'ઈશ્વર' ના સુવિચાર

" ઈશ્વર એક વખતમાં એક જ ક્ષણ આપે છે અને બીજી ક્ષણ આપતાં પહેલાં તેને લઈ લે છે "

અજ્ઞાત

" કાર્ય કરવું એટલે શરીરથી પ્રભુને પ્રાર્થના કરવી "

અજ્ઞાત

" ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ "

ગાંધીજી

" જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે "

ગાંધીજી

" શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસનો અર્થ છે ઈશ્વર પર વિશ્વાસ "

અજ્ઞાત

" સ્ટેનોગ્રાફર વાંસળીવાદક થઈ શકે, બસ શ્રદ્ધા અને સ્વરની સાધના કરશો તો જ્યાં ઇચ્છો ત્યાં ઈશ્વર તમને પહોંચાડશે "

પંડિત હરિપ્રસાદ ચૌરસિયા

" હંમેશાં હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે "

સ્વામી વિવેકાનંદ