Other

Add Your Entry

રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.
પહેલું સુખ તે જાતે નર્યા.
આંખે ત્રિફલા દાંતે લૂણ, પેટ ન ભરવું ચારે ખૂણ.
જમીને ડાબે પડખે સૂવે, તેની નાડ વૈદ્ય ના જુએ.
મારીને ભાગી જવું, ખાઈને સૂઈ જવું.
તનને પાજો ગાવડીના દૂધ, મનને પાજો માવડીના દૂધ.
જેવું ખાય અન્ન, તેવું થાય મન; જેવું પીએ પાણી, તેવી થાય વાણી.
હવા અજવાળા વિનાનું ઘર, તે  રોગ  ઉછેરવાનું  દર.
તાજું ખાય, વખતસર સૂએ તેનો  રોગ  સીમાડે  રુએ.
જેને ઘેર તુલસી ને ગાય, તેને ઘેર વૈદ્ય ન જાય.
દરદ આવે ઘોડા વેગે, ને જાય કીડી વેગે.
રોગ અને દુશ્મન ઊગતા જ ડામવા.
પેટ સફા, દરદ દફા.
ઝાઝો સ્વાદ તે રોગનું મૂળ.
જે બહુ ગળ્યું ખાય, તે નિત્ય વૈદ્ય ઘર જાય.
એક જ રસ જે નિત ખાય, તે માનવ નિત દરદી થાય.
સઘળા રસ જે નિત નિત ખાય, તે માનવ ના દરદી થાય.
ગળ્યું એ ગળ્યું, બાકી બધું બળ્યું.
ગોળ ખાય તો ગરમ પડે, ખાંડ ખાય તો ઠંડી પડે.

Author: Gurjar Upendra Read More...

બ્રેડ પનીર રોલ

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

1 કપ પનીર
1 ડુંગળી સમારેલી
½ ચમચી લાલ મરચું
¼ ચમચી જીરૂનો પાઉડર
½ ચમચી ગરમ મસાલો
½ ચમચી આદુની પેસ્ટ
2 ચમચા ઝીણી સમારેલી કોથમીર
2 ચમચી ટોમેટો સોસ
4 બ્રેડ સ્લાઈસ
4 ચમચી બટર
મીઠું સ્વાદઅનુસાર

રીત

એકવાસણમાં પનીરનો ભુકો, લાલ મરચુ, ગરમ મસાલો, મીઠુ, સમારેલી કોથમીર, સમારેલી ડુંગળી અને જીરૂ પાઉડર ઉમેરો. તેને હળવા હાથે મિક્સ કરી લો. હવે તેમાં ટોમેટો કેચઅપ અપ અને આદુની પેસ્ટ ઉમેરો અને ફરી હળવા હાથે સારી રીતે મિક્સ કરી લો.
બ્રેડને લઈને તેને વેલણથી વણીને પાતળી બનાવી લો. તેના પર પનીરવાળુ મિશ્રણ મુકીને રોલ બનાવી દો. આ રોલને કોટનના કપડામાં વિંટાળીને થોડીવાર માટે મુકી દો. હવે બ્રેડ રોલ પર બટર લગાવી દો અને તેને શેકી લો. તૈયાર છે બ્રેડ પનીર રોલ.

ચીઝ ગાર્લિક બ્રેડ

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

6-8 બ્રેડ સ્લાઈસ
4 ચમચા બટર
મીઠુ સ્વાદઅનુસાર (જો અનસોલ્ટેડ બટર લીધુ હોય તો)
2 ½ કપ છીણેલુ ચીઝ
3 ચમચી ચીલી ફ્લેક્સ
6-8 કળી લસણ

રીત

ઓવનને 300 ફેરનહાઈટ કે 180 સે. પર પ્રિ હિટ કરી લો.
બટરમાં છુંદેલુ લસણ મિક્સ કરી લો. અનસોલ્ટેડ બટર હોય તો સ્વાદમુજબ મીઠુ ઉમેરી દો. બ્રેડ પર આ મિશ્રણ પાથરી દો. હવે તેના પર છીણેલુ ચીઝ પાથરો અને તેને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરો. આ બ્રેડને ઓવનની ગ્રીલ પર સીધી જ મુકી દો. બેકિંગ ટ્રેમાં મુકવાની જરૂર નથી. 5-6 મિનીટમાં તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ.

ગ્રીલ્ડ ગ્લુકામોલ ચીઝ સેન્ડવીચ

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

1 એવેકડો
2 ડુંગળી
2-3 લીલા મરચા
1 ચમચી લીંબુનો રસ
મીઠું સ્વાદ મુજબ
8 સ્લાઈસ બ્રેડ
2 ચમચી બટર
4 સ્લાઈસ ચીઝ

રીત

એવેકાડો, ડુંગળી, લીલા મરચા, લીંબુનો રસ અને મીઠુ મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લો. બ્રેડ પર બટર લગાવી દો. તેને પર એવકાડાવાળુ મિશ્રણ પાથરો. તેના પર ચીઝ સ્લાઈસ મુકો. ફરી એક બ્રેડ તેના પર મુકી સેન્ડવીચમેકરમાં ગ્રીલ્ડ કરી લો. તૈયાર છે સેન્ડવીચ.

આલુ ટિક્કી

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

2 બાફેલા બટેટા
2 ચમચા ઝીણી સમારેલી કોથમીર
1 ચમચી જીરૂ
2 ઝીણા સમારેલા મરચા
ચપટી હિંગ
½ ચમચી લાલ મરચુ
1-2 ચમચા બેસન
મીઠુ સ્વાદ અનુસાર
તેલ શેલો ફ્રાય માટે

રીત

બાફેલા બટેટામાં બધી વસ્તુઓ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી ટિક્કી બનાવી લો અને તેને શેલો ફ્રાય કરી લો. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકાય જાય એટલે પ્લેટમાં સર્વ કરી દો. ઈચ્છો તો તમે આલુ ટિક્કીમાં આદુ અને ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી શકો છો.

મેથી પકોડા

Kitchen will quickly liberation, occurring in Note 10 minute recipes

સામગ્રી

1 કપ મેથીના પાન
¾ કપ બેસન
ચપટી હિંગ
1 ચમચી લાલ મરચું
1 ડુંગળી ઝીણી સમારેલી
½ ચમચી જીરૂ પાઉડર
¼ ચમચી અજમો
મીઠુ સ્વાદ અનુસાર
1 ચમચો ચોખાનો લોટ કે રવો
તળવા માટે તેલ

રીત

બેસન, રવો કે ચોખાનો લોટ, ડુંગળી, મીઠુ, મરચુ હિંગ, અજમો અને જીરૂ મિક્સ કરી લો. તેમાં પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરી લો. હવે તેમાં સમારેલા મેથીના પાન ઉમેરીને મિક્સ કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં આ ખીરામાંથી પકોડા બનાવીને તળી લો. પકોડા બનાવવા માટે એક મિડીયમ સાઈઝનો ચમચો લો. તેમાં ખીરૂ લઈને તેલમાં મુકતા જાવ. પકોડા તૈયાર થાય એટલે પ્લેટમાં કાઢી લો.

