'સંસાર' ના સુવિચાર

" સંસારનાં કડવાં વૃક્ષોનું અમૃતફળ એટલે સજ્જન પુરુષોની સંગત "

અજ્ઞાત

" સંસારનું જ્ઞાન સંસારમાં રહીને જ મેળવી શકાય, બંધ રૂમમાં નહીં "

અજ્ઞાત

" સંસારને જાણવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે તમારી જાતને જાણી લો "

સ્વામી રામતીર્થ

" સંસારમાં સર્વ વસ્તુ સુલભ છે. માત્ર કર્મહીન લોકોને જ તેનો લાભ મળી શકતો નથી "

ગોસ્વામી તુલસીદાસ