Other

Add Your Entry

Moto G3

Author: Gurjar Upendra

Date: 11-09-2015   Total Views : 455

 

હમણાં જયારે સતત બજેટ ફ્રેન્ડલી મોબાઈલ ની વાતો થઇ રહી છે, ત્યારે મોટોરોલા દ્વારા વધુ એક મીડીયમ બજેટ મોડેલ લોન્ચ કરાયું છે. આજે આપણે અહી એ વિષે જ વાત કરશું.

જોકે વાત શરુ કરતા પહેલા એક ચોખવટ જરૂરી છે. બજેટ અને સ્પેસીફીકેશનને જોતાં, લગભગ ૨ મહિના પહેલા મેં Motorola G2 2nd Generation મોબાઈલ ખરીદ્યો હતો. ફોન લીધા બાદ સતત હેંગ થઇ રહ્યો હતો તથા ઘણી વાર જાતે જ રીસ્ટાર્ટ પણ થઇ જતો હતો. મને પર્સનલી એવું લાગેલું કે કદાચ ઓપરેટીંગ સીસ્ટમમાં કઈ પ્રોબ્લેમ હશે એટલે ફોન ફોરમેટ કર્યો અને થોડા દિવસ સુધી સબ સલામત, પણ ફરી એની એ તકલીફ શરુ થઇ ગઈ હતી. આ સમય દરમ્યાન Flipkart 30 Days Replacement Limit પૂરી થઇ જતાં, Flipkartએ હાથ ઊંચા કરી દીધા અને મોટોરોલા તરફથી પણ એવું કહેવાયું કે ફોરમેટ કરી આપીશું. એ સિવાય Hardware Issue હશે તો Replacementમાં તો ખાસ્સો સમય જશે જ. અંતે મેં એ ફોન ૮૦૦૦ રૂપિયામાં વહેંચી દીધો. જો તમે Flipkart કે Amazon કે પછી કોઈ પણ વેબસાઈટ થી કોઈ પણ પ્રોડક્ટ ખરીદો અને એમાં શરૂઆતના તબ્બકે જ કોઈ મુશ્કેલી આવે તો સીધા એમને ફરિયાદ કરવી અને વહેલામાં વહેલી તકે પ્રોડક્ટ રિપ્લેસ કરાવી દેવી.

Motorola G3 ની વાત કરું તો આ મોબાઈલ હમણાં માત્ર અને માત્ર Flipkart ની વેબસાઈટ ઉપર જ હાજર છે. ફોનની કિં મત તથા મુખ્ય સ્પેસીફીકેશન આ મુજબ છે.

Operating System

Android Version 5.1.1 (Lolipop)

Chipset

Qualcomm MSM8916 Snapdragon 410

CPU

Quad-core 1.4 GHz Cortex-A53

GPU

Adreno 306

Card Slot

microSD, up to 32 GB

RAM

1GB in 8GB Version

RAM

2GB in 16GB Version

Camera

Primary :- 13 MP, 4128 x 3096 pixels, autofocus, dual-LED (dual tone) flash
Secondary :- 5 MP, auto-HDR

Price 8GB

11,999 /- Rs

Price 16GB

12,999/- Rs

clip_image002clip_image004

આ ફોન શું કામ ખરીદવો જોઈએ ?

Motorola G3 વિષે જો સૌથી વધુ મને કોઈ બાબત આકર્ષિત કરતી હોય તો એ છે એની બીલ્ડ ક્વોલીટી – ૧૩૦૦૦ રૂપિયા માં 2GB RAM અને 16GB ઇન્ટરનલ સ્ટોરેજ અને બેટરી બેકઅપ. હું પોતે Moto G 2nd Generation વાપરતો હતો ત્યારે પણ મને એની બેટરી સાથે કોઈ જ પ્રકાર ની ફરિયાદ રહી નથી. મારા જેવા હેવી યુઝરને જો લગભગ આખો દિવસ બેટરી ચાલતી હોય તો સાવ નોર્મલ યુઝ વાળાને તો દોઢ દિવસ સુધી બેટરી ચાલી શકે છે. ઉપર જણાવ્યું તેમ મોટોરોલા G3 બે અલગ અલગ ઓપ્શનમાં હાજર છે. 1GB RAM માં તમને ઇન્ટરનલ સ્ટોરેજ 8GB નું મળશે જયારે 2GB RAM માં તમને ઇન્ટરનલ સ્ટોરેજ 16GB નું મળશે.

બીલ્ડ ક્વોલીટી વિષે વાત કરીએ તો તમારા Displayને Gorrila Glass 3 મજબૂતી આપે છે જયારે બેકકવર ઉપર સરસ ગ્રીપ આવી શકે તે રીતે તેને શેપ અપાયો છે. અગાઉ ના Motorola G2, Moto E ની જેમ જ Motorola G3માં પણ તમે બેકકવર ચેન્જ કરી શકો છો. Moto G3 માં 8GB કે 16GB બંને વર્ઝન ડ્યુલ સીમ સપોર્ટેડ છે અને બંને માટે તમારે Micro Sim નો ઉપયોગ કરવાનો રહેશે.

clip_image006

કોઈ પણ મોબાઈલ હોય એમાં સૌથી વધુ વપરાતો કોઈ પાર્ટ હોય તો એ એનો Camera છે. Motorola Camera ની બાબતે પહેલે થી જ Average રહ્યું છે અને અહિયાં પણ ખાસ કશું નવું નથી. ડ્યુઅલ ફ્લેશ ને લીધે લો લાઈટ પિક્ચર્સ તથા Auto HDR ને લીધે Selfie આકર્ષક બને છે. આ સિવાય 3rd Party Applications ઇન્સ્ટોલ કરીને તમારા પિક્ચર્સ ને અલગ અલગ ઈફેક્ટ આપી શકો છો.

Sony, Samsung ની જેમ જ હવે Motorola પણ Water Resistant ના રસ્તે નીકળ્યું છે. Moto G3 3 ફૂટ ઊંડા પાણીમાં 30 મિનીટ સુધી તમને કોઈ તકલીફ નહિ પડવા દે. પણ હા, એના માટે તમારું બેકકવર વ્યવસ્થિત રીતે બંધ થયેલું હોવું જરૂરી છે.

સુપર ફાસ્ટ પ્રોસેસર અને ચીપસેટ તમારા મલ્ટી ટાસ્કીંગને એક નવા જ લેવલ પર લઇ જશે એ વાત ચોક્કસ છે. 720×1280 Pixelsની Screen ધરાવતા Moto G3માં ડિસ્પ્લે એકદમ ક્લીઅર ક્રિસ્પ છે. ભારતમાં Airtel દ્વારા ૨૯૬ શહેરોમાં 4G નેટવર્ક ની શરૂઆત કરી દેવાઈ છે ત્યારે આ ફોનનો વધુ એક ફાયદો એ પણ છે કે ફક્ત ૧૨૦૦૦ રૂપિયામાં 4G એનેબલ ફોન ખરીદવો એ બિલકુલ પણ ખોટી વાત નથી

clip_image007 clip_image009

આ સિવાય ફોન અનલોક કર્યા વગર જ Notification જોઈ શકો છો, Moto Assitની મદદ થી Home, Office, Meeting, Sleeping વગેરે જેવા Mode સેટ કરી શકો છો અને એ હિસાબથી તમારા ફોનમાં રીંગટોન, નોટીફીકેશન ટોન્સ તમને એલર્ટ કરશે.

clip_image010

તારણ :- જો તમારું બજેટ ૧૫ હજાર સુધીનું હોય તો આ ફોન પરફેક્ટ છે. Moto G3 લેવો હોય તો શક્ય હોય ત્યાં સુધી 16GB Internal Storage અને 2GB RAM વાળો જ લેવાનું નક્કી કરવું.

– યશ ઠક્કર 

Most Viewed

Most Viewed Author