 

Author: Gurjar Upendra Read More...

[1] એક રીતે જોઈએ તો મહાપુરુષો જે કહે છે તે સૌ કોઈ જાણતા હોય છે. એ જ વાતો બધે વાંચવા મળે છે. તેમ છતાં મહાપુરુષોની વાણી જુદી જ અસર કરી જાય છે કારણ કે તેઓની વાણીમાં આચરણની ઊર્જા ભરેલી હોય છે. શબ્દરૂપી કારતૂસ જ્યારે આચરણરૂપી બંદૂકમાં મૂકીને ફોડવામાં આવે છે ત્યારે સામેવાળાને આરપાર ઊતરી જાય છે.

[2] અગાઉના સમયમાં જ્યારે ઘરનું કોઈ એક સદસ્ય અભ્યાસ વગેરેમાં સફળતા હાંસલ કરે ત્યારે ઘરનાં સૌ ભેગાં થઈને જમણવાર કરતાં. એ રીતે આનંદ કરતાં. ક્યારેક પ્રકૃતિનો આનંદ લેવા પિકનિકનું આયોજન થતું. પરંતુ આજે આ તમામનું સ્થાન ‘પાર્ટી’એ લીધું છે. સફળતા વ્યક્તિની અને કમાય આધુનિક હોટલો ! આનંદ તો સૌને થતો હોય છે પરંતુ એ આનંદ વ્યક્ત કરવા માટે વ્યક્તિ કેવો આધાર લે છે એના પરથી પ્રજાની સંસ્કારિતા કે વિલાસિતા ખ્યાલ આવે છે.

[3] કોઈ પણ કલાની સાધના આજીવન કરવી પડે છે ત્યારે તેનો કંઈક થોડો અંશ પામી શકાય છે. જીવન પણ એક કલા છે તેથી તેને યોગ્ય ઘાટ આપવાની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. તેમ છતાં ઘણા લોકો એમ માને છે કે જે રીતે અભ્યાસમાં સફળતા મેળવી, કંપનીના પ્રોજેક્ટ્સ પૂરા કર્યા, એ રીતે રિટાયર્ડ થયા પછી બાકીનું બધું તત્વજ્ઞાન કે જીવનનું જ્ઞાન પ્રોજેક્ટની જેમ જ જાણી લઈશું ! જીવન એ કોઈ પ્રોજેક્ટ નથી. એ તો છે જાતને ઓળખવાની નિરંતર ચાલતી આજીવન ધીમી પ્રક્રિયા.

[4] પરીક્ષામાં સવાલનો જવાબ યોગ્ય રીતે લખવાથી ગુણ મળી જાય છે. પરંતુ ઈશ્વર જ્યારે પરીક્ષા લે છે ત્યારે આ પદ્ધતિ લાગુ પડતી નથી. ઈશ્વરને ત્યાં ગુણ માણસની વૃત્તિને જોઈને મૂકવામાં આવે છે. જવાબ ખોટો હોય એટલે કે ક્રિયા વિપરિત હોય તો વાંધો નહિ પરંતુ એની પાછળ વૃત્તિ કેવી છે તે મહત્વનું છે. જેમ કે માતા બાળકને ક્યારેક ઠપકારે છે પરંતુ એની એ વેરવૃત્તિ નથી. સવાલ માત્ર વૃત્તિનો છે !

[5] ઘણી વાર એક જ ઘરમાં રહેતા પિતા-પુત્ર પોતાના પૈસાથી અલગ ગાડી વસાવતા હોય છે. પગભર થયાનો આવો દેખાડો શા માટે ? જ્યાં ‘મારું-તારું’ હોય એવા ઘરમાં ભલે ધનના ઢગલા હોય પરંતુ વિચારોમાં ક્યારેક એકસુત્રતા હોતી નથી. કુટુંબમાં અર્થોપાર્જન કરનાર વ્યક્તિ પોતે કુટુંબ વતી કમાઈ રહ્યો છે એવો ભાવ રાખે તો જ કુટુંબ એક તાંતણે બંધાઈને રહે. એમ થાય તો જ સંવાદ રચાય. જ્યાં સંવાદ નથી ત્યાં કોલાહલ હોય છે. એવા ઘરને પછી ‘ધર્મશાળા’ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

Author: Gurjar Upendra Read More...

25.jpgસ્કિન ઉપર આછો સફેદ ડાઘ મોટા ભાગે મોં ઉપર થાય છે. નાના બાળકોમાં આ ડાઘ વધારે જોવા મળતા હોય છે. શરીરમાં અન્ય જગ્યાએ છાતી, બરડા અને હાથ ઉપર પણ તે ઘણીવાર થતા જોવા મળતા હોય છે. આને સાદી ભાષામાં ‘કરોળિયા’ના નામે આપણે ઓળખતા હોઈએ છીએ.

આજે આપણે બાળકોમાં થતા કરોળિયાના ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધોપચાર વિશે ચર્ચા કરીશું. જેમાં સૌ પ્રથમ કરોળિયા મોંઢાના ભાગ પર થયેલ હોય તો તેના માટે નીચેનામાંથી અનુકૂળ પ્રયોગ કરી શકાય :-

- તલના તેલની માલિશ ડાઘવાળા ભાગ ઉપર કરવી. આખા શરીરે પણ માલિશ કરી શકાય છે.

- તાંદળિયાની ભાજી અથવા તેનાં મૂળની રાખ પાણીમાં ભેળવી ડાઘવાળી સ્કિન ઉપર ચોપડવી અને ૧૫ મિનિટ તડકે બેસવું. ત્યારબાદ સુખોષ્ણ જળથી સ્નાન કરી લેવું.

- ચંદન અને ટંકણખાર પાણીમાં ઘસી ડાઘવાળી સ્કિન ઉપર લગાડવું.

- હરિદ્રા અને કાળા તલ બંને ૬-૬ ગ્રામ લઈ તેનું સમભાગ ચૂર્ણ કરી ભેંસના દૂધમાં મેળવી કરોળિયા જે ભાગ ઉપર થયા હોય તે ભાગ ઉપર ઉપરોક્ત મિશ્રણ મિક્સ કરી તેની માલિશ કરવી.

