજે ખૂણે પહોચી જાય છે ? આ દ્રશ્ય અમેરિકાના કેલીફોર્નીયામાં આવેલી ઇનયો કાઉન્ટીમાં આવેલા ડેથ વેલી નેશનલ પાર્કના ઉતર પશ્ચિમ ભાગમાં ઘણી વાર જોવા મળે છે. આ ડેથ વેલી નેશનલ પાર્ક દરિયાની સપાટીથી 3608 ફૂટ ઉચાઇ પર આવેલું છે અને 4.5 કિલોમીટર લાંબુ અને 2 કિલોમીટર પહોળું છે. અને અહી અજબ ગજબ ની વાત એ છે કે અહી પથ્થર તેની જાતે જ સરકે છે. અને એ પણ દુર દુર સુધી અને તેના નિશાન છોડતા જાય છે. અને આશ્ચર્ય ની વાત તો એ છે કે આમાંના ઘણા પથ્થર તો સેકડો કિલોના મોટા છે. આ પથ્થરો કેમ સરકે છે તે હજુ એક રહસ્ય જ છે.

આ સરોવરની સપાટીનો ઉતર ભાગ એના દક્ષિણભાગની સરખામણીમાં ફક્ત ચાર સેન્ટીમીટર ઉચો છે ખુબ વરસાદ પડે છે ત્યારે પર્વત પરથી પાણી પલાયા સરોવરમાં પડે છે. જો કે આ પાણી સરોવરમાં થોડોક સમય જ રહે છે. સૂર્યના આકરા તડકામાં પાણીની પાતળી સપાટી તરત વરાળ બનીને ઉડી જાય છે અને સપાટી પર કાદવનું નરમ પડ છોડતી જાય છે. આ સરોવરમાં કોઈ વનસ્પતિ પણ નથી. જયારે કીચડ સુકાય છે ત્યારે સપાટી સંકોચાઈ જાય છે અને તેમાં તિરાડ પડી જાય છે. રેસ ટ્રેક પર પથ્થરોનું તરવું એ એક ભૂવૈજ્ઞાનિક ઘટના છે. જોકે આ પથ્થરોને ખસતા ના તો કોઈએ જોયા છે કે ન એની ઉપર કોઈ ફિલ્મ બની છે. જે પથ્થરોની સપાટી ખરબચડી હોય છે તે સીધી દિશામાં સરકે છે જયારે ચીકણી સપાટી વાળા પથ્થર આમ તેમ ભટકી જાય છે.

શું આ પથ્થરો પવનથી અને બરફ ને કારણે સરકે છે?

એવું માનવામાં આવે છે કે મોટા ભાગના પથ્થરો ત્યારે ખસે છે જયારે પવનની ઝડપ કલાકના 90 મીલની હોય છે. દક્ષીણ-પશ્ચિમથી પસાર થતો પવન રેસટ્રેક પલાય પરથી પસાર થઈને ઉતર-પૂર્વની તરફ વહે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે જયારે વરસાદ થાય છે અને તેજ પવન ફુકાય છે ત્યારે સરોવર પર પાણીનું પાતળું પડ બની જાય છે જે આખા સરોવર પર ફેલાઈ જાય છે અને જયારે રાત્રીના સમયે તાપમાન નીચું આવી જાય છે ત્યારે આ પાણી જમીને બરફ બની જાય છે અને પવનથી બરફની જાડી ચાદરો વહે છે અને પથ્થરોને પણ સાથે સરકાવે છે.

આ પથ્થરો કેમ સરકે છે તે હજુ વૈજ્ઞાનિકો માટે પણ એક રહસ્ય છે. નાસાએ તેની એક ટીમ આ માટે પલાયા મોકલી છે પરંતુ તેઓ હજુ શુધી સંશોધન જ કરે છે અને કોઈ નક્કર કારણ સામે નથી આવ્યું. જોઈએ કે ભવિષ્યમાં આ રહસ્ય નું કારણ સામે આવે છે કે પછી હમેશ માટે એક રહસ્ય બની ને જ રહે છે.

Author: Gurjar Upendra Read More...

