'પ્રેમ' ના સુવિચાર

" આપણું હૃદય પ્રેમથી ભરેલું હોય ત્યારે સકળ સૃષ્ટિ સુંદરતાથી છવાઈ જાય છે "

અજ્ઞાત

" તમે જેને જુઓ છો તેને પ્રેમ કરી શકતા નથી તો જેને તમે ક્યારેય જોવાના નથી એ ભગવાનને કેવી રીતે પ્રેમ કરશો "

મધર ટેરેસા

" સ્ત્રી જીવનનો આ મહિમા છે કે નાનામાં નાની વાતને પણ એ પ્રેમ વડે મહાન બનાવી શકે છે "

અજ્ઞાત

" સ્ત્રી, સ્નેહ, સરળતા એકજ વસ્તુનાં વિવિધ નામો છે "

રૂસો