- કુંવાડિયાનાં બી અધકચરાં વાટી ૩ દિવસ દહીંમાં પલાળી રાખવાં. ૩ દિવસ પછી આ દહીં શરીરે સારી રીતે ઘસવું - મસળવું. થોડીવાર બાદ સ્નાન કરી લેવું. આ પ્રયોગથી શરીરના કોઈ પણ ભાગમાં થયેલા કરોળિયા થોડા જ દિવસોમાં સંપૂર્ણ રીતે મટી જાય છે.

- તેલિયા દેવદારને લીંબુના રસમાં ઘસી કરોળિયા ઉપર લગાવવાથી કરોળિયા બિલકુલ નિર્મૂળ થઈ જાય છે.

- જો મોઢા ઉપર અને સમગ્ર શરીર પર વધારે પડતો આ વ્યાધિ થઈ ગયેલ હોય તો મન-શીલ, ટંકણખાર અને હળદર સમભાગ લઈ ચૂર્ણ કરી તે ચૂર્ણ જે - તે ભાગ ઉપર લગાવવાથી કરોળિયા સંપૂર્ણપણે મટે છે, પરંતુ આ પ્રયોગ નિષ્ણાતની સલાહમાં રહીને કરવો.

- આ ઉપરાંત હળદર અને ફટકડી પાણીમાં ઘસી કરોળિયા ઉપર માલિશ કરવાથી પણ કરોળિયા મટે છે.

- મૂળાનો રસ કાઢી કરોળિયા ઉપર લગાડવાથી પણ તે મટે છે. આ સિવાય મૂળાનાં બીજના બીજા પ્રયોગો પણ કરોળિયા ઉપર ખૂબ જ સારું પરિણામ આપે છે, જેમાં;

મૂળાનાં બી ૧૦૦ ગ્રામ લઈ તેનું ચૂર્ણ કરવું, તે ૨૦૦ ગ્રામ દિવેલમાં મેળવવું અને તેની શરીર પર માલિશ કરવાથી કરોળિયા અવશ્ય મટી જાય છે.

આ ઉપરાંત આયુર્વેદ ઔષધ પ્રયોગમાં નીચેનાં ઔષધોનો પ્રયોગ કરી શકાય જેમાં ગંધક રસાયન વટી ૧ ગોળી - ૨ વાર દૂધ સાથે લેવી અને બૃહતમંજીષ્ઠાદિ ક્વાથ ૧-૧ ચમચી સવાર-સાંજ જમ્યા પછી પીવો. આગળ જે બાહ્ય માલિશ કરવાના પ્રયોગો બતાવ્યા છે, તેમાંથી કોઈ પણ એક પ્રયોગ કરવો. આટલી સારવારથી કરોળિયા અવશ્ય મટી જાય છે.

આ ઉપરાંત આજે બાળ-ઉપયોગી કેટલાક ઘરગથ્થુ ઉપચાર અને ઔષધપ્રયોગો બતાવું છું, જે શિશુઓની માતાને ખૂબ ઉપયોગી સાબિત થશે જેમાં :

(૧) મોટી હરડેનો ઘસારો સવારે નરણે કોઠે નિયમિત પિવડાવવાથી બાળકને કબજિયાત અને તેનાથી થતા રોગોથી બચાવી શકાય છે.

(૨) અરડૂસીના તાજા પાનનો રસ, આદુંનો રસ, મધ મેળવી બાળકને આપવાથી શરદી-ઉધરસમાં રાહત મળે છે.

(૩) ઓરી-અછબડાની ગરમી, આંખ આવવી વગેરે રોગોમાં કાળી દ્રાક્ષ અને વરિયાળી રાત્રે ઠંડા પાણીમાં પલાળી સવારે ચોળીને ગાળી લઈ અડધી - અડધી ચમચી બાળકને પિવડાવવાથી તુરત જ ફાયદો જોવા મળે છે.

(૪) બહેડાનું તેલ બાળકને માથામાં નાનપણથી જ લગાવવામાં આવે તો માથામાં મોટી ઉંમરે પડતી ટાલને રોકી શકાય છે.

(૫) અડધીથી બે રતિ જેઠીમધનું ચૂર્ણ મધમાં આપવાથી બાળકોને ખાંસીમાં તેમજ ગળાના રોગોમાં રાહત થાય છે.

(૬) ખેરછાલને પાણીમાં ઉકાળી ગાળી તે પાણી વડે બાળકને સ્નાન કરાવવાથી બાળકની ત્વચામાં કાંતિ

આવે છે.

(૭) કાચાં આમળાં, તેનું ચૂર્ણ તેમજ તેમાંથી બનાવેલું ચ્યવનપ્રાશ નાનપણથી જ બાળકને આપવાથી બાળપણમાં થતા ઘણા રોગોથી બાળકને બચાવી શકાય છે.

(૮) જે બાળકોને ચામડીના રોગ વધારે થતા હોય કે પરસેવો વધારે આવતો હોય તેમને શંખજીરું પાઉડર લગાવવાથી રાહત થાય છે.

બાળક એ કુદરતનું શ્રેષ્ઠ વરદાન છે અને તેના ઉછેરમાં જો આયુર્વેદને વણી લેવામાં આવે તો અવશ્ય સોનામાં સુગંધ ભળવા જેવો ફાયદો જોઈ શકાય છે.

 

Author: Gurjar Upendra Read More...

યેશુ (ઈસુ) આ સાપને ચોક્લેટ બનાવી દેશે...

22.jpgએક પાદરી દ્વારા કેટલાક લોકોને પોતાની આસ્થા સાબિત કરવા માટે જીવતો સાપ ખાઈ જવાની ફરજ પાડતા ફોટા ઇન્ટરનેટ પર વાયરલ બન્યા છે. મિરર નામના અખબારમાં છપાયેલ સમાચાર મુજબ સાઉથ આફ્રિકામાં પિન્યુઅલ મુગની નામના પાદરીએ ચર્ચમાં આવેલા પોતાના અનુયાયીઓને મોઢામાં જીવતો સાપ ઠાંસીને કહ્યું કે, જો તમે ઈસુ ખ્રિસ્તને માનતા હો તો આ સાપને ખાઈ જાઓ. ઈશ્ર્વર આ સાપને ચોક્લેટ બનાવી દેશે. સોશિયલ મીડિયામાં આ તસવીરો આવ્યા બાદ સ્થાનિક પોલીસે પાદરીની ધરપકડ કરી જેલમાં નાખી દીધો છે.

 

હવામાં ઝૂલતું મંદિર

23.jpgઆંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાનું લેપાક્ષી મંદિર તેના હવામાં ઝૂલતા પિલ્લરોને કારણે વિશ્ર્વવિખ્યાત છે. આ મંદિરના ૭૦ થી વધુ પિલ્લરો કોઈપણ પ્રકારના ટેકા વગર ઊભા છે અને આ આખા મંદિરને ટકાવી રાખ્યું છે. મંદિરના આ અનોખા પિલ્લરો દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓને ખેંચી લાવે છે. શ્રદ્ધાળુઓમાં દૃઢ વિશ્ર્વાસ પ્રવર્તે છે કે, અહીંના પિલ્લર નીચેથી પોતાનું કપડું પસાર કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે. અહીંના લોકોમાં પ્રવર્તતી દંતકથા મુજબ ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન રાવણે અહીંથી જ સીતાજીનું હરણ કર્યું હતું. કહેવાય છે કે, ૧૬મી સદીમાં અંગ્રેજોએ આ મંદિરનું રહસ્ય જાણવા મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પણ નિષ્ફળ રહ્યા હતા. મંદિરને ૧૫૮૩માં વિજયનગરના રાજા દ્વારા બંધાવાયું હતું. પૌરાણિક માન્યતા મુજબ મંદિરને ઋષિ અગત્સ્યે બનાવ્યું હતું. અહીં શિવ, વિષ્ણુ અને વીરભદ્રનાં અલગ-અલગ મંદિર છે. ભારતની સૌથી મોટી નાગપ્રતિમા પણ અહીં જ આવેલી છે.

આ બૂટ તમારા પગને આપશે બાઈક અને કારની ઝડપ

24.jpgઆજ-કાલની વ્યસ્ત દિનચર્યા અને ભાગ-દોડવાળી જિંદગીમાં બધું જ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. શું તમે ક્યારેય વિચાર્યું હતું કે, તમારા પગ પણ એક દિવસ બાઈક અને કારની ઝડપ પકડી શકે છે! વાત ભલે થોડી હંબગ લાગે પરંતુ આ શક્ય છે. હવે સેયમોર નામના એક વૈજ્ઞાનિકે આ પ્રકારનાં બૂટ શોધવાનો દાવો કર્યો છે. આ બાયોનિક બૂટ પહેરી કોઈ પણ વ્યક્તિ ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ બૂટની પાછળ એક સ્પ્રિંગ લાગેલી હોય છે જે કાંગારુની માફક છલાંગ લગાવવામાં મદદ કરે છે. જોકે, આ બૂટની કિંમત સાંભળીને તમે નિરાશ જરૂર થશો. તેની કિંમત છે ૧૬,૦૦૦ રૂપિયા.

રોબોટોએ મારી કર્મચારીઓના પેટ પર લાત

25.jpgવિચારો! તમે કોઈ હોટલમાં જમવા જાઓ છો... અને ત્યાં તમારો ઑર્ડર લેવા કોઈ વેઇટર માણસના બદલે ‘રોબોટ’ આવે તો...? કલ્પના કરો કેવું દૃશ્ય હશે! આવો જ કાંઈક નજારો જાપાનની એક હોટલમાં જોવા મળે છે. અહીં તમામ સ્ટાફ રોબોટ જ છે. હોટલનું સંપૂર્ણ સંચાલન રોબોટ દ્વારા જ થાય છે. મહેમાનો માટે દરવાજો ખોલવાથી માંડી, ઑર્ડર, રસોઈ બનાવવાથી માંડી રિસેપ્સનિસ્ટ સુધીનાં તમામ કામ રોબોટ જ સંભાળે છે. ૭૨ રૂમની ‘હેનના’ હોટલના માલિકનું કહેવું છે કે, અમે રોબોટનો ઉપયોગ માત્ર લોકોનું ધ્યાન દોરવા જ નથી કરી રહ્યા, પરંતુ ટેક્નોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કેમ કરી શકાય તે વિશ્ર્વને બતાવવા માગીએ છીએ. જોકે, આ હોટલમાં મહેમાનોની સુરક્ષા માટે કેમેરા લગાવવામાં આવ્યા છે. એ જે હોય તે પરંતુ રોબોટના ઉપયોગથી હોટલના અગાઉ કામ કરતા કર્મચારીઓની છુટ્ટી કરી દેવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો રોબોટોએ અહીંના કર્મચારીઓના પેટ પર લાત મારી છે.

આ છોકરી રેતી, બબલરેપ, પ્લે ડો ને

કૂતરાનાં બિસ્કિટ્સ  પણ ઝાપટી જાય છે

26.jpgઇંગ્લૅન્ડના વેડફીલ્ડ શહેરમાં રહેતી આઠ વર્ષની જેસિકા વોકર નામની છોકરીને ખાવાનું ખવડાવવા માટે તેની મમ્મી ગમે એટલા કાલાવાલા કરે તો પણ તેને નોર્મલ ખાવાનું ભાવતું નથી. તેને તો બસ ન ખાવાની ચીજો જ પસંદ છે. રેતી, માટી, રમકડાં બનાવવા માટે આવતો પ્લે ડો, ડોગીનાં બિસ્કિટ્સ અને કાચની ચીજો, રેપ કરવા માટે આવતા બબલરેપવાળું પ્લાસ્ટિક ખાવાનું ગમે છે. તેને અજાણ્યો ઇટિંગ-ડિસઓર્ડર છે. તેની સામે જંક-ફૂડ કે ફાસ્ટ-ફૂડ મૂકો તોય તેને નથી અપીલ કરતું. તે ભાંખોડિયું ચાલતી થઈ ત્યારથી તેની મમ્મી લિન્ડસે જેક્સને નોંધેલું કે તેને આડીઅવળી ચીજો ચાટવાની અને ખાવાની આદત છે, પણ તેને લાગેલું કે દીકરી સમજણી થશે એટલે એવું કરતી બંધ થઈ જશે. જોકે પછી તો જો તેને આવું કંઈક ખાવા ન મળે તો તે દીવાલ સાથે માથું ભટકાવીને રડતી. એ વખતે તેને ડૉક્ટર પાસે લઈ જવાઈ અને તેને પિકા ડિસઓર્ડર હોવાનું નિદાન થયું.

છત્તીસગઢની આ ક્ધયા છાત્રાલયનું બિલ સાંભળી તમ્મર ખાઈ જશો...

હમણાં...હમણાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના લાખો રૂપિયાના લાઇટ બિલને લઈને જોરદાર ચર્ચા ચાલી હતી, પરંતુ છત્તીસગઢના સરાયયાલી વિસ્તારના અધરિયા ક્ધયા છાત્રાલયનું બિલ સાંભળશો તો ખરેખર ચક્કર ખાઈ જશો. આ છાત્રાલયનું અહીંના વીજળી વિભાગે ૬૪ કરોડ ૫ લાખ ૯૧ હજાર ૬૨૦ રૂપિયાનું વીજળી બિલ થમાવી દીધું હતું. એટલું જ નહીં જો બિલને તેની સમયમર્યાદામાં ન ભર્યું તો એક કરોડ દંડ પણ ભરવો પડશેની નોટિસ ફટકારી હતી. બિલ જોઈ હોસ્ટેલ સંચાલકોના પગ તળેની જમીન ખસી ગઈ હતી. તો બિલ બનાવનારની આંખે પણ તમ્મર આવી ગયાં હતાં. જોકે આ આખો ગોટાળો વીજળી વિભાગની યાંત્રિક ખામીને કારણે સજાર્યો હતો. અસલી બિલ તો માત્ર ૪૫૦૦ રૂપિયા જ હતું.

બાળકોને પરાણે ખવડાવવાથી કોઈ ફાયદો નથી થતો

ફોર્સ ન કરો : અનહેલ્ધી વેઇટગેઇન થઈ શકે

આપણે માનીએ છીએ કે બાળકોને પ્લેટમાં જેટલું સર્વ કરવામાં આવે એ બધું જ પૂરું કરવાની આદત પાડવી એ સારી બાબત છે. પણ હકીકતમાં એનાથી નુકસાન થઈ શકે છે. ભૂખ ન હોય છતાં થાળીમાં પીરસેલું પૂરું કરવું જ પડશે એવા દબાણને કારણે વ્યક્તિની જમવાની રીતમાં ગરબડ પેદા થાય છે અને તે વજન વધારા તરફ દોરી જાય છે. વ્યક્તિ પોતાની સામાન્ય જમવાની રીત કેળવી શકે એ માટે જરૂરી છે કે બાળકને પરાણે વધારે ખાવા માટે દબાણ કરવામાં ન આવે. જો બાળકોને પ્લેટમાં મૂકેલું બધું જ પૂરું કરવાનું દબાણ કરવામાં આવે તો એનાથી લાંબા ગાળે તેમને પોતાના જ શરીરની ભૂખને સમજવામાં મુશ્કેલી પડે છે અને મા-બાપ ખુશ થાય ત્યાં સુધી ખા-ખા કરે છે. નોર્વેની સાયન્સ એન્ડ ટેક્નોલોજીના પ્રોફેસરોએ બાળકોની ફિઝિકલ એક્ટિવિટી, ટીવી જોવાનો સમય, ભૂખની રીત વગેરેનો અભ્યાસ કર્યો હતો. એમાં જોવા મળ્યું હતું કે બેસીને રમવાની રમતો કે ટીવી જોવાનું પ્રમાણ ઘણું ઓછું હોવા છતાં બાળકોનું વજન વધારે નોંધાયું હતું કે જે બાળકો ખોરાકની સુગંધ અને સ્વાદના આધારે પસંદ કરીને વધારે કે ઓછું ખાય છે તેમને પેટની ભૂખનો સાચો અંદાજ નથી આવતો. એને કારણે લાંબા ગાળે તેમની ભૂખ મુજબ જ ખાવાની આદત વિકસતી નથી. એને કારણે તેમનું વજન વધવાની શક્યતાઓ વધી જાય છે.

બપોરે બેથી પાંચ ઊંઘવાનું સ્પેનમાં ફરમાન

સ્પેનમાં એક શહેરે તમામ નાગરિકો માટે બપોરના બેથી પાંચ વાગ્યા સુધીની ઊંઘ ફરજિયાત બનાવી છે. સ્પેનના વેલેન્સીયાના એડોર શહેરમાં મેયરે ફરમાન કર્યું છે કે દરેક શહેરીજનોએ બપોરના બેથી પાંચ ઊંઘ લેવાની છુટ્ટી હશે. આ ફરમાનનો અમલ થાય તે હેતુથી આ સમય દરમિયાન બાર-દુકાનો-ઑફિસો-માર્કેટ મનોરંજન સ્થળો - બધું બંધ રહેશે. સ્પેનમાં બપોરની ઊંઘનું વ્યાપક ચલણ છે. અહીંની ઑફિસોમાં તે માટે વ્યવસ્થા હોય છે પણ આ પ્રકારે આદેશ બહાર પાડવામાં આવ્યો હોય તે પ્રથમ ઘટના છે. મેયરે એ પણ સૂચના આપી કે આ સમય દરમિયાન બાળકો ઘરમાં જ રહે અને તેઓ બપોરની ઊંઘ ખેંચે તે માતા-પિતાએ જોવાનું રહેશે.

આ ઉપરાંત જેઓને ઇમરજન્સી છે તેઓને પણ આ સમય દરમિયાન બિનજરૂરી અવાજ નહીં કરવાની પણ સૂચના છે. આ સમય દરમિયાન બગીચાઓમાં રમત-ગમત થઈ જાય છે જેથી લોકો નિરાંતે ઊંઘી શકશે. ફેક્ટરીઓમાં જ્યાં સતત કામની આવશ્યકતા હોય ત્યાં આ સમયમાં પાળી બદલવા જણાવાયું છે જેથી કામદારો લંચ-ઊંઘ સાથે લઈ શકશે અને નવા કામદારો પણ બપોરની ઊંઘ લઈને આવે તે નિશ્ર્ચિત કરવાનું રહેશે. સ્પેનમાં ઑફિસોનો લંચ અવર પણ એવો જ હોય છે, જેથી લોકો થોડો સમય ઊંઘ લઈ શકશે. આ દેશમાં લોકોની તંદુરસ્તી માટે સરકાર અનેક પ્રકારે સુવિધા આપે છે.

Author: Gurjar Upendra Read More...

 

 

જવ

 

આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. ડાયાબિટીસમાં એક ટાઈમ જવની ભાખરી જ ખાવી અથવા ઘઉં-જવની સરખા ભાગે રોટલી ખાવી. એક ચમચો જવનો ભૂકો કરી તેનો ઉકાળો સવાર-સાંજ પીવાથી મૂત્ર માર્ગની પથરી, સોજા, અપચો મટે છે.

 

લસણ

 

આયુર્વેદના શ્રેષ્ઠ ઔષધોમાં લસણની ગણતરી થાય છે. રસોન, લશુન, મ્લેચ્છકંદ વગેરે લસણના સંસ્કૃત નામો છે. ‘લશુન અશ્નાતિહૃદરોગાદિન અશનુતેવા રસાયનાદિ ગુણાન યશ ભોજને.’ હૃદયના રોગોને જે ખાઈ જાય છે, રસાયનાદિ ગુણોને જે હજમ કરે છે, તેથી લશુન. લસણ બે જાતનું થાય છે (૧) એક કળીનું (૨) સાદું લસણ વાયુ પ્રકોપના અને હૃદયના રોગોમાં સારું પરિણામ આપે છે. લસણ મેધાવર્ધક, વર્ણ સુધારનાર, આંખો અને હૃદયને હિતકર, ગેસ, અજીર્ણ, મંદાગ્નિ, કબજિયાત, કફ, શ્વાસ, શરદીમાં હિતકર છે.

ચંદન

 

આયુર્વેદમાં સુખડને ‘ચંદન’ કહે છે. આ ચંદન કડવું, તીખું, તૂરૂ, શીતળ- ઠંડું, વાજીકરણ, કાંતિવર્ધક, કામવર્ધક, સુગંધિત, રુક્ષ, આનંદકર, લઘુ તથા હૃદયને હિતકારી છે. તે પિત્ત, ભ્રમ, ઊલટી, તાવ, કૃમિ, તૃષા, સંતાપ, મુખ રોગ, બળતરા, શ્રમ, શોષ, વિષ, કફ તથા રક્તદોષનો નાશ કરે છે. જે ચંદન ગાંઠવાળું, જડ, સફેદ, ઘસવાથી પીળું, સુગંધિત, કાપવાથી લાલ, સ્વાદે કડવું, શીતળ હોય તે ઉત્તમ જાણવું. ઔષધમાં તેનો ઉપયોગ કરવો.

 

મહુડો

 

આયુર્વેદિય મતે મહુડાનાં ફૂલ સ્વાદમાં મધુર, પચવામાં ભારે, ઠંડા, પુષ્ટિકર્તા, બળ તથા વીર્યવર્ધક, વાયુ અને પિત્તનો નાશ કરનારા છે. આ મહુડાના ફૂલમાંથી ગુલકંદ બનાવાય છે. મહુડાનાં ફૂલ અને સાકર સરખા વજને લઈ ખૂબ મસળી કાચની બરણીમાં ભરી તેને એક મહિનો તડકામાં મૂકવાથી મહુડાનાં ફૂલનો ગુલકંદ તૈયાર થાય છે. એક ચમચી જેટલો આ ગુલકંદ સવાર-સાંજ લેવાથી શરીરની આંતરિક ગરમી, મૂત્રદાહ, પૂયમેહ, મંદ જ્વર, અગ્નિમાંદ્ય, રક્તબગાડ, મૂત્રાવરોધ મટે છે.

 

કપૂર

 

આપણા દેશમાં કેળની જાતનું એક ઝાડ છે. તેમાંથી ‘કપૂર’ કાઢે છે. આ ઝાડને ‘કપૂર કેળ’ કહે છે. કપૂર બનાવવાની રીત જુદા જુદા દેશમાં જુદી જુદી હોય છે. કપૂર એ ઝાડના ગરમાંથી નીતરનારું અને પોતાની મેળે ઘટ્ટ થતું મૂળનું નૈર્સિગક તેલ છે. કપૂરના ત્રણ પ્રકાર છે. (૧) ભીમસેની કપૂર (૨) પત્રી કપૂર અને (૩) ચીની કપૂર. કપૂર સહેજ મધુર, કડવું, શીતળ, ચક્ષુષ્ય, વાજીકર, મૃદુ, મદકારક, કફ, દાહ, તરસ, કંઠ રોગ, મોળ, દુર્ગંધ મળ-ગેસની દુર્ગંધ, ઉદર શૂળ, મૂત્રકૃચ્છ્ર અને પ્રમેહમાં હિતાવહ છે.

 

કપાસ

આયુર્વેદ ઔષધ ‘કાર્ર્પાસ’ એ જ આપણો ‘કપાસ.’ એ વર્ષાયુ છોડ બે-ત્રણ હાથ ઊંચા થાય છે. તેની ૧૧ જાત અને સેંકડો ઉપજાતિ છે. કપાસના જીંડવા પાકે ત્યારે તે સ્વયં ફાટે છે અને તેમાંથી રૂ નીકળે છે. આ રૂ વચ્ચે કપાસના બીજ હોય છે. તેને કપાસિયા કહે છે. તેમાંથી તેલ નીકળે છે. જે ખાવામાં અને ઔષધમાં વપરાય છે. કપાસના જીંડવા મીઠા, પૌષ્ટિક, મૂત્રવર્ધક, રક્તવર્ધક અને કર્ણનાદ મટાડે છે. કપાસિયા બીજ ધાવણ વધારનાર, વજન વધારનાર, સ્નિગ્ધ અને મધુર છે.

કારેલા

 

આયુર્વેદિય ઔષધ કારેલીના વેલા થાય છે. તેનાં ફળો એ જ કારેલા. એનું શાક થાય છે અને ઔષધમાં વપરાય છે. કારેલા ઘણા કડવા હોય છે. ભારતમાં સફેદ અને લીલા બે જાતના કારેલા થાય છે. કારેલા કડવા, સહેજ તીખટ, અગ્નિદીપક, વીર્ય ઘટાડનાર, મળને તોડનાર, રુચિકારક, પચવામાં લઘુ, વાતલ અને પિત્તનાશક છે. તે રક્તદોષ, અરુચિ, કફ, શ્વાસ, વ્રણ, ત્વચા રોગ, કફ, કૃમિ, કોઢ, કુષ્ઠ, જ્વર, પ્રમેહ, આફરો અને કમળાનો નાશ કરે છે. ડાયાબિટીસમાં ખૂબ હિતાવહ છે.

 

આમલીના ગુણકર્મ

 

આમલી જ્યારે પાકે ત્યારે મધુર, મળ સરકાવનાર, હૃદયને માટે સારી, ખાટી, મળને તોડનાર, રુચિકારક, ભૂખ લગાડનાર, ઉષ્ણ, રુક્ષ અને બસ્તિશોધક છે તથા વ્રણ-ચાંદા, કફ, વાયુ અને કૃમિનો નાશ કરે છે. નવી આમલી વાયુ અને કફ કરનાર છે. એક વર્ષ જૂની આમલી વાયુ અને પિત્તશામક હોય છે. આમલીનાં ફૂલ તુરા, ખાટા, સ્વાદિષ્ટ, વિશદ, જઠરાગ્નિ પ્રદીપક તથા વાયુ, કફ અને પ્રમેહનાશક છે. કાચી તો વાયુ અને પિત્તકારક છે.

 

નાળિયેર-૬

 

આપણા ગુજરાતમાં શોઢલ નામના વૈદ્ય થઈ ગયા. તેમના ગદનિગ્રહ નામના ગ્રંથમાં લખાયું છે કે, ક્ષયરોગમાં માથું દુઃખે તો નાળિયેરનું દૂધ અથવા નાળિયેરનું પાણી સાકર નાખી પીવું જોઈએ. ભાવમિશ્રે સૂર્યાવર્ત, આધાશીશી- માયગ્રેનમાં પણ આ ઉપચાર જ સૂચવ્યો છે. પેશાબ અટકીને આવતો હોય ટીપે ટીપે ઊતરતો હોય, દાહ- બળતરા થતી હોય, એને માટે તથા રક્તપિત્ત માટે યોગરત્નાકર ગ્રંથમાં એક પ્રયોગ આપવામાં આવ્યો છે. નાળિયેરના પાણીમાં ગોળ અને ધાણાનું ચૂર્ણ નાખી સવાર-સાંજ પીવા આપવું.

 

ગંઠોડા

આયુર્વેદિય ઔષધ ‘પીપ્પલીમૂલ’ એ જ આપણા ‘ગંઠોડા’. આ ગંઠોડા એ અનિંદ્રાનું ઉત્તમ ઔષધ છે. આયુર્વેદિય મતે વાયુનો પ્રકોપ થવાથી ઊંઘ ઊડી જાય છે. અને કફનો પ્રકોપ થવાથી ઊંઘ વધારે આવે છે. વાયુની શાંતિ માટે અને કફના શમન માટે ગંઠોડા ઉત્તમ છે. ગંઠોડાનું બારીક ચૂર્ણ પા થી અડધી ચમચી જેટલું એનાથી બમણા ગોળ સાથે ખૂબ ચાવીને રાત્રે જમ્યા પછી ખાવું અને ઉપર ભેંસનું દૂધ પીવું. આ ઔષધ ઉપચારથી ઊંઘ સારી આવે છે. કફના રોગોમાં ખૂબ રાહત થાય છે.

કરિયાતું

 

આયુર્વેદમાં ‘કરિયાતું’ ઉત્તમ ઔષધ છે. તેની બે જાત છે, એક દેશી કરિયાતું, બીજું નેપાળી કરિયાતું. નેપાળી વધુ ગુણદાયી હોવાથી ઔષધમાં એ જ વાપરવું. કરિયાતાના છોડ નાના હાથ દોઢ હાથ ઊંચા થાય છે. તેનાં પાન નાના સરખા લાંબા હોય છે. તેનો છોડ સુકાયા પછી ડાંખળા ઔષધમાં વપરાય છે. કરિયાતું કડવું, વાતલ, વ્રણ રોપણ, સારક, શીતળ, પથ્યકર, લઘુ અને રુક્ષ છે. એ તૃષા, કફ, પિત્ત, તાવ, કોઢ, ખંજવાળ, સોજા, કૃમિ, દાહ, શૂળ, પ્રમેહ, ઉદરરોગ વગેરેમાં વિભિન્ન રીતે પ્રયોજાય છે.

 

ચંદનાસવ

 

આયુર્વેદનું એક પ્રસિદ્ધ દ્રવ ઔષધ છે ‘ચંદનાસવ’. ઉત્તમ દ્રવ ઔષધોમાં તેની ગણત્રી થાય છે. ચંદન મુખ્ય ઔષધ હોવાથી તેનું નામ ચંદનાસવ અપાયું છે. આ ચંદનાસવ ચારથી છ ચમચીની માત્રામાં એમાં એટલું જ પાણી મેળવી સવાર-સાંજ પીવાથી હૃદય માટે હિતકારક, જઠરાગ્નિ સંદિપક, બલ્ય એટલે કે બળ આપનાર, શરીરને પુષ્ટ કરનાર, શુક્રમેહનો નાશ કરનાર. શરીરની આંતરિક ગરમીને દૂર કરનાર તથા મૂત્રમાર્ગ માટે હિતકર છે. મગજને શાંત રાખે છે.

 

સર્પગંધા

 

ઔષધનું નામ છે. ‘સર્પગંધા’. આખા ભારતમાં આ દવા થાય છે. સર્પગંધાના છોડને લાલ ફૂલો આવે છે અને ઔષધમાં તેના મૂળ વપરાય છે. જે કડવા હોય છે. આ મૂળ લોહીના ઊંચા દબાણમાં, ગાંડપણમાં, અનિંદ્રામાં ખૂબ જ ઉપયોગી છે. હાઈ બ્લડપ્રેશરમાં ઉપયોગી હોવાથી ઘણી ફાર્મસીઓ સર્પગંધા ટેબ્લેટ બનાવે છે. સર્પગંધા ઉત્તેજના શામક હોવાથી ઊંઘ સારી આવે છે. લો બ્લડપ્રેસરના દર્દીએ આ દવા અનિદ્રા હોય તો પણ લેવી નહીં. ગર્ભાવસ્થામાં તેનો ઉપયોગ કરવો નહીં.

 

તાંદળજાનો ઉપયોગ

 

આપણે ત્યાં તાંદળજાની ભાજી બારે માસ મળે છે, ખવાય છે. આ ભાજી વિષ હરનારી, દવાની આડઅસર દૂર કરનારી છે. ઉગ્ર દવાથી એસિડિટી કે અલ્સર થાય તો આ ભાજીનો એકદમ તાજો રસ સવારે, બપોરે અને રાત્રે પીવો જોઈએ. સ્ત્રીઓને થતા પ્રદર અને લોહીવામાં તાંદળજાનો રસ ચોખાના ઓસામણમાં મિશ્ર કરી પીવો. ન ભાવે તો સાકર મિશ્ર કરાય. તાંદળજાનો રસ ખરજવા પર લગાડવાથી મટે છે. ધાવણ વધારનાર હોવાથી તાંદળજાનો રસ પ્રસૂતાએ પીવો.

Author: Gurjar Upendra Read More...

 

dal dhokli
dal dhokli
સામગ્રી - 200 ગ્રામ તુવર-દાળ, 200 ગ્રામ ઘઉંનો લોટ, 2 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી અજમો, લવિંગ-3, તજ-2, રાઈ- એક ચમચી, લીમડાનાં પાન - 10, લસણ-મરચાંનુ પેસ્ટ - બે ચમચી. હિંગ ચપટી, 2 ટામેટાનું પેસ્ટ, સીંગદાણા- 15-10 દાણા, તેલ 3 ચમચી, મીઠુ સ્વાદમુજબ. 
બનાવવાની રીત - પહેલા કુકરમાં દાળમાં પ્રમાણસર પાણી, હળદર અને હિંગ અને સીંગદાણા નાખીને દાળને બાફવા મુકી દો. હવે એક થાળીમાં ઘઉંનો લોટ લઈ તેમા અજમો, હિંગ, હળદર, મીઠુ, લાલ મરચુ, અને એક ચમચી તેલ નાખી મધ્યમ લોટ બાંધી લો. 

બાફેલી દાળને બહાર કાઢી તેને વલોવી તેમા પ્રમાણસર પાણી નાખો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમા રાઈ, હિંગ, તજ-લવિંગ અને કડી લીમડો નાખી તતડાવો, હવે તેમા ટોમેટો પેસ્ટ, લસણ-મરચાનું પેસ્ટ નાખી 2 મિનિટ સાંતળો. હવે તેમાં લાલ મરચુ નાખી તરત જ બાફેલી દાળ નાખી દો. દાળ ઉકળવા દો. 

હવે લોટના લૂંઆ કરી તેની રોટલી વણો અને તેના કાપા પાડી તેને ઉકળતી દાળમાં નાખો. તમે ચાહો તો દાળમાં ગળપણ તરીકે ગોળ નાખી શકો છો. કુકરનું ઢાકણ બંધ કરી બે સીટી વગાડી લો. તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી દાળ ઢોકળી. ઉપરથી લીલા ધાણા નાખી ગરમા ગર્મ સર્વ કરો. 

દાળ ઢોકળીમાં બાફેલી આખી તુવેર નાખી દો તો પણ તે ખૂબ સ્વાદિષ્ટ લાગશે. 

(ઢોકળીને વધુ સ્વાદિષ્ટ બનાવવા તમે તેમા આંબલીનુ પાણી પણ નાખી શકો છો. )

 

Author: Gurjar Upendra Read More...

 
 • ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે

 • ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ પ્રકાશિત કર્યું.

 • Indumatiben Sheth was the first lady Minister of Gujarat. 
  § Gujarat ranks 1st in production of cotton and groundnut and 2nd in production of tobacco. 

 • First Gujarati School : Surat , 1836` 

 • ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશનુ પહેલુ રાજ્ય બની ગયુ છે. 

 • સૌ પ્રથમ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન ની ચુંટણીમા ઓનલાઇન વૉટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી.

 • ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી? - Correct Answer: રાજકોટ 

 • ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા 

 • ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭ 

 • ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ 

 • છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા - 1842 Surat 

 • ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી? Correct Answer: એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા 

 • ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી 

 • ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇહતી? Ans: અમદાવાદ-૧૯૦૫ 

 • સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920 

  ભારતમાં સૌ પ્રથમ 
  ૧ 
  ગવર્નર જનરલ 
  વોરન હેસ્ટીંગ 
  ૧૭૭૩ 
  ૨ 
  વાઇસરોય 
  લોર્ડ કેનિંગ 
  ૧૮૫૮ 
  ૩ 
  રાષ્ટ્રીય કોંગ્રસના પ્રમુખ 
  વ્યોમેશચંદ્ર બેનરજી 
  ૧૮૮૫ 
  ૪ 
  બ્રિટીશ પાર્લામેન્ટના હિન્દી સભ્ય 
  દાદાભાઈ નવરોજી 
  ૧૮૯૧ 
  ૫ 
  નોબેલ પારિતોષિક વિજેતા (સાહિત્ય ) 
  રવીન્દ્રનાથ ટાગોર 
  ૧૯૧૩ 
  ૬ 
  નોબેલ પારિતોષિક વિજેતા ( વિજ્ઞાન ) 
  ડો .સી. વી. રામન 
  ૧૯૩૦ 
  ૭ 
  માઉન્ટ એવરેસ્ટ વિજેતા 
  શેરપા તેનસિંગ 
  ૧૯૫૩ 
  ૮ 
  વડા પ્રધાન 
  જવાહરલાલ નેહરુ 
  ૧૯૪૭ 
  ૯ 
  રાષ્ટ્રપતિ 
  ડો. રાજેન્દ્રપ્રસાદ 
  ૧૯૫૦ 
  ૧૦ 
  સરસેનાપતિ 
  જ.કે.એમ.કરિઅપ્પા 
  ૧૯૪૯ 
  ૧૧ 
  આઇ.સી.એસ. 
  સત્યેન્દ્રનાથ ઠાકુર 
  ૧૯૪૦ 
  ૧૨ 
  લોકસભા ના અધ્યક્ષ 
  ગણેશ વી. માવળકર 
  ૧૯૫૨ 
  ૧૩ 
  અવકાશયાત્રી 
  રાકેશ શર્મા 
  ૧૯૮૪ 
  ૧૪ 
  લશ્કરના ફીલ્ડમાર્શલ 
  જનરલ માણેકશા 
  ૧૯૭૧ 
  ૧૫ 
  નાયબ વડાપ્રધાન 
  સરદાર વલ્લભભાઈ 
  ૧૯૪૮ 
  ૧૬ 
  ૧૮૫૭ વિપ્લવનો શહીદ 
  મંગલ પાંડે 
  ૧૮૫૭ 
  ૧૭ 
  વ્યકિતગત સત્યાગ્રહના સત્યાગ્રહી 
  વિનોબા ભાવે 
  ૧૯૪૦ 
  ૧૮ 
  મુસ્લિમ રાષ્ટ્રપતિ 
  ડો.ઝાકીર હુસેન 
  ૧૯૬૭ 
  ૧૯ 
  દલિત રાષ્ટ્રપતિ 
  ડો. કે. આર. નારાયણન 
  ૧૯૯૭ 
  ૨૦ 
  મહિલા રાષ્ટ્રપતિ 
  પ્રતિભા પાટીલ 
  ૨૦૦૯ 


  · ભારત દેશના સૌપ્રથમ રાષ્ટ્રપતિ - રાજેન્દ્ર પ્રસાદ 
  · ભારત દેશના સૌપ્રથમ વડાપ્રધાન - જવાહરલાલ નેહરૂ 
  · ભારત દેશના સૌપ્રથમ ગવર્નર જનરલ - માઉન્ટ બેટન 
  · ભારત દેશના સૌપ્રથમ ફિલ્ડ માર્શલ - કે એમ કરિઅપ્પા 
  · ભારત દેશના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન - શ્રીમતી ઇંદિરા ગાંધી 
  · ભારત દેશના સૌપ્રથમ મુખ્ય ન્યાયધીશ - હીરાલાલ જે. કાનિયા 
  · ભારત દેશના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ - સરોજિનિ નાયડૂ 
  · ભારત દેશના સૌપ્રથમ અંતરિક્ષ યાત્રી -- રાકેશ શર્મા 
  · ભારત દેશના સૌપ્રથમ વિશ્વ સુન્દરી (મિસ વર્લ્ડ) - કુ. રીતા ફારિયા 
  · ભારત દેશના સૌપ્રથમ મિસ યૂનિવર્સ - સુસ્મિતા સેન 
  · ભારત દેશના સૌપ્રથમ મહિલા ચિકિત્સક - કાદમ્બિનિ ગાંગુલી (બોસ) 
  · ભારત દેશના સૌપ્રથમ મહિલા પાયલોટ - સુષમા 
  · ભારત દેશ તરફથી એશિયાઈ રમતોત્સવમાં સ્વર્ણ પદક જીતનાર સૌપ્રથમ મહિલા - કમલજીત સિંધુ 
  · ભારત દેશ તરફથી અંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં ૧૦૦ વિકેટ લેનાર સૌપ્રથમ મહિલા - ડાયના ઇદુલ જી 
  · ભારત દેશના સૌપ્રથમ મહિલા અધિવક્તા - રેગિના ગુહા

Author: Gurjar Upendra Read More...

Most Viewed

Most Viewed Author