બાલુશાહી
 

  

સામગ્રી :-
 • 500 ગ્રામ મેંદો
 • 200 ગ્રામ ઘી (મોણ માટે)
 • 2 ચમચા દહીં (મોળું)
 • 750 ગ્રામ ખાંડ
 • અડધી ચમચી બેકિંગ પાઉડર
 • અડધી ચમચી બેકિંગ સોડા
 • અડધી ચમચી એલચીનો ભૂકો
 • ચપટી મીઠું
 • થોડો લીંબુનો રસ
 • ઠંડુ પાણી
 • તળવા માટે ઘી
રીત :-
 
મેંદામાં ચપટી મીઠું નાખી ચાળવો. દહીંમાં બેકિંગ પાઉડર અને બેંકિંગ સોડા નાખી, ફીણી, મેંદામાં નાખવું, ત્યારબાદ ઘીનું મોણ અને એલચીનો ભૂકો નાખી ઠંડા પાણીથી કણક બાંધવી. મસળવી નહી. અડધો કલાક કણક ઢાંકીને રહેવા દેવી. એક વાસણમાં ખાંડ અને તે ડૂબે એટલું પાણી નાખી ઉકાળવું. તેમાં થોડો લીંબુનો રસ નાખી, મેલ તરી આવે તે કાઢી લેવો. ચાસણી બેતારી બનાવવી.સાધારણ ગરમ રાખવી.કણક માંથી ગોળ લુઆ કરી,પછી દાબી,વરચે અંગૂઠાથી ખાડો કરી બાલુશાહી બનાવવી.એક વાસણમાં ઘી ગરમ મૂકવું. તેમાં બાલુશાહી મૂકવી. બરાબર ખીલે એટલે તેમાં ચપ્પુથી ચાર પાંચ કાપા કરવા. એક બાજુ થાય એટલે ધીમે રહી ઉથલાવવા.બરાબર થઇ જાય એટલે ઉતારી ચાળણીમાં મૂકવા. ઠંડા પડે એટલે ચાળણીમાં બે ચાર બાલુશાહી મૂકી,તેના પર ચાસણીની ધાર કરવી.આવી રીતે કરવાથી બાલુશાહીની અંદર ચાસણી ભરાઇ જશે. છોલેલી બદામની કાતરી, પિસ્તાની કાતરીથી સજાવટ કરવી.

 

Author: Gurjar Upendra Read More...

અર્વાચીન કવિતા
બાપાની પીપર (દલપતરામ)

પ્રહસન નાટક
 મિથ્યાભિમાન (દલપતરામ)

નાટક
લક્ષ્મી (દલપતરામ)

કરૂણ પ્રશસ્તિ કાવ્ય
ફાર્બસ વિરહ (દલપતરામ)

નવલકથા
કરણઘેલો (નંદશંકર મહેતા)

મહાનવલકથા
સરસ્વતીચંદ્ર (ગોવર્ધનરામ ત્રિપાઠી)

આત્મકથા
મારી હકીકત ( નર્મદ)

જીવનચરિત્ર
કોલંબસનો વૃતાંત (પ્રાણસુખલાલ મથુરદાસ)

પ્રબંધ કાવ્ય
કાન્હ્ડે પ્રબંધ (પજ્ઞનાભ ૧૪૫૬)

લોકવાર્તા
હંસરાજ-વચ્છરાજ (વિજયભદ્ર ૧૩૫૫)

રાસ
ભરતેશ્વર બાહુબલિરાસ  (શાલિભદ્રસુરિ ૧૧૮૫)

Author: Gurjar Upendra Read More...

રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.
પહેલું સુખ તે જાતે નર્યા.
આંખે ત્રિફલા દાંતે લૂણ, પેટ ન ભરવું ચારે ખૂણ.
જમીને ડાબે પડખે સૂવે, તેની નાડ વૈદ્ય ના જુએ.
મારીને ભાગી જવું, ખાઈને સૂઈ જવું.
તનને પાજો ગાવડીના દૂધ, મનને પાજો માવડીના દૂધ.
જેવું ખાય અન્ન, તેવું થાય મન; જેવું પીએ પાણી, તેવી થાય વાણી.
હવા અજવાળા વિનાનું ઘર, તે  રોગ  ઉછેરવાનું  દર.
તાજું ખાય, વખતસર સૂએ તેનો  રોગ  સીમાડે  રુએ.
જેને ઘેર તુલસી ને ગાય, તેને ઘેર વૈદ્ય ન જાય.
દરદ આવે ઘોડા વેગે, ને જાય કીડી વેગે.
રોગ અને દુશ્મન ઊગતા જ ડામવા.
પેટ સફા, દરદ દફા.
ઝાઝો સ્વાદ તે રોગનું મૂળ.
જે બહુ ગળ્યું ખાય, તે નિત્ય વૈદ્ય ઘર જાય.
એક જ રસ જે નિત ખાય, તે માનવ નિત દરદી થાય.
સઘળા રસ જે નિત નિત ખાય, તે માનવ ના દરદી થાય.
ગળ્યું એ ગળ્યું, બાકી બધું બળ્યું.
ગોળ ખાય તો ગરમ પડે, ખાંડ ખાય તો ઠંડી પડે.

Author: Gurjar Upendra Read More...

બ્રેડ પનીર રોલ

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

1 કપ પનીર
1 ડુંગળી સમારેલી
½ ચમચી લાલ મરચું
¼ ચમચી જીરૂનો પાઉડર
½ ચમચી ગરમ મસાલો
½ ચમચી આદુની પેસ્ટ
2 ચમચા ઝીણી સમારેલી કોથમીર
2 ચમચી ટોમેટો સોસ
4 બ્રેડ સ્લાઈસ
4 ચમચી બટર
મીઠું સ્વાદઅનુસાર

રીત

એકવાસણમાં પનીરનો ભુકો, લાલ મરચુ, ગરમ મસાલો, મીઠુ, સમારેલી કોથમીર, સમારેલી ડુંગળી અને જીરૂ પાઉડર ઉમેરો. તેને હળવા હાથે મિક્સ કરી લો. હવે તેમાં ટોમેટો કેચઅપ અપ અને આદુની પેસ્ટ ઉમેરો અને ફરી હળવા હાથે સારી રીતે મિક્સ કરી લો.
બ્રેડને લઈને તેને વેલણથી વણીને પાતળી બનાવી લો. તેના પર પનીરવાળુ મિશ્રણ મુકીને રોલ બનાવી દો. આ રોલને કોટનના કપડામાં વિંટાળીને થોડીવાર માટે મુકી દો. હવે બ્રેડ રોલ પર બટર લગાવી દો અને તેને શેકી લો. તૈયાર છે બ્રેડ પનીર રોલ.

ચીઝ ગાર્લિક બ્રેડ

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

6-8 બ્રેડ સ્લાઈસ
4 ચમચા બટર
મીઠુ સ્વાદઅનુસાર (જો અનસોલ્ટેડ બટર લીધુ હોય તો)
2 ½ કપ છીણેલુ ચીઝ
3 ચમચી ચીલી ફ્લેક્સ
6-8 કળી લસણ

રીત

ઓવનને 300 ફેરનહાઈટ કે 180 સે. પર પ્રિ હિટ કરી લો.
બટરમાં છુંદેલુ લસણ મિક્સ કરી લો. અનસોલ્ટેડ બટર હોય તો સ્વાદમુજબ મીઠુ ઉમેરી દો. બ્રેડ પર આ મિશ્રણ પાથરી દો. હવે તેના પર છીણેલુ ચીઝ પાથરો અને તેને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરો. આ બ્રેડને ઓવનની ગ્રીલ પર સીધી જ મુકી દો. બેકિંગ ટ્રેમાં મુકવાની જરૂર નથી. 5-6 મિનીટમાં તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ.

ગ્રીલ્ડ ગ્લુકામોલ ચીઝ સેન્ડવીચ

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

1 એવેકડો
2 ડુંગળી
2-3 લીલા મરચા
1 ચમચી લીંબુનો રસ
મીઠું સ્વાદ મુજબ
8 સ્લાઈસ બ્રેડ
2 ચમચી બટર
4 સ્લાઈસ ચીઝ

રીત

એવેકાડો, ડુંગળી, લીલા મરચા, લીંબુનો રસ અને મીઠુ મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લો. બ્રેડ પર બટર લગાવી દો. તેને પર એવકાડાવાળુ મિશ્રણ પાથરો. તેના પર ચીઝ સ્લાઈસ મુકો. ફરી એક બ્રેડ તેના પર મુકી સેન્ડવીચમેકરમાં ગ્રીલ્ડ કરી લો. તૈયાર છે સેન્ડવીચ.

આલુ ટિક્કી

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

2 બાફેલા બટેટા
2 ચમચા ઝીણી સમારેલી કોથમીર
1 ચમચી જીરૂ
2 ઝીણા સમારેલા મરચા
ચપટી હિંગ
½ ચમચી લાલ મરચુ
1-2 ચમચા બેસન
મીઠુ સ્વાદ અનુસાર
તેલ શેલો ફ્રાય માટે

રીત

બાફેલા બટેટામાં બધી વસ્તુઓ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી ટિક્કી બનાવી લો અને તેને શેલો ફ્રાય કરી લો. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકાય જાય એટલે પ્લેટમાં સર્વ કરી દો. ઈચ્છો તો તમે આલુ ટિક્કીમાં આદુ અને ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી શકો છો.

મેથી પકોડા

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

1 કપ મેથીના પાન
¾ કપ બેસન
ચપટી હિંગ
1 ચમચી લાલ મરચું
1 ડુંગળી ઝીણી સમારેલી
½ ચમચી જીરૂ પાઉડર
¼ ચમચી અજમો
મીઠુ સ્વાદ અનુસાર
1 ચમચો ચોખાનો લોટ કે રવો
તળવા માટે તેલ

રીત

બેસન, રવો કે ચોખાનો લોટ, ડુંગળી, મીઠુ, મરચુ હિંગ, અજમો અને જીરૂ મિક્સ કરી લો. તેમાં પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરી લો. હવે તેમાં સમારેલા મેથીના પાન ઉમેરીને મિક્સ કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં આ ખીરામાંથી પકોડા બનાવીને તળી લો. પકોડા બનાવવા માટે એક મિડીયમ સાઈઝનો ચમચો લો. તેમાં ખીરૂ લઈને તેલમાં મુકતા જાવ. પકોડા તૈયાર થાય એટલે પ્લેટમાં કાઢી લો.

 

Author: Gurjar Upendra Read More...

[1] એક રીતે જોઈએ તો મહાપુરુષો જે કહે છે તે સૌ કોઈ જાણતા હોય છે. એ જ વાતો બધે વાંચવા મળે છે. તેમ છતાં મહાપુરુષોની વાણી જુદી જ અસર કરી જાય છે કારણ કે તેઓની વાણીમાં આચરણની ઊર્જા ભરેલી હોય છે. શબ્દરૂપી કારતૂસ જ્યારે આચરણરૂપી બંદૂકમાં મૂકીને ફોડવામાં આવે છે ત્યારે સામેવાળાને આરપાર ઊતરી જાય છે.

[2] અગાઉના સમયમાં જ્યારે ઘરનું કોઈ એક સદસ્ય અભ્યાસ વગેરેમાં સફળતા હાંસલ કરે ત્યારે ઘરનાં સૌ ભેગાં થઈને જમણવાર કરતાં. એ રીતે આનંદ કરતાં. ક્યારેક પ્રકૃતિનો આનંદ લેવા પિકનિકનું આયોજન થતું. પરંતુ આજે આ તમામનું સ્થાન ‘પાર્ટી’એ લીધું છે. સફળતા વ્યક્તિની અને કમાય આધુનિક હોટલો ! આનંદ તો સૌને થતો હોય છે પરંતુ એ આનંદ વ્યક્ત કરવા માટે વ્યક્તિ કેવો આધાર લે છે એના પરથી પ્રજાની સંસ્કારિતા કે વિલાસિતા ખ્યાલ આવે છે.

[3] કોઈ પણ કલાની સાધના આજીવન કરવી પડે છે ત્યારે તેનો કંઈક થોડો અંશ પામી શકાય છે. જીવન પણ એક કલા છે તેથી તેને યોગ્ય ઘાટ આપવાની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. તેમ છતાં ઘણા લોકો એમ માને છે કે જે રીતે અભ્યાસમાં સફળતા મેળવી, કંપનીના પ્રોજેક્ટ્સ પૂરા કર્યા, એ રીતે રિટાયર્ડ થયા પછી બાકીનું બધું તત્વજ્ઞાન કે જીવનનું જ્ઞાન પ્રોજેક્ટની જેમ જ જાણી લઈશું ! જીવન એ કોઈ પ્રોજેક્ટ નથી. એ તો છે જાતને ઓળખવાની નિરંતર ચાલતી આજીવન ધીમી પ્રક્રિયા.

[4] પરીક્ષામાં સવાલનો જવાબ યોગ્ય રીતે લખવાથી ગુણ મળી જાય છે. પરંતુ ઈશ્વર જ્યારે પરીક્ષા લે છે ત્યારે આ પદ્ધતિ લાગુ પડતી નથી. ઈશ્વરને ત્યાં ગુણ માણસની વૃત્તિને જોઈને મૂકવામાં આવે છે. જવાબ ખોટો હોય એટલે કે ક્રિયા વિપરિત હોય તો વાંધો નહિ પરંતુ એની પાછળ વૃત્તિ કેવી છે તે મહત્વનું છે. જેમ કે માતા બાળકને ક્યારેક ઠપકારે છે પરંતુ એની એ વેરવૃત્તિ નથી. સવાલ માત્ર વૃત્તિનો છે !

[5] ઘણી વાર એક જ ઘરમાં રહેતા પિતા-પુત્ર પોતાના પૈસાથી અલગ ગાડી વસાવતા હોય છે. પગભર થયાનો આવો દેખાડો શા માટે ? જ્યાં ‘મારું-તારું’ હોય એવા ઘરમાં ભલે ધનના ઢગલા હોય પરંતુ વિચારોમાં ક્યારેક એકસુત્રતા હોતી નથી. કુટુંબમાં અર્થોપાર્જન કરનાર વ્યક્તિ પોતે કુટુંબ વતી કમાઈ રહ્યો છે એવો ભાવ રાખે તો જ કુટુંબ એક તાંતણે બંધાઈને રહે. એમ થાય તો જ સંવાદ રચાય. જ્યાં સંવાદ નથી ત્યાં કોલાહલ હોય છે. એવા ઘરને પછી ‘ધર્મશાળા’ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

Author: Gurjar Upendra Read More...

Most Viewed

Most Viewed Author