'આત્મવિશ્વાસ' ના સુવિચાર

" ઊઠો, બહાદુર અને મજબૂત બનો, પોતાના ખભા પર જવાબદારી લો અને તમે જોશો કે તમે જ તમારા ભાવિના નિર્માતા છો "

સ્વામી વિવેકાનંદ

" એકાગ્ર ચિત્તે કામ કરવાથી સફળતા જરૂર મળે છે "

અજ્ઞાત

" બની શકે છે કે તમારું કામ મહત્વહીન થઈ જાય, પરંતુ તેનાથી મહત્વપૂર્ણ એ છે કે તમે કંઈક કરો "

ગાંધીજી

" શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસનો અર્થ છે ઈશ્વર પર વિશ્વાસ "

અજ્ઞાત

" સ્ટેનોગ્રાફર વાંસળીવાદક થઈ શકે, બસ શ્રદ્ધા અને સ્વરની સાધના કરશો તો જ્યાં ઇચ્છો ત્યાં ઈશ્વર તમને પહોંચાડશે "

પંડિત હરિપ્રસાદ ચૌરસિયા

" હું વિશ્વમાં માત્ર એક જ સરમુખત્યારનો સ્વીકાર કરું છું અને તે છે મારા અંતરાત્માનો અવાજ "

ગાંધીજી