'Anonymous' ના સુવિચાર

" માણસને જીવનનો અનુભવ શીખવનાર વિપત્તિ સિવાય કોઈ વિદ્યાલય આજ સુધી નથી ઉઘડ્યું, જેણે આ વિદ્યાલયની પદવી મેળવી તેના હાથમાં નિશ્ચિત્તપણે જીવનની લગામ સોંપી શકાય "

અજ્ઞાત

" માતૃભાષા સભ્ય સમાજના નિર્માણનો પાયો છે "

નરોત્તમ પલાણ

" માત્ર પ્રકાશનો અભાવ નહીં પણ વધુ પડતો પ્રકાશ પણ મનુષ્યની આંખો માટે અંધકાર રૂપ સાબિત થાય છે "

સ્વામી રામતીર્થ

" માનવ મસ્તિષ્કનું શિક્ષણ એ ઘોડિયામાં હોય છે ત્યારથી જ શરૂ થઈ જાય છે "

અજ્ઞાત

" માનવતા જગતનો સૌથી મોટો ગ્રંથ છે "

સંત શ્રી ઓધવરામ

" માનવસંસ્કૃતિના વિકાસના કેન્દ્રમાં જો બાળક છે તો તેમના પ્રયેનો પ્રેમ અને તજ્જ્ન્ય બાલસાહિત્ય છે "

શ્રદ્ધા ત્રિવેદી

" માનવી આખર માટીમાં મળવાનો કારણતે માટીમાંથી જ બન્યો છે "

અજ્ઞાત

" માનવી જેવા વિચારોનું સેવન કરતો હોય છે તેવા વિચારોનાં આંદોલનો, મોજાં સ્વાભાવિક રીતે જ એની આજુબાજુના વાતાવરણમાં પ્રસરતાં હોય છે "

શ્રી મોટા

" માનવી નાનો છે પરંતુ માનવતા મોટી છે "

અજ્ઞાત

" માનવીની ઊંચાઈ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઈ જતો નથી "

અજ્ઞાત

" માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે "

ડૉ. રાધાકૃષ્ણન

" માનવીનું અસ્તિત્વ એ કોઈ વાદના વિજય કરતાં વધારે અગત્યની વાત છે "

રસેલ કૉનવેલ

" મારગમાં તમને જે તૂફાનો ભેટ્યાં તેમાં જગતને રસ નથી; તમે નૌકા પાર ઉતારી કે નહિ, તે કહો ! "

અજ્ઞાત

" મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે "

ગાંધીજી

" માંગ્યું મળે તે આપણા હાથની વાત નથી, પણ આપણી પાસે જે નથી તેની તૃષ્ણા ન રાખવી એ તો આપણા હાથની વાત છે "

અજ્ઞાત

" મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે? "

ગોનેજ

" મિત્રો વિના કોઈ પણ જીવવાનું પસંદ નહીં કરે, ભલે તેની પાસે અન્ય તમામ સારી વસ્તુઓ કેમ ન હોય "

અરસ્તુ

" મિત્રોને સંતુષ્ટ રાખવા કદી તેમને ઉધાર આપવું નહીં કે તેમના પાસેથી લેવું નહીં "

અજ્ઞાત

" મુર્ખ માણસ કરતાં સમજુ ઢોર રાખવું સારું છે "

રસિક મહેતા

" મુસીબત અને નુકસાન બાદ મનુષ્ય વધુ વિનમ્ર અને જ્ઞાની બની જાય છે "

અજ્ઞાત