'સત્ય' ના સુવિચાર

" અહિંસા સત્યની શોધનો આધાર છે "

ગાંધીજી

" ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ "

ગાંધીજી

" સત્ય થકી કીર્તિ પ્રાપ્ત થઈ શકે છે અને સહયોગથી મિત્ર બનાવાય છે "

કૌટિલ્ય

" સત્યથી ધર્મનું, અભ્યાસથી વિદ્યાનું, સદ્વવર્તનથી કુળનું અને અપારદર્શક વસ્ત્રો પહેરવાથી સ્ત્રીઓનું રક્ષણ થાય છે "

વિદુર નીતિ

" સત્યની શોધ માટે ખર્ચેલો સમય કયારેય માથે પડતો નથી, આખરેતો એ બચાવેલો સમય જ સાબિત થાય છે "

અજ્ઞાત

" સત્યની સાચી જગ્યા હૃદયમાં છે, મોઢામાં નહીં "

શરદચંદ્ર

" સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે, જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે "

પં રામકિકર ઉપાધ્